બુધવાર, 5 સપ્ટેમ્બર, 2018

દેશની સુરક્ષાનો સવાલ હોય ત્યારે પક્ષા-પક્ષીનું રાજકારણ છોડી દેશકારણ માટે એક થાય તે જ સાચો ભારતીય.


અમેરિકા સહીત વિશ્વના અનેક દેશો લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે.લોકશાહી હોય ત્યાં રાજકીયપક્ષો હોય,સતા માટે હરીફાઈ હોય,આક્ષેપબાજી હોય આ બધું સ્વાભાવિક છે અને ભારતમાં પણ આપણે આ જોઈએ છીએ. પરંતુ અમેરિકા સહીત વિશ્વના બીજા દેશોના રાજકારણમાં અને ભારતના રાજકારણમાં બહુ મોટો તફાવત એ છે કે જયારે દેશહિતની વાત હોય કે જયારે દેશની સુરક્ષા સામે ખતરો હોય ત્યારે ત્યાંના બધા રાજકીય પક્ષો એક થઇ પક્ષા-પક્ષીથી ઉપર ઉઠી આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવાને બદલે દેશવિરોધી તત્વો સામે સાથે મળીને કાયદાકીય પ્રક્રિયામાં સહયોગ આપે છે.

આપણી કમનસીબી છે કે અહીં કેટલાંક રાજકીયપક્ષો તો એટલી હદે સતા ભૂખ્યા બન્યા છે કે તેઓ દેશ વિરોધી તત્વોને સાથ આપતા પણ અચકાતા નથી.સતાપક્ષને હેરાન કરવા કે નિષ્ફળ ઠરાવવા માટે દેશની શાંતિ-એકતા જોખમાય તેવા નિવેદનો આપવા,દેશના ટુકડા કરવાના સપના જોતાં હોય તેવા તત્વોને સાથ આપવો,દેશ વિરોધી તત્વોને નિર્દોષ સાબીત કરવા પ્રજાને ગેરમાર્ગે દોરવા જુઠાણા ફેલાવવા આ બધી બાબતો ભારતમાં છેલ્લાં ચાર વર્ષોમાં સાવ સામાન્ય બની ગઈ છે.પાકિસ્તાન ભલે આપણો દુશ્મન દેશ હોય પરંતુ ત્યાંની એક વાતની તો સરાહના કરવી પડે કે દેશહિતની વાત હોય ત્યારે ત્યાંના બધા રાજકીય પક્ષો એકમત થઇ દેશની સુરક્ષા બાબતે કોઈ બાંધછોડ કરતા નથી કે ક્યારેય દેશ વિરોધી તત્વોને સાથ આપતા નથી.

તાજેતરમાં દેશની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડે(એટીએસ) પ્રધાનમંત્રીશ્રી ની હત્યા ના કાવતરા અને દેશની આંતરિક સુરક્ષા જોખમાય તેવાં ષડયંત્રો કરવાના આરોપસર છ લોકોની ધરપકડ કરી.ત્યારે રાબેતા મુજબ કોંગ્રેસના રાહુલ ગાંધી સહીત વિરોધ પક્ષોએ આરોપીઓની તરફેણમાં નિવેદન બાજી ચાલુ કરી દીધી એટલુંજ નહિ પરંતુ તેને માનવ અધિકારો માટે કામ કરતા કાર્યકરો ગણાવી સરકાર સામે આક્ષેપબાજી ચાલુ કરી દીધી.આ લોકોનો ઈતિહાસ તપાસતા ખ્યાલ આવે છે કે આ કોઈ હ્યુમન રાઈટ્સ એક્ટીવીસ્ટસ નથી પરંતુ અર્બન નકસલવાદીઓ છે જે ભૂતકાળમાં દેશ વિરોધી કાવતરાઓ બદલ જેલની સજા ભોગવી ચુક્યા છે અને ખૂબીની વાત એ છે કે ત્યારે કોંગ્રેસ સરકાર હતી.કોંગ્રેસ સરકાર ધરપકડ કરે તો તેઓ નક્સલવાદી અને માઓવાદી પરંતુ ભાજપા સરકાર ધરપકડ કરે તો તે જ લોકો હ્યુમન રાઈટ્સ એક્ટીવીસ્ટસ બની જાય છે.

આ જ રીતે તાજેતરમાં કોંગ્રેસે એનઆરસી પર હોબાળો મચાવ્યો.નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝનના સુધારેલા ડ્રાફ્ટમાં આસામના ૪૦ લાખ લોકોના નામ સામેલ થયા નથી.તે એટલા માટે કે તેઓ પોતાની ઓળખ હાલ સાબીત કરી શક્યા નથી અને તેમાંના મોટાભાગના લોકો બાંગ્લાદેશી છે.૧૯૮૫માં રાજીવ ગાંધી સરકારે આસામ એકોર્ડ કરાર કર્યો હતો જેમાં ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવી અને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની જોગવાઈ છે.ત્યારબાદ ૨૦૦૯માં કરવામાં આવેલી એક એનજીઓની અરજી પર ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે એનઆરસી લીસ્ટ અપડેટ કરવા આદેશ આપ્યો અને ૨૦૧૪થી આ કાર્ય ચાલુ થયું.હવે આમાં સરકારે ખોટું શું કર્યું ? કોઈપણ દેશની સરકાર આવા ગેરકાયદેસર લોકોને કોઈપણ પ્રકારના નાગરિકત્વ વગર પોતાના દેશમાં રહેવા દે ખરા ? દેશની સુરક્ષા,કાયદો અને વ્યવસ્થાના જોખમે માત્ર વોટબેંક માટે આવા તત્વોની તરફેણ કરવી કેટલું યોગ્ય ? સતા મહત્વની છે કે દેશની સુરક્ષા ?

રોહીન્ગ્યા લોકો માટે પણ કોંગ્રેસનું આ જ સ્ટેન્ડ હતું.બર્માના રોહંગ પ્રાંતના મૂળ વતની એવા રોહીન્ગ્યાને ભગવાન બુદ્ધના અનુયાયી એવા બર્મીઝ લોકો પણ સ્વીકારવા તૈયાર નથી,બાંગ્લાદેશ પણ તેને શરણ આપવા રાજી નથી,આમાંના કેટલાક રોહીન્ગ્યા આતંકવાદી જુથો સાથે જોડાયેલા છે તેવો ઓફીશીયલ રીપોર્ટ છે.તો પછી આપણે શા માટે આવાં લોકોને આશરો આપવો જોઈએ ? શું આપણો દેશ ઉકરડો છે કે દુનિયાભરનો કચરો અહીં ઠાલવતા જ રહીએ.બહુ દુઃખની વાત છે કે,કોંગ્રેસના નેતાઓએ આવા નિરાશ્રીતો ને આશ્રય આપવા માટે ખુલ્લેઆમ અનુરોધ કર્યો હતો.તેમનો હેતુ માત્ર રાજકીય જ છે,તેઓ માને છે કે આ વિદેશીઓ ને આશ્રય આપવા થી તેમની મતબેંક મજબુત થઇ જશે, આવા રાજકારણીઓને દેશ ની સહેજપણ ચિંતા નથી.

દેશની આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા માટે ખતરારૂપ કોઈપણ હોય, પછી ચાહે નક્સલવાદી હોય કે હ્યુમન રાઈટ્સ એક્ટીવીસ્ટસના સ્વાંગમાં અર્બન નક્સલવાદી હોય.ચાહે આતંકવાદી હોય,રોહીન્ગ્યા હોય કે પછી બાંગ્લાદેશી ઘુષણખોરો હોય કોઈના માટે આ દેશમાં જગ્યા નથી.
દેશનાં સાર્વભૌમત્વ અને સુરક્ષાની બાબતોમાં કોંગ્રેસ સહિતના તમામ વિરોધપક્ષો પોતાનું સ્વાર્થીપણું અને વોટબેન્કની રાજનીતિ છોડી દેશહિતના નિર્ણયોમાં સતાપક્ષને ટેકો આપી એક ભારતીય તરીકેનો પોતાનો ધર્મ નિભાવે એ જ અભ્યર્થના.ભારત માતા કી જય – વન્દેમાતરમ.

ટિપ્પણીઓ નથી: