રવિવાર, 13 જાન્યુઆરી, 2019

સંરક્ષણ સોદાઓ અને કૌભાંડો : યહ રિશ્તા બહુત પુરાના હે


રાજીવ ગાંધીના સમયે પણ વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડ થયેલું.

દેશની સુરક્ષા માટે દેશનું લશ્કર આધુનિક સાધનો-હથિયારોથી સજ્જ હોવું જ જોઈએ.દુનિયાનાં બીજા દેશોની ગતિવિધિઓને ધ્યાનમાં રાખી, સમયે સમયે લેટેસ્ટ હથિયારો તેમજ આધુનિક લશ્કરી સામગ્રીનો ઉમેરો થતો રહે તે દેશની સુરક્ષા તેમજ જવાનોની હિંમતમાં વધારો કરવા માટે અત્યંત જરૂરી છે.આ વાતનો ક્યારેય કોઈ વિરોધ હોય ન શકે.દેશ આઝાદ થયો ત્યારથી સમયે સમયે સરકારો દ્વારા હથિયારોની ખરીદી થતી રહી છે.પરંતુ દુઃખની વાત એ છે કે ભ્રષ્ટાચારી સતાધીશો દેશની સુરક્ષા માટેના સંરક્ષણ સોદાઓમાં પણ કટકી કરવાનું ચુકતા નથી.સંરક્ષણ સોદાઓ બહુ મોટી રકમમાં થતાં હોય છે અને તેની જટિલતા અને ગુપ્તતાને લીધે સામાન્ય પ્રજાને તેની કોઈ જાણકારી પણ હોતી નથી તેથી આવા સોદામાં કટકી કરવી અત્યાર સુધી બહુ સહેલી હતી.

આઝાદીથી લઇ અત્યાર સુધી બહાર આવેલા લગભગ દરેક સંરક્ષણ સોદાઓના કૌભાંડોમાં નહેરુ અને ગાંધી પરિવારનું જ નામ સામે આવ્યું છે.લશ્કર માટે વિદેશી જીપ ખરીદવા માટે ૧૯૪૮માં જવાહરલાલ નેહરુની પ્રથમ સરકારમાં ૮૦લાખ રૂપિયાનું જીપ કૌભાંડ થયું.તે જ રીતે ગાંધી પરિવારના ટ્રેડમાર્ક સમાન કરોડો રૂપિયાનું બોફોર્સ કૌભાંડ. ટેટ્રા ટ્રક કૌભાંડ,સબમરીન કૌભાંડ,હેલીકોપ્ટર કૌભાંડ જેવા તો અનેક સંરક્ષણ કૌભાંડો આટલાં વર્ષોમાં સામે આવ્યા છે.જેનું પગેરું કોઈ ને કોઈ રીતે ગાંધી પરિવાર સુધી પહોંચે છે.

તાજેતરમાં ક્રીશ્ચેન મિશેલ નામના એક વચેટિયા દલાલને ભારત લાવવામાં આવ્યો છે ત્યારે અગસ્તા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડનું ભૂત ફરીથી ધુણ્યું છે.૨૦૧૦માં ઇટાલીની હેલીકોપ્ટર બનાવનારી કંપની અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી ૩૬૦૦ કરોડ રૂપિયામાં ૧૨ વીવીઆઈપી હેલીકોપ્ટર ખરીદવાનો સોદો ભારત સરકારે કર્યો પરંતુ ઇટાલીની અદાલતમાં ભાંડો ફૂટી ગયો કે આ સોદામાં કુલ ૩૬૦ કરોડની લાંચ નક્કી થયેલ છે જેમાંના ૧૨૫ કરોડ તો ભારતમાં ચૂકવી દીધા હતા.ઇટાલીના મિલાન શહેરની કોર્ટમાં ચાલેલા આ કેસના ચુકાદામાં પેઈજ નંબર ૧૯૩ અને ૨૦૪ પર  કુલ ૪ વખત સીગ્નોરા ગાંધી એટલે કે મિસીસ ગાંધીનું નામ લખેલું છે અને કોર્ટે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે મિસીસ ગાંધીના કોઈ એક રાજકીય સચિવે વચેટિયા પાસેથી ૧૨૫ કરોડની લાંચ લીધી હતી.

અગસ્તા વેસ્ટલેન્ડની આ બધી બાબતો તો હવે જગજાહેર થઇ છે. પરંતુ બહુ ઓછા લોકોને યાદ હશે કે વેસ્ટલેન્ડ અને ગાંધી પરિવારનો નાતો ખુબ જુનો છે.રાજીવ ગાંધી જયારે વડાપ્રધાન હતા ત્યારે ૧૯૮૫માં બ્રિટનની વેસ્ટલેન્ડ કંપનીના ૨૧ હેલીકોપ્ટર ખરીદવાનું કૌભાંડ થયેલું.નિષ્ણાંતોની સલાહ અવગણીને તે વખતે રાજીવ ગાંધી દ્વારા ૬.૫ કરોડ પાઉન્ડમાં ૨૧ હેલીકોપ્ટર ખરીદવામાં આવ્યા.૧૯૮૬માં આ હેલીકોપ્ટર્સનું ભારતમાં આગમન થયું પરંતુ તેની ડિઝાઈનમાં કોઈ મોટી ટેકનીકલ ખામી રહી ગયા હોવાનું બહાર આવ્યું અને બે હેલીકોપ્ટરના અકસ્માત બાદ સરકારે વેસ્ટલેન્ડના હેલીકોપ્ટર પર પ્રતિબંધ લગાવી દીધો.અંતે તે હેલીકોપ્ટર્સનો ભંગાર ખુબ સસ્તી કિંમતે વેંચી લાખ ના બાર હજાર કરવાની નોબત આવી.૧૯૯૯માં બ્રિટનની આ વેસ્ટલેન્ડ કંપની ઇટાલીની ફીનમેક્કાનિકા સાથે ભળી ગઈ અને તેનુ નામ અગસ્તા વેસ્ટલેન્ડ થયું.૨૦૧૦માં ફરી કોંગ્રેસ સરકારે આ અગસ્તા વેસ્ટલેન્ડ સાથે ૩૬૦૦ કરોડ રૂપિયામાં ૧૨ વીવીઆઈપી હેલીકોપ્ટર ખરીદવાનો સોદો કર્યો.

સવાલ એ થાય કે આ જ કંપની સાથેના ભૂતકાળના આવા ખરાબ અનુભવ બાદ પણ કોંગ્રેસ સરકારે ફરીથી આ જ કંપનીને શા માટે ઓર્ડર આપ્યો ? દેશના લાખો લોકોએ દેશના વિકાસકાર્યો માટે આપેલા ટેક્સના રૂપિયાનો આવો દુરપયોગ ક્યાં સુધી ? લોકો પોતાના પરસેવાની કમાણીમાંથી ઈમાનદારીપૂર્વક ટેક્સ ભરે અને તે જ રૂપિયાથી કૌભાંડી સતાધીશો પોતાની તિજોરી ભરે ? વર્ષો સુધી આવા તો અનેક સોદાઓમાં ગાંધી પરિવારે અબજો રૂપિયા ઘરભેગા કર્યા છે તેના એક પછી એક પુરાવાઓ હવે સામે આવતા જાય છે.અદાલત દ્વારા તો તેને જે સજા મળવાની હશે તે મળશે પરંતુ આ દેશના લાખો ગરીબ,પીડિત અને વંચિત લોકો તેમને કદી માફ નહીં કરે.

કોઈપણ દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે જરૂરી છે એક પ્રમાણિક અને ઈમાનદાર સરકાર.સતાપક્ષ અને વિરોધપક્ષ વચ્ચે જનસેવાની અને પ્રમાણિકતાની હરીફાઈ થવી જોઈએ.રાજકારણીઓ પણ કંઇક મેળવવા માટે નહીં પરંતુ દેશ માટે કંઈક કરી છૂટવા માટે સમર્પણભાવથી દેશના ગરીબ,પીડિત અને શોષિત લોકોના ઉત્થાન માટે કામ કરશે,ભ્રષ્ટાચારીઓનો જયારે સમાજ દ્વારા સામુહિક બહિષ્કાર અને તિરસ્કાર થશે અને આખા દેશમાં જયારે પ્રમાણિકતાનું પર્વ ઉજવાશે ત્યારે સાચા અર્થમાં આ દેશમાં સોનાનો સુરજ ઉગશે.આશા અમર છે.વંદેમાતરમ,ભારત માતા કી જય.

संरक्षण सौदे और घोटाले : यह रिश्ता बहुत पुराना है


राजीव गाँधी के समयमें भी वेस्टलेंड हेलिकोप्टर घौटाला हुआ था.

देश की सुरक्षा के लिए देश के लश्कर का आधुनिक हथियारों से सज्ज होना अनिवार्य हे.दुनिया के दुसरे देशों की गतिविधियों को ध्यान में लेते हुए,समय समय पर लेटेस्ट हथियार आधुनिक लश्करी साधन-सामग्री की खरीदी देश की सुरक्षा जवानो की हिंमत में बढ़ावा करने के लिए अत्यंत आवश्यक हे.इस बात का कभी कोई विरोध नहीं हो शकता.देश आजाद हुआ तबसे समय समय पर सरकारों द्वारा हथियारों की खरीदी होती रही किन्तु दुःख की बात यह हे की भ्रष्टाचारी सताधिश देश की सुरक्षा के लिए महत्वपूर्ण एसे संरक्षण सोदों में से भी घुस लेना छोड़ते नहीं.यह संरक्षण सोदें बहुत बड़ी रकम के होते हे एवम् उसकी जटिलता गुप्तता के कारण सामान्य लोगों को उसकी कोई जानकारी प्राप्त नहीं होती इसलिए ऐसे सोदों में घुस लेना अबतक बहुत आसान था.

यह भी वास्तविकता हे की आज़ादी से लेकर आजतक जितने भी संरक्षण घौटाले सामने आये सभी में नहेरु और गाँधी परिवार का ही नाम सामने आया हे.लश्कर के लिए विदेशी जीप खरीदनेमें १९४८में जवाहरलाल नहेरु की प्रथम सरकार में ८० लाख रुपये का जीप घौटाला हुआ.इसी तरह गाँधी परिवार के ट्रेडमार्क समान करोड़ो रुपये का बोफोर्स घोटाला,टेट्रा ट्रक घोटाला,सबमरीन घोटाला,हेलिकोप्टर घोटाला इत्यादि जैसे जितने भी संरक्षण घोटाले पिछले सात दशक में बाहर आये उन सभी का कनेक्शन कहीं कहीं गाँधी परिवार तक ही पहुंचता हे.

हाल ही में क्रिश्चेन मिशेल नामके बिचोलिये को भारत लाया गया हे, तब अगस्ता वेस्टलेंड हेलिकोप्टर घोटाले से जुड़े सभी लोगों को शर्दियों में फिर से गर्मी महसूस होने लगी है.२०१० में इटली की अगस्ता वेस्टलेंड कंपनी के साथ ३६०० करोड़ रुपये में १२ वीवीआईपी हेलिकोप्टर खरीदने का सौदा भारत सरकार ने किया, किन्तु इटली की अदालत में चल रहे केस में भांडा फुट गया की यह सोदे में ३६० करोड़ की घुस तय हुई हे जिसमे से १२५ करोड़ का भुगतान तो भारत में हो भी गया हे.इटली के मिलान शहर की अदालत के नतीजे में पेइज नंबर १९३ और २०४ पर चार बार सिग्नोरा गाँधी यानिके मिसिस गाँधी का नाम लिखा हे.उसमे यह भी उल्लेख हे की मिसिस गाँधी के कोई एक राजकीय सचिव ने यह सोदे में बिचोलिये से १२५ करोड़ की घुस ली हे.

अगस्ता वेस्टलेंड की यह सभी बाते अब जगजाहिर हो चुकी हे लेकिन बहुत कम लोगों को याद होगा की वेस्टलेंड और गाँधी परिवार का रिश्ता बहुत पुराना हे.राजीव गाँधी जब प्रधानमंत्री थे तब १९८५ में ब्रिटन की वेस्टलेंड कंपनी से २१ हेलिकोप्टर की खरीदी में भी बड़ा घोटाला हुआ था.विशेषज्ञों की राय मानते हुए राजीव गाँधी ने . करोड़ पाउंड में २१ हेलिकोप्टर वेस्टलेंड से ख़रीदे थे.१९८६ में यह हेलिकोप्टर्स का आगमन भारत में हुआ लेकिन उसकी डिज़ाइन में कोई बड़ी टेक्नीकल क्षति सामने आई और दो हेलिकोप्टर्स के अकस्मात के बाद सरकारने वेस्टलेंड के हेलिकोप्टर्स की उड़ान पर पाबंदी लगा दी.आखिर में उन हेलिकोप्टर्स के कबाड़ को बहुत ही सस्ती रकम में बेचकर सरकार को लाख के बारह हजार करने की नोबत आई.१९९९में ब्रिटन की यह वेस्टलेंड कंपनी को इटली की फिनमेक्कानिका ने खरीदी और उसका नाम हुआ अगस्ता ववेस्टलेंड.२०१० में फिर से कांग्रेस सरकार ने इसी कंपनी के साथ ३६०० करोड़ रुपये में १२ वीवीआइपी हेलिकोप्टर खरीदने का सौदा किया.

सभी के मन में यह सवाल उठना स्वाभाविक हे की इसी कंपनी के साथ भूतकाल में हुए ख़राब अनुभव के बावजूद भी कांग्रेस सरकार ने इसी कंपनी को फिर से ऑर्डर क्यों दिया ? देश के लाखो लोगों द्वारा देश के विकासकार्यो के लिए दिए गए टेक्स के रुपियों का ऐसा दुरपयोग क्यों ? हम लोग अपनी महेनत की कमाई से ईमानदारीपूर्वक टेक्स भरे और हमारे इस टेक्स के रुपियों से कौभांडी सताधिश अपनी तिजोरी भरे ? सालो तक ऐसे तो कई सोदों में गाँधी परिवार ने अबजो रुपये अपनी तिजोरी में जमा किये हे उसके एक के बाद एक सबूत सामने रहे हे.अदालत द्वारा उसको जो भी सजा मिल शकती हे वो मिलेगी लेकिन इस देश के लाखो गरीब,पीड़ित वंचित लोग उसको कभी माफ़ नहीं करेंगे.

किसी भी देश की प्रगति और समृध्धि के लिए जरुरी हे एक प्रामाणिक और इमानदार सरकार.सतापक्ष और विरोधपक्ष के बिच जनसेवा प्रामाणिकता की हरिफाई होनी चाहिए.राजनीती में लोग जब कुछ पाने के लिए नहीं किन्तु देश के लिए कुछ करने के जज्बे के साथ समर्पण भाव से देश के गरीब,पीड़ित और शोषितों के उत्थान के लिए कम करेंगे,भ्रष्टाचारीयों का जब सामूहिक बहिष्कार और तिरस्कार होगा और जब पूरा देश साथ मिलकर प्रामाणिकता का पर्व मनायेगा तब सही मायने में इस देश में सोने का सूरज निकलेगा.आशा अमर हे.वंदेमातरम्,भारत माता की जय.