મેરા દેશ બદલ રહા હે
: દો સાલ બેમિસાલ : અભિનંદન મોદી સરકાર
દેશમાં કોંગ્રેસનાં છેલ્લાં દસ વર્ષનાં શાસનમાં
અબજોનાં કૌભાંડો, ભ્રષ્ટાચાર, અનિર્ણાયકતા ,દિશાહીનતા, મોંઘવારી, આર્થીક ગુનાખોરી,
વંશવાદ, વોટબેન્કની રાજનીતિ વગેરે જેવી બાબતોને લીધે દેશની પ્રજા ત્રાહિમામ પોકારી
ઉઠી હતી.દેશમાં ચારેબાજુ ઘોર નિરાશાનું વાતાવરણ હતું,દેશનું અર્થતંત્ર માંદુ પડી
ગયું હતું, વિશ્વમાં ભારતની શાખ નબળી થઇ ગઈ હતી, દેશનાં કિશાનો આત્મહત્યા કરવા
લાગ્યા હતા. તેમજ વૈશ્વિક રોકાણકારોએ પણ ભારત તરફથી તેમની નજર હટાવી લીધી હતી.આવાં
માહોલમાં ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીઓમાં દેશની જનતાએ વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઇ,
ગુજરાતનાં વિકાસ મોડેલને અપનાવી શ્રી નરેન્દ્રભાઈ મોદી ને ખોબલે – ખોબલે મતો આપ્યા
અને દેશનાં ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી ની સંપૂર્ણ બહુમત ધરાવતી સરકાર
બની. આજથી બે વર્ષ પહેલા દેશનાં વડાપ્રધાન તરીકે શપથ લેતી વખતે શ્રી નરેન્દ્રભાઈ એ
કહ્યું હતું “ હું દેશનો પ્રધાનમંત્રી નહી પરંતુ દેશનો પ્રધાનસેવક છું. અમારી
સરકાર દેશની જનતાનાં સપના સાકાર કરવા માટે તેમજ દેશની ઉન્નતી માટે રાત અને દિવસ
મહેનત કરશે. અમે દર વર્ષે પ્રજાને અમારાં કામનો હિસાબ આપીશું.”
આજે જયારે મોદી સરકારને બે વર્ષ પુરા થયા છે
ત્યારે સરકાર સામે ચાલીને પ્રજાની વચ્ચે જઈને પોતાનાં કાર્યોનો હિસાબ આપે છે.
દેશનાં ઇતિહાસમાં આ પણ એક અભૂતપૂર્વ ઘટના છે. અત્યાર સુધીની સરકારો દર પાંચ વર્ષે
પ્રજા વચ્ચે જતી અને તે પણ ફક્ત મતો માંગવા જ જતી હતી પોતાનાં કામનો હિસાબ આપવા
નહી. બે વર્ષ એ આમ જોઈએ તો બહુ મોટો સમયગાળો ના કહેવાય. જેમ ક્રિકેટની રમતમાં નવો
બેટ્સમેન બેટિંગ કરવા આવે તો શરૂઆતની બે – ચાર ઓવર તો તેને સેટ થતાં થાય ત્યાર પછી
તે ધીમે ધીમે રન બનાવવાનું ચાલુ કરે. તેવી જ રીતે નવી સરકારને પણ સેટ થતાં સામાન્ય
રીતે એકાદ વર્ષનો સમય લાગે પરંતુ, આ તો નરેન્દ્રભાઈની સરકાર, બેટિંગમાં આવતાંની
સાથે જ પહેલા બોલથી જ ચોગ્ગા – છગ્ગા લગાવવાની એવી શરૂઆત કરી કે સામેની ટીમને હવે
કયો બોલ ફેંકવો તેની કોઈ સમજણ જ નાં પડી પરંતુ પ્રજાને મજા પડી. મોદી સરકારે બે
વર્ષનાં ટૂંકાગાળામાં દેશનાં તમામ ક્ષેત્રો અને તમામ વર્ગો માટે અનેકવિધ નવી
યોજનાઓ શરૂ કરી અને તેની સફળ અમલવારી દ્વારા દેશનાં લોકોને ઘોર નિરાશાની
ગર્તામાંથી બહાર કાઢી, તેઓમાં નવી આશા – ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરવાનું સરાહનીય
કાર્ય કર્યું છે.
મોદી સરકારની દીર્ઘ દ્રષ્ટિ, નીતિ વિષયક બાબતોમાં ત્વરિત નિર્ણય,
પારદર્શક વહીવટ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન વગેરે જેવી બાબતોને લીધે દેશનું અર્થતંત્ર
ઘણાં વર્ષો પછી ફરીથી ધમધમતું થયું છે. ચીનને પણ પાછળ રાખી ભારત વિશ્વનું સૌથી વધુ
ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. ચીનના ૬ ટકાના વિકાસદર સામે ભારતે ૭.૬ ટકાનો
વિકાસદર હાંસલ કર્યો અને અર્થતંત્રમાં નવી તેજીનાં મંડાણ થયા. વૈશ્વિક રોકાણકારો
પણ ફરીથી ભારત તરફ આકર્ષાયા અને વિદેશી રોકાણોના મામલે પણ ચીનને પાછળ રાખી છેલ્લાં
૧૮ મહિનામાં ભારતમાં વિદેશી રોકાણોમાં ૪૦ ટકાનો માતબર વધારો થયો. દેશનાં શેરબજારોમાં
પણ તેજીનો સંચાર થયો. જે રોકાણકારોએ શેરબજારથી મોં ફેરવી લીધું હતું તેવા
રોકાણકારોએ પણ ભારતની વિકાસનીતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ફરીથી શેરબજારમાં
પોતાનાં કામકાજો ચાલુ કર્યા. દેશનાં લાખો નાના રોકાણકારોને પણ સ્થિર અને નિર્ણાયક
સરકાર પર ભરોસો બેઠો અને તેઓએ પણ પોતાની બચતોનું ફરીથી શેરબજારોમાં રોકાણ કર્યું.
૨૦૧૫ – ૧૬નાં વર્ષમાં ઇક્વિટી મ્યુચલ ફંડમાં ૩૯ લાખ નવાં રોકાણકારોનાં ખાતા ખુલ્યા
અને છેલ્લાં એક જ વર્ષમાં કુલ ૭૦,૦૦૦ કરોડનું જંગી મૂડી રોકાણ મ્યુચલ ફંડમાં પણ
થયું.અર્થતંત્રની તેજીને લીધે ઉત્પાદન ક્ષેત્રે પણ ભારતની વૃદ્ધી છેલ્લાં આઠ
મહિનાની ટોચ પર પહોચી છે. દેશનાં ઓટો સેક્ટર માટે પણ ૨૦૧૫ – ૧૬નું વર્ષ શુકનિયાળ
સાબિત થયું. ૨૦૧૫ – ૧૬નાં વર્ષમાં ભારતમાં કારનું વેચાણ છેલ્લાં પાંચ વર્ષની ટોચે
પહોચ્યું છે. દેશનાં કોર્પોરેટ જગતે પણ સરકાર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને
પોતાનાં કારોબાર વિસ્તારવાની સાથે નવાં જંગી મૂડી રોકાણો કરવાનું આયોજન પણ કર્યું.
ફક્ત બે જ વર્ષનાં ટૂંકાગાળામાં સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની છબી બદલાઈ ગઈ અને
અમેરિકા,જાપાન,ચીન,રશિયા,ઇંગ્લેન્ડ સહીત વિશ્વનાં તમામ દેશો ભારત સાથે પોતાનાં
સંબધો સુધારવા માટે તલપાપડ બન્યા સાથે – સાથે વિશ્વનાં ખૂણે – ખૂણે રહેતાં તમામ
ભારતીયો પ્રત્યેનાં તેમનાં વલણમાં પણ સુખદ પરિવર્તન આવ્યું.
આ બધી ઘટનાઓ કોઈ કરિશ્માથી કમ નથી. ભારતનાં
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમનું પ્રધાનમંડળ લાખ – લાખ અભિનંદનનાં
હકદાર છે તેમાં કોઈ બે મત હોય જ નાં શકે.શ્રી નરેન્દ્રભાઈનાં નેતૃત્વમાં ભારત
ફરીથી વિશ્વગુરુ દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવો આપણે સૌ ‘સબકા સાથ સબકા
વિકાસ’ની રાજનીતિ અને કેન્દ્ર સરકારનાં વિકાસશીલ બે વર્ષને હર્ષોલ્લાસથી વધાવીએ
અને દેશનાં વિકાસ યજ્ઞમાં સહભાગી થઈએ. ભારત માતા કી જય.