વિડીયો જુઓ
નકસલવાદ શબ્દ સાંભળીએ એટલે સામાન્ય રીતે આપણાં
મનમાં જંગલોમાં હાથમાં બંદુકો લઇ ફરતા, પછાત દેખાતા લોકોનું ચિત્ર ઉપસી આવે.પરંતુ
અહીં વાત કરવી છે અર્બન નકસલવાદની, એટલે કે શહેરોમાં રહેતા નક્સલવાદીઓની.છેલ્લાં
થોડાં સમયથી આ શબ્દ બહુ પ્રચલિત બન્યો છે.તાજેતરમાં જ પ્રધાનમંત્રીશ્રીની હત્યાના
કાવતરાના આરોપમાં છ અર્બન નક્સલવાદીઓની ધરપકડ થઇ.આ અર્બન નકસલવાદ શું છે ? તે
સમજવાની કોશિશ આજે આપણે કરવી છે.
અર્બન નકસલવાદ વિશે સમજતા પહેલાં નકસલવાદ
વિશે પણ થોડી પ્રાથમિક જાણકારી મેળવીએ.આ પ્રવૃતીની શરૂઆત ઉતર બંગાળના એક તાલુકા
નક્સલબાડીથી થઇ તેથી તે નકસલવાદ તરીકે ઓળખાય છે.૧૯૬૭માં માર્ક્સવાદી પક્ષના કનુ
સંન્યાલ અને ચારુ મઝુમદારે જમીનદારોના જુલ્મ સામે ખેતમજુરો અને ગણોતીયાઓના સશસ્ત્ર
આંદોલનની આગેવાની લીધી.તેમની ધરપકડ થઇ,જેલ ગયા અને મૃત્યુ થયું.જે જગ્યાએથી
નકસલવાદની શરૂઆત થઇ ત્યાં અત્યારે આવી કશી પ્રવૃત્તિ ચાલતી નથી.પરંતુ માર્ક્સવાદી
પક્ષના આગેવાનો,યુવાનોએ જુદાજુદા આદિવાસી-પછાત વિસ્તારોમાં જઈ તેમની સમસ્યાઓમાં
મદદરૂપ થવાને બદલે તેમને સરકાર અને દેશ વિરુધ્ધ ઉશ્કેરવાનું ચાલુ કરી, નવાં નવાં
જૂથો ઊભા કરવાનું કાર્ય ચાલુ કર્યું.જે માઓવાદ તરીકે પણ ઓળખાય છે.
દેશને જેટલો ખતરો જિહાદી આતંકવાદથી નથી
તેનાંથી પણ વધુ ખતરો નક્સલી આતંકવાદથી છે.અમેરિકાના અધિકૃત આંકડાઓ મુજબ ઇસ્લામિક
સ્ટેટ્સ(આઈએસ) અને તાલીબાન પછીનું ત્રીજા નંબરનું સૌથી હિંસક આતંકવાદી સંગઠન નક્સલવાદીઓનું
છે.આજે નકસલી આતંકવાદ બંગાળ કરતાં ઘણા
વધારે મોટા પ્રમાણમાં તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, ઉડિસા, આંધ્રપ્રદેશ,મહારાષ્ટ્ર અને કર્ણાટકના
કેટલાંક વિસ્તારોમાં ફેલાયેલ છે.
અત્યાર સુધી બહુ ઓછા લોકોને ખબર હતી કે
નકસલવાદીઓ ફક્ત જંગલોમાં જ નથી રહેતા પરંતુ શહેરોમાં આપણી વચ્ચે પણ રહે છે.આ શહેરી
નક્સલીઓ ખાસ કરીને માનવ અધિકાર કાર્યકર્તા,સામાજીક
કાર્યકર,પ્રોફેસર,શિક્ષક,પત્રકાર,ફિલ્મ નિર્માતા,અર્થશાસ્ત્રી જેવા જુદા જુદા
સ્વાંગમાં જોવા મળે છે.તેઓ દેખાવે ખુબ જ સોફેસ્ટીકેટેડ હોય છે.ખુબ સારું અંગ્રેજી
બોલી જાણે છે અને સમાજમાં એક બુદ્ધિજીવી તરીકે પોતાની ઓળખ ઉભી કરેલી હોય છે.સમાજનો
યુવાવર્ગ તથા કહેવાતા આધુનિકતાવાદીઓ તેમના સોફ્ટ ટાર્ગેટ હોય છે. તેમની વાક્પટુતા
તથા પહેલી નજરે સાચું લાગે તેવા તર્ક દ્વારા તેઓ
સરકાર અને શાસનવ્યવસ્થા સામે લોકોને ઉશ્કેરવાનું કાર્ય સતત કરતા રહે છે.તેઓ
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્ક્સવાદ સાથે જોડાયેલા હોય છે. આયોજનબદ્ધ રીતે ચાલતી
અન્ડરગ્રાઉન્ડ વ્યવસ્થાના તેઓ ભાગ હોય છે.નિયમિત રીતે તેઓ એકબીજા સાથે સંપર્કમાં
રહી પોતાની કાર્યયોજનાઓ બનાવતા રહે છે.તેમના દ્વારા અનેક એનજીઓ ચલાવવામાં આવે છે.આ
એનજીઓને જુદાજુદા આતંકવાદી જૂથો અને દેશ વિરોધી વિદેશી સંસ્થાઓ દ્વારા ફંડિંગ
પૂરું પાડવામાં આવે છે અને આ ફંડનો ઉપયોગ દેશના ભાગલા કરવાની પ્રવૃતિઓ માટે
કરવામાં આવે છે. આ શહેરી નક્સલી જંગલમાં રહેતા નક્સલીઓને કાનૂની દાવપેચ અને ઈમાનદાર
ઓફિસરોને ફસાવવા માટેની ટ્રેનીંગ પણ આપે છે.પોતાના પર નકલી હુમલો કરાવવો તથા
બળાત્કારના ખોટા આરોપો લગાડવા,ખોટા કેસો કરવા,કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવી,છાપાંમાં
સરકાર વિરુધ્ધ લેખો લખવા, આવી બધી બાબતોમાં તેઓ માહિર હોય છે.યુવાનોમાં અસંતોષ ઉભો
કરવો,ખેડૂતો,મજુરો,દલિતોને ઉશ્કેરવા આ બધા દ્વારા તેઓ સરકાર વિરુધ્ધ માહોલ
બનાવવાની કોશિષ કરતા રહે છે.સમાજમાં જ્ઞાતિ-જાતિ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવું,લોકોને
પોલીસ અને જવાનો સામે ઉશ્કેરવા,ધર્મ પ્રત્યેની લોકોની શ્રધ્ધાને ડગમગાવવી,સરકારી
તંત્ર સામે ખોટા આક્ષેપો કરી તેમના આત્મવિશ્વાસને નબળો પાડવો તથા અમીર અને
મધ્યમવર્ગની સામે ગરીબોને ઉશ્કેરવા વગેરે જેવા કાર્યો દ્વારા આ અર્બન નકસલવાદીઓ
દેશની સંસ્કૃતિ અને લોકશાહીને ખતમ કરવા માટેના કાવતરા કરતા રહે છે.
આ અર્બન નકસલવાદીઓનો અંતિમ ધ્યેય શું છે ?
આ સવાલ હરકોઈના મનમાં થાય.ભારતીય ગણતંત્રનું વિઘટન કરી, દેશના ટુકડા કરી નાના-નાના
સામ્યવાદી દેશો બનાવવા અને માઓવાદી ચીન જેવા કોમ્યુનીસ્ટ શાસનની સ્થાપના કરવી તે જ
તેનો મુખ્ય ઉદેશ છે.આ જ ડાબેરીઓએ આઝાદી પહેલાં ભારતના ભાગલાનું સંપૂર્ણ સમર્થન કરી
દેશના ૩૦ જેટલા ટુકડા કરવાની ભલામણ કરી હતી.આજે પણ આવા ડાબેરી વિચારધારા સાથે
જોડાયેલા લોકો અભિવ્યક્તિની આઝાદીના નામે અલગાવવાદી સંગઠનોને સાથ આપી રહ્યા છે.
અહીંયા એ પણ સમજવું જરૂરી છે કે આ
નકસલવાદીઓ ભાજપા,નરેન્દ્ર મોદી કે સંઘના દુશ્મન નથી. પરંતુ તેઓ ભારતના દુશ્મન
છે.દિલ્હીમાં બેઠેલી દરેક સરકાર તેમની દુશ્મન છે.બહુ દુઃખની વાત છે કે જે અર્બન
નકસલવાદીઓની કોંગ્રેસ શાસનમાં ધરપકડો કરવામાં આવી હતી, તે જ કોંગ્રેસ આજે તેમના
સમર્થનમાં ઉતરી આવી છે.માત્ર ને માત્ર વર્તમાન મોદીસરકારના વિરોધ માટે દેશના દુશ્મનોને
સાથ આપવો એ શું યોગ્ય છે ? એક રાજકીય પક્ષ તરીકે સતાપક્ષનો વિરોધ કરવાનો અધિકાર
છે.પરંતુ સતા માટે તમે એટલી હદે બેબાકળા થઇ જાવ કે દેશવિરોધી તત્વોને સાથ આપતા પણ
અચકાવ નહીં ? આ ભૂલ અક્ષમ્ય છે.સાચો ભારતીય આવી ભૂલ ક્યારેય માફ કરી શકે નહીં.સૌ
દેશવાસીઓએ આવા દેશવિરોધી રાજકીય પક્ષોને ઓળખી લેવાની જરૂર છે.ભારત દેશના ફરીથી
ટુકડા ન થાય તે માટે રાજકીય દાવપેચ છોડી બધા રાજકીય પક્ષો સાથે મળીને દેશવિરોધી
તત્વોનો ખાત્મો બોલાવવા મક્કમ બને અને આપણે સૌ દેશવાસીઓ પણ લોકોને સરકાર વિરુધ્ધ
કે દેશ વિરુધ્ધ ઉશ્કેરતા આવા અર્બન નક્સલીઓને ઓળખી લઇ તેમનો સામાજીક બહિષ્કાર કરીએ
અને લોકોમાં દેશ પ્રત્યે જાગૃતતા લાવી ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ ના સપનાને સાકાર
કરવામાં સહયોગી બનીએ તે જ પ્રાર્થના.ભારત માતાકી જય – વન્દેમાતરમ.