કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાયા પછીનું મોદી સરકારનું પ્રથમ બજેટ નાણાંમંત્રી અરુણ જેટ્લી દ્વારાં આજે સંસદમાં રજુ થયું.અત્યાર સુધી ભાજપનાં ચુંટણી પ્રચારમાં ભારતનાં વિકાસની અને સારાં દિવસો આવશે તેવી વાતો થઈ,ત્યારબાદ ભાજપનાં ચુંટણી ઢંઢેરામાં પણ ભારતનાં વિકાસ માટેનાં વચનો અપાયા,પરંતુ મોદી સરકારનાં આ પ્રથમ બજેટ દ્વારાં એ વાત સાબીત થાય છે કે અત્યાર સુધી ભાજપ દ્વારા જે વચનો અપાયા તે વચનો પુરાં કરવા માટે આ સરકાર પુરે પુરી કટીબધ્ધ છે.પહેલી નજરે બજેટ જોતાં જ ખ્યાલ આવે કે આ એક અર્થપુર્ણ અને લાંબાગાળાનાં વિઝન સાથેનું સકારાત્મક બજેટ છે.ખુબ જ ટુંકાગાળામાં તૈયાર થયેલાં આ બજેટમાં સરકારે નીતિલક્ષી નિર્ણયો દ્વારાં અર્થતંત્ર ને વેગ મળે,મોંઘવારી ઘટે અને છેવાડાનાં માનવીનો પણ વિકાસ થાય તેવાં પગલાંઓ લીધાં છે.આ બજેટ માટે સરકાર અભીનંદન ને પાત્ર છે.
નાનાંરોકાણકારો અને શેરબજારને લાગે વળગે છે તેવી જોગવાઈઓની જો વાત કરીએ તો આ બજેટ લોકોની બચતોને વેગ આપશે.છેલ્લાં છ-સાત વર્ષથી મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગ જેની રાહ જોતાં હતા તે ઈન્કમટેક્સ સ્લેબમાં છુટની સીમા વધારવામાં આવી,૮૦સી હેઠળ ટેક્સમાં છુટ મેળવવા માટે રોકાણની સીમામાં વધારો,પીપીએફની રોકાણ મર્યાદામાં વધારો,હોમલોનનાં વ્યાજની ઈન્કમટેક્સમાં અપાતી છુટમાં પણ વધારો.આમ,આ નવાં ફેરફારોને લીધે લોકોની બચતમાં વધારો થશે અને તે બચત રોકાણોમાં પરીવર્તીત થઈ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે શેરબજારમાં આવશે તેથી બજારમાં ફરીથી ધમધમાટ આવશે.નાનાં રોકાણકારો જે છેલ્લાં સાત-આંઠ વર્ષથી શેરબજારથી દુર થઈ ગયા હતાં તે ફરી થી બજારમાં સક્રીય થશે.તેથી બજારનાં વોલ્યુમમાં પણ વધારો થશે.એ જ રીતે જીવન જરુરી ચીજ વસ્તુઓ પર ટેક્સમાં રાહત આપવાથી ભાવો ઘટશે તેથી લોકોની બચતમાં વધારો થશે.મોંઘવારી રોકવા માટે બજેટમાં ૫૦૦ કરોડનાં ફંડની જોગવાઈ કરેલી છે.તેથી લાંબાગાળે મોંઘવારી ઘટશે અને લોકોની બચતોમાં વધારો થશે જે અર્થતંત્ર માટે ફાયદારુપ બનશે.બજેટમાં સરકારે લીધેલાં કેટલાંક નીતિલક્ષી નિર્ણયો પણ અર્થતંત્રને વેગ આપશે.રેલ્વે બજેટમાં એફડીઆઈની જાહેરાત કર્યા બાદ આ બજેટમાં કેન્દ્ર સર્કારે ડિફેન્સ અને વિમા ક્ષેત્રો માટે પણ એફડીઆઈ ની મર્યાદા વધારવાની જાહેરાત કરૂ છે.આ ક્ષેત્રોમાં વિસ્તરણ માટે મોટાં રોકાણોની જરુર છે જે હવે એફડીઆઈ દ્વારાં શક્ય બનશે.આમ,જોઈએ તો મોદી સરકારનું પહેલું બજેટ બજારને ખુશ રાખવામાં સફળ રહ્યું છે.બજારમાં તેજીનો સિલસિલો ચાલુ રહેશે.બેંક અને આઈટી સેક્ટર માટે આવતું વર્ષ સાધારણ રહેશે.જ્યારે સિમેન્ટ,પાવર,ઈન્ફ્રાસ્ટ્ર્કચર અને કૃષી સંલગ્ન ક્ષેત્રોમાં તેજીનો સંચાર થશે.બીજાં સારાં સમાચાર એ છે કે FII ચાઈના માટે નેગેટીવ છે અને ભારત માટે પોઝીટીવ છે.હાલનાં સ્તરે થી બજાર મજબુત રહેશે.આવનારાં બે થી ત્રણ વર્ષ માટેનાં લાંબા સમય માટે શેરબજારમાં રોકાણૉનું આયોજન કરી શકાય.