કેન્દ્રીય બજેટ ૨૦૧૫-૨૦૧૬ ભારતના અર્થતંત્ર માટે ખુબ જ મહત્વનું બજેટ છે. ભારતીય અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવાનું કામ આ બજેટ કરશે.શેર બજારમાં નવી તેજીની શરૂઆત થશે.આ બજેટ ‘‘સૌનો સાથ. અને સૌના વિકાસના મંત્રને સાર્થક કરતું બજેટ છે. જેમાં યુવાનોને રોજગાર, કિશાનોની પ્રગતિ અને ગરીબોની સમૃદ્ધિ દ્વારા દેશને આર્થિક પ્રગતિની નવી ઉચાઇ પર લઇ જવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.જેના દ્વારા અર્થતંત્રના લાંબા ગાળાના લક્ષ્યાંકો સિદ્ધ થઇ શકશે.
દેશના શેર બજાર અને નાના રોકાણકારોને સીધી કે આડકતરી રીતે હકારાત્મક અસરો થાય તેવા કેટલાક અગત્યના નિર્ણયો આ બજેટમાં લેવામાં આવ્યા છે. જેમ કે ઓલ્ટનેટીવ ઇનવેસ્ટમેન્ટ ફંડમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોને મંજુરી અપાઇ છે. તેનાથી વિદેશમુડી શેર બજારમાં વધશે. અને FII માટેના નિયમો પણ સરળ થયા છે. આગામી દિવસોમાં રોકાણકારો ઇન્ફ્રાસ્ટ્રકચર, આઇ.ટી., ડીફેન્સ અને બેંકીગ ક્ષેત્રમાં રોકાણકરીને ખૂબ જ સારું વળતર મેળવી શકશે. ભારતમાં લાખો ટન સોનુ વર્ષો સુધી ફક્ત ઘરમાં જ સંગ્રહાયેલું પડયું રહે છે. તેના પર ભાવ વધારા સિવાયનો કોઇ લાભ રોકાણકારીને મળતી નથી અને તેના માટે સોનું પણ વેંચવુ પડે છે. ભારતમાં પ્રથમ વખત આ બજેટમાં નાણામંત્રીશ્રીએ મેટલ બેંકની યોજના જાહેર કરી છે. જે મુજબ ઘરમાં મુકેલું સોનું તમારી આવકનો નવોસ્ત્રોત બનશે. રોકાણકારો સોનું મેટલ બેંકમાં જમા કરાવી તેના પર નિયમિત વ્યાજ મેળવી શકશે. આ ઉપરાંત આરોગ્ય વિમા ઉપર કપાતની મર્યાદા ૨૫૦૦૦ સુધી કરી, પેન્શન ફંડમાં યોગદાનની મર્યાદા ૧.૫ લાખની કરવામાં આવી, ટ્રાન્સપોર્ટ ભથ્થામાં પ્રતિમાસ રૂ. ૧૬૦૦નો વધારો વગેરે જેવા સુધારાઓથી વ્યક્તિગત કરદાતાઓને ૪,૪૪,૨૦૦ રૂ. સુધીની આવક સંપુર્ણ કર મુક્ત થશે.

આ બજેટ અર્થતંત્રના દરેક પાસાંને સ્પર્શે છે. મેકીંગ ઇન્ડીયાની નિતીને પણ પ્રોત્સાહિત કરે છે. તેના લીધે દેશમાં આર્થિક ગતિવીધિઓમાં વધારો થશે અને રોજગારી વધશે. ભારતની જનતાએ સુસાશન અને વિકાસના એજન્ડા પર મોદી સરકારને મતો આપ્યા હતા તેથી આ બજેટ પર લોકોને ખુબ જ અપેક્ષા હતી સામે છેલ્લા ૧૦ વર્ષના કોંગ્રેસના શાસનમાં દેશ આર્થિક મંદી તરફ ધકેલાઇ ગયો હતો. દેશનો આર્થિક વિકાસદર ફરીથી વધારવો તે સૌથી મોટો પડકાર નાણામંત્રી માટે છે. તેવા સંજોગોમાં મોદી સરકારે દોરડા પર ચાલવાનુ સંતુલન દેખાડયું છે. તેથી આવતા દિવસોમા ભારતનો આર્થિક વિકાસદર બે આંકડાએ પહોંચશે તેમજ ભારતના તમામ નાગરીકોની આર્થિક સમૃધ્ધિ અને સુખાકારીમાં વધારો થશે.
આમ, કેન્દ્રીય બજેટ ૨૦૧૫-૧૬ને ભારતના અર્થતંત્રને સુપરપાવર બનાવવાની બ્લુ પ્રિન્ટ કહી શકાય.