બુધવાર, 31 ઑક્ટોબર, 2018

સરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને સો-સો સલામ


આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સરદારસાહેબના વિરાટ વ્યક્તિત્વને છાજે તેવી તેમની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાપર્ણ સરદાર સરોવર ડેમ ખાતે કરી આ મહામાનવને સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલી પાઠવી છે.સરદાર પટેલ પ્રખર રાષ્ટ્રપ્રેમી,કુશળ સંગઠક અને કૌટિલ્ય જેવી રાજકીય સમજ ધરાવતા રાજપુરુષ હતા.તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન હતા.અત્યંત સાદગીભર્યું જીવન જીવતા સરદારસાહેબ ‘વાતો ઓછી અને કામ વધુ’ના સિધ્ધાંતનું અક્ષરસઃ પાલન કરતા.તેઓ વર્ણભેદ,વર્ગભેદ,જ્ઞાતિવાદ કે પ્રાંતવાદના વિરોધી અને રાષ્ટ્રીય એકતાના પ્રખર હિમાયતી હતા.

વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા સરદાર પટેલ અખંડ ભારતનાં શિલ્પી તરીકે પણ ઓળખાય છે.જો સરદાર ન હોત તો આજે ભારત નાના નાના ટુકડાઓમાં વહેંચાય ગયો હોત.ભારતનાં જ અમુક વિસ્તારોમાં જવા માટે આપણે વિઝા લેવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોત.

૧૫ ઓગષ્ટ ૧૯૪૭માં આપણે અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થયા પરંતુ આપણી સામે બહુ વિકટ સમસ્યા હતી દેશી રજવાડાંઓની.ભારતમાં કુલ ૫૬૫ જેટલાં રાજા-રજવાડાંઓ હતા.જેમનું પોતાનું સ્વતંત્ર અસ્તીત્વ હતું.તેમના વિસ્તારોમાં તેમની સરકાર,તેમનું સૈન્ય અને તેમની જ હકુમત ચાલતી હતી.આ દેશી રિયાસતોના વિલીનીકરણ માટે ૫ જુલાઈ ૧૯૪૭ના રોજ સરદાર પટેલનાં નેતૃત્વમાં સ્વતંત્ર વિભાગની રચના કરવામાં આવી હતી.૧૧ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં સરદાર પટેલે તેમના ભાષણમાં રજવાડાંઓને ભારતમાં જોડાઈ જવા એલાન કર્યું હતું.ત્યારબાદ જુનાગઢ,હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ એવાં રાજ્યો હતા કે જે ભારત સંઘમાં જોડાવા માંગતા નહોતા એ સિવાયના ૫૬૨ રજવાડાંઓ વિલીનીકરણના ખતપત્ર પર સહી કરી સ્વેચ્છાએ ભારતમાં જોડાઈ ગયા હતા.

આજે એક વાર જમીનનો ટુકડા માટે પણ ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડાઓ થાય છે.આજે અમુક લોકો પોતાના સમાજને સરકાર હજુ વધુ શું આપે તે માટે આંદોલનો દ્વારા દેશની શાંતિ અને એકતા તોડવાના કૃત્યો કરી રહ્યા છે ત્યારે આ ૫૬૨ રજવાડાંઓએ સરદાર સાહેબના એક અહવાનથી અખંડ ભારતની રચના માટે પોતાના રાજ્યો અને આજની તારીખે જેની અબજો અને ખર્વો રૂપિયાની કિંમત થાય તેવી મિલકતો,જમીન-જાયદાદ દેશને અર્પણ કરી દીધી હતી.

આપણાં માટે ગૌરવની વાત છે કે સમગ્ર ભારતનાં કુલ ૫૬૨ રજવાડાઓમાંથી અખંડ ભારતમાં ભળવાનો સૌ પ્રથમ સ્વૈચ્છિક નિર્ણય લેનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાય જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. તે વખતે ગુજરાતમાં પણ કુલ ૩૫૦ રજવાડાઓ હતા જેમાંથી ૨૨૦ જેટલાં નાના-મોટા રજવાડાઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હતા. કૃષ્ણકુમારસિંહજીને સ્વતંત્ર રાજ્યનાં હિમાયતી રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો.પરંતુ તેઓ પ્રજાને જવાબદાર શાશન વ્યવસ્થા આપવા માંગતા હતા.તેમણે દિલ્હી જઈ ગાંધીજીને રૂબરૂ મળી પોતાનો નિર્ણય જણાવવાનું નક્કી કર્યું.દિલ્હી પહોંચી મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ.મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ગાંધીજી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, 'આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?' મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જ જાય છે.

ત્યારબાદ ભારતનાં બીજાં બધા રજવાડાંઓએ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પગલે ચાલી પોતાનું રાજ્ય,જમીન-જાયદાદ બધું ભારતમાતાનાં ચરણોમાં સમર્પિત કરી દીધું.

આજનું અખંડ ભારત એ સરદાર પટેલની પ્રખર રાષ્ટ્ર્નીષ્ઠા,પ્રમાણિકતા,દૂરદર્શિતા અને ૫૬૨ રજવાડાંઓના રાષ્ટ્રપ્રેમ,ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને આભારી છે.આજે સરદાર પટેલ જયંતીએ આપણે પણ આપણા દેશની એકતા અને અખંડીતતા કાયમી જળવાય રહે તે માટે કટિબદ્ધ બનીએ.સૌ એક બની રાષ્ટ્રને તોડવાવાળી તાકાતોને ઓળખી તેનો દેશ નિકાલ કરીએ અને સમર્પણભાવથી દેશહિતનાં કર્યો કરતા રહીએ તે જ અભ્યર્થના.જય સરદાર - ભારત માતા કી જય – વંદે માતરમ.

महामानव सरदार पटेल की राष्ट्रनिष्ठा और ५६२ रजवाड़ों के त्याग एवंम राष्ट्र के प्रति समर्पण को सो-सो सलाम


आज सरदार वल्लभभाई पटेल की जन्म जयंती है.प्रधानमंत्रीश्री नरेन्द्रभाई मोदी ने आज सरदारसाहब के विराट व्यक्तित्व को जचे ऐसी उनकी विश्व की सबसे ऊँची प्रतिमा का लोकार्पण सरदार सरोवर डेम पर करके ऐसे महामानव को आजतक की सर्वश्रेष्ठ श्रध्धांजलि अर्पण की हे.सरदार पटेल प्रखर राष्ट्रप्रेमी,कुशल संगठक और कौटिल्य जैसी राजकीय समज रखनेवाले राजपुरुष थे, जो देश के प्रथम नायब वडाप्रधान और गृहप्रधान थे.अत्यंत सादगीपूर्ण जीवन जीनेवाले सरदार साहबबातें कम और काम ज्यादाके सिध्धांत का अक्षरशः पालन करते थे.वो वर्णभेद,वर्गभेद,ज्ञातिवाद प्रांतवाद के विरोधी और राष्ट्रिय एकता के प्रखर हिमायती थे.

विचक्षण बुध्धि प्रतिभा के धनी सरदार पटेल अखंड भारत के शिल्पी के नाम से भी पहचाने जाते है.अगर सरदारसाहब होते तो आज भारत छोटे छोटे टुकड़ों में बट गया होता और अपने ही देश के कुछ हिस्सों में जाने के लिए हमें वीज़ा लेने की नौबत जाती ऐसी परिस्थिति का निर्माण हुआ होता.
१५ अगष्ट १९४७में हम अंग्रेजों की गुलामी से तो मुक्त हुए किन्तुं हमारे सामने बहुत बड़ी समस्या थी देशी रजवाड़ों के विलीनीकरण की.भारत में ५६५ जितनी रियासते थी.जिनका अपना स्वतंत्र अस्तित्व था.अपने इलाके में अपनी सरकार,अपना सैन्य और अपनी हुकूमत थी.इन देशी रियासतों के भारत में विलीनीकरण के लिए जुलाई १९४७ के दिन सरदार पटेल के नेतृत्व में स्वतंत्र विभाग की रचना हुई.११ अगष्ट १९४७ के दिन दिल्ही के रामलीला मैदान में सरदार पटेल ने उनके भाषण में इन देशी रियासतों को भारत में जुड़ जाने का आह्वान किया.उसके बाद जूनागढ़,हैदराबाद और कश्मीर यह तीन राज्य ऐसे थे जो भारत संघ में जुड़ना नहीं चाहते थे, लेकिन इनके अलावा ५६२ रियासतों ने भारत में जुड़ने के लिए खतपत्र में स्वेच्छा से अपने दस्तखत कर दिए.

आज एक छोटे से टुकड़े के लिए भी भाईओं को ज़गड़ते हुए हम अक्सर देखतें है.आज कुछ लोग सरकार की ओर से ज्यादा से ज्यादा सहाय प्राप्त करने हेतु आंदोलन करके देश की शांति एकता तोड़ने के दुष्कर्म करते रहते , तो दूसरी ओर इन ५६२ रजवाड़ों ने अखंड भारत की रचना के लिए अपने राज्यों और आज की तारीख में जिसकी किंमत अबजो-खर्वो में हे ऐसी जमींन-जायदाद सब कुछ हसी ख़ुशी देश को अर्पण कर दिया.

हमारे लिए गौरव की बात हे की समग्र भारत के ५६२ रजवाड़ों में से अखंड भारत में विलीन होने का सौप्रथम निर्णय भावनगर के महाराजा कृष्णकुमारसिंहजी ने लिया था.देश को स्वतंत्रता प्राप्त हो गई,पाकिस्तान अलग हो गया लेकिन देशी रजवाड़ों के प्रश्नों का अभी कोई समाधान नहीं हुआ था.कई रियासतें स्वतंत्र रहकर अपनी सता टिकाये रखने के ख्वाब देख रही थी.कायदे आजम ज़िन्हा और उनके साथीदार पाकिस्तान में जुड़ने के लिए राजवीओं को ललचा रहे थे.उस वक्त गजरात में भी ३५० रियासते थी जिसमें से २२० रियासते सौराष्ट्र में थी.सौराष्ट्र के भावनगर के महाराजा कृष्णकुमारसिंहजी को भी अलग राज्य के हिमायती राजवीओ के जुट में सामिल होने का आग्रह किया गया था, लेकिन महाराजा अपनी प्रजा को एक जवाबदेही शाशन व्यवस्था देना चाहते थे.उन्होंने दिल्ही जा कर गांधीजी को स्वयं मिलके अपना मत बताने का निश्चय किया.दिल्ही पहोंचकर महाराजा ने गांधीजी को विनम्रतापूर्वक बताया की मेरा राज्य में आपके चरणों में सोंप रहा हु.हमारी निजी मिल्क्त इत्यादि के बारे में आप जो भी निर्णय करेंगे वो हमें मंजूर है.आपकी आज्ञा के मुताबिक ही हम सब कुछ करेंगे.भावनगर के महाराजा की ऐसी उदारता एवं विनम्रता से गांधीजी बहुत प्रसन्न हुए.गांधीजी ने फिरभी अपने संतोष के खातिर उनसे पूछाक्या आपने महारानीजी और अपने भाईओं से इसके बारे में पूछा है ? तब महाराजा का जवाब था की मेरे इस निर्णय में उनका अभिप्राय भी शामिल हे.

इसके बाद भारत के दुसरे रजवाड़ों ने भी महाराजा कृष्णकुमारसिंहजी के नक्शेकदम पर चलते हुए अपना राज्य,जमीन-जायदाद सबकुछ भारतमाता के चरणों में समर्पित कर दिया.

आज का यह अखंड भारत सरदारसाहब की प्रखर राष्ट्रनिष्ठा,प्रामाणिकता,दूरदर्शिता और ५६२ रजवाड़ों का राष्ट्रप्रेम,त्याग एवंम राष्ट्र के प्रति समर्पणभाव के आभारी है.आज सरदार पटेल जयंती के दिन हम सब अपने देश की एकता और अखंडितता के लिए कटिबध्ध बने.सब एक हो कर राष्ट्र को तोड़नेवाली ताकतों को पहेचानकर उसका देश निकाल करें और समर्पणभाव से देशहित के कार्य करते रहे यहीं अभ्यर्थना.जय सरदार - भारत माता की जयवंदेमातरम्