બુધવાર, 29 ઑગસ્ટ, 2018

પૂરગ્રસ્ત કેરળના રાહતકાર્યોએ અભ્યાસકાળમાં બોલાતી રાષ્ટ્રીયપ્રતિજ્ઞા ફરી યાદ કરાવી.

‘સૌ ભારતવાસીઓ મારા ભાઈ-બહેન છે’ નાં મંત્ર સાથે કેરળમાં માનવતા મ્હેકી ઉઠી

પુરગ્રસ્ત કેરળમાં હાલ ચાલી રહેલી રાહત કામગીરીએ આજે ફરી મને આપણી રાષ્ટ્રીયપ્રતિજ્ઞાની યાદ તાજી કરાવી છે.નાના હતા ત્યારે શાળામાં દરરોજ આપણે રાષ્ટ્રીયપ્રતિજ્ઞાનું પઠન કરતા.આપણી રાષ્ટ્રીયપ્રતિજ્ઞાની શરૂઆતની બે લીટીભારત મારો દેશ છે અને બધાં ભારતીયો મારા ભાઈ-બહેન છે.- જે આજે મને ફરી યાદ આવે છે. ભારત દેશનાં બધા નાગરિકો માટે પ્રતિજ્ઞાપત્ર બનાવવામાં આવેલું છે.પ્રતિજ્ઞાપત્રનો મુખ્ય ઉદેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવવાનો છે.
ભગવાનના પોતાના પ્રદેશ તરીકે ઓળખ ધરાવનાર કેરળ રાજ્ય થોડાં સમયથી અતિવૃષ્ટિ અને પુરની વિકટ પરિસ્થિતિમાં સપડાયું છે.ચારેબાજુ તબાહી,ગામના ગામ પાણીમાં ગરકાવ છે.લોકોને દિવસો સુધી જમવા માટે રોટલો ને સુવા માટે ઓટલો પણ ના મળે તેવી કારમી સ્થિતિમાં લોકો માંડ માંડ કરીને દિવસો પસાર કરી રહ્યા છે.ભારત સરકારે પણ તેને અતિ ગંભીર કુદરતી આફત ગણાવી,મોટી રકમની સહાય જાહેર કરી છે. તમામ પ્રકારની મદદ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.ગુજરાત સહીત અન્ય રાજ્યોએ પણ કેરળને ફરીથી બેઠું કરવા કરોડો રૂપિયાની સહાય જાહેર કરી છે.

કેરળના રાહતકાર્યમાં દેશનું સૈન્ય,એનડીઆરએફની ટીમ સહીત દેશભરમાંથી અનેક સેવાભાવી સંસ્થાઓ તથા ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો લોકોની મદદ કરવા પહોંચી ગયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ રાહતકાર્યમાં જોડાયા છે. જો કે આરએસએસના કાર્યકરો માટે નવું નથી. ભૂતકાળમાં પણ કાશ્મીરની પુર આફત હોય,મોરબીનું હોનારત હોય કે કચ્છનો ધરતીકંપ હોય આવી અનેક કુદરતી આફતોમાં સંઘના હજારો કાર્યકરો સેવાકાર્યોમાં નિ:સ્વાર્થ ભાવથી સ્વયંભુ જોડાયા છે.પરંતુ અહીં યાદ કરવું જરૂરી થઇ પડે કે, કેરળમાં છેલ્લાં પાંચ દશકાઓમાં દેશહિત માટે કામ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હજારો કાર્યકર્તાઓની સરજાહેર હત્યાઓ કરવામાં આવી છે.’આહુતિનામના પુસ્તકમાં બલીદાનીઓના નામ અને ફોટા સાથેની કરુણાંતિકા વર્ણવામાં આવી છે. જે વાંચીને ગમે તેવા કઠોર મનના માનવીનું હૃદય પણ દ્રવી ઉઠે. કેરળમાં ખુલ્લેઆમ થતી ગૌમાંસની મિજબાનીઓના દ્રશ્યો પણ આપણે સમાચારપત્રોના માધ્યમથી જોયા છે. તેમ છતાં કોઈપણ જાતના પૂર્વગ્રહ,વેરઝેર કે જ્ઞાતિ-જાતી,ધર્મ-સંપ્રદાયોના ભેદભાવ રાખ્યા વગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હજારો કાર્યકરો પોતાના જીવના જોખમે કેરળના લોકોને બચાવવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.સૌ દેશવાસીઓ મારા ભાઈ-બહેન છે તેવું દ્રઢપણે માની, તેઓ બધું ભૂલીને માનવતાકાજેદેશકાજે લોકોનાં જીવ બચાવવા નીકળી પડ્યા છે. એક સાચા ભારતીય અને સાચા દેશપ્રેમીની ઓળખ છે.

સમાચારોના માધ્યમથી પણ જાણવા મળ્યું છે કે કેરળમાં મુસ્લીમ યુવકો મંદિરની સફાઈ કરી રહ્યા છે તો હિંદુ યુવકો મસ્જીદ અને ચર્ચની સફાઈ કામગીરી કરી રહ્યા છે.દેશના જવાનો પણ જાનની બાજી લગાવી લોકોનાં જીવ બચાવી રહ્યા છે.આર્મી ના મેજર હેમંત રાજ, જે રજા પર હોવા છતાં લોકોને મદદ કરવા કેરળ પહોંચી ગયા છે.અનેક આઈએએસ ઓફિસર્સ પણ રાહતકાર્યમાં જોડાઈ રાત-દિવસ કામ કરી રહ્યા છે.કેરળનું એક મુસ્લીમ ડોક્ટર દંપતી ડો.નસીમા અને તેનાં પતિ ડો.નજીબ પણ છેલ્લાં ઘણાં દિવસોથી રાહત શિબિરમાં કશું ખાધા-પીધા વગર રાત-દિવસ વારાફરતી ફક્ત કલાકની ઊંઘ કરી જ્ઞાતિ-જાતી-ધર્મ કે સંપ્રદાય ના ભેદભાવ વગર લોકોની સેવા કરી રહ્યા છે.આવાં તો અનેક કિસ્સાઓ કેરળમાં ચાલી રહેલા રાહત કાર્યોમાં જોવા મળે છે.ત્યારે એમ થાય કે દેશને કોઈ તોડી નહીં શકે.વિવિધતામાં એકતા ધરાવતા દેશના લોકો સદીઓથી ભાઈચારા અને પરસ્પર પ્રેમ અને સોહાર્દની લાગણીથી જીવન જીવી રહ્યા છે. 

પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી અમુક રાજકીય પક્ષો અનામતને નામે તો કયાંક ધર્મના અલગ દરજ્જાને નામે દેશનું વાતાવરણ કલુષિત કરી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષોને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરીને તમારા રાજકીય સ્વાર્થ ખાતર જ્ઞાતિ-જાતી-ધર્મ-સંપ્રદાયો અને પ્રાંતો વચ્ચે વૈમનસ્ય ઉભું કરાવવાના હીન કૃત્યો બંધ કરો. દેશની અખંડીતતા જળવાઈ રહે અને આપણે સૌ પરસ્પર પ્રેમભાવથી એકબીજા સાથે હળીમળીને રહીએ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી દેશહિતના કાર્યો કરતા રહીએ અને આશા રાખીએ કે હવે પછીનું નવું કેરળ એક એવું કેરળ બની રહે કે જ્યાં કોઈ કોમી વૈમનસ્ય ના હોય,જ્યાં નિર્દોષોની હત્યા ના થાય,જ્યાં ગૌમાતાનું પૂર્ણ સન્માન થતું હોય અને જ્યાં દેશહિત પ્રથમ હોય. તે અભ્યર્થના સાથે ભારત માતા કી જયવન્દેમાતરમ.

બુધવાર, 22 ઑગસ્ટ, 2018

बड़ा कौन ? अभिव्यक्ति की आज़ादी या देश की सुरक्षा

अभिव्यक्ति की स्वतंत्रता के नाम पर देश विरोधी बकवास करना कितना उचित है ?
भारत विश्व का सबसे बड़ा लोकतांत्रिक देश हे । लोकशाही में सभी को विचार और वाणी स्वातंत्र्य प्राप्त हे । या फिर कहे हम सब को अभिव्यक्ति की आज़ादी हे । संविधान के अनुच्छेद १९ (१)के तहत हर व्यक्ति को अपना विचार व अपना मत रखने का पूरा अधिकार हे । तो दूसरी ओर अनुच्छेद १९ (२) में देश की अखंडितता और भाईचारे को किसी भी हाल में कलुषित नहीं होने देना और देश की सुरक्षा को खतरा हो ऐसा कोई भी कृत्य नहीं करना, यह भी बताया गया हे । देश की सुरक्षा को खतरा हो,किसी को दुःख पहोंचे,किसी का अपमान हो, या समाज में वर्गविग्रह हो ऐसा भाषा प्रयोग करने का संविधान ने किसीभी व्यक्ति को किसी भी रूप से कोई अबाधित हक़ नहीं दिया । आज के इस माहोल में वाणी स्वतंत्रता और वाणी स्वच्छंदता का भेद परखना बहुत जरुरी हे । आजकल वाणी स्वतंत्रता के नाम पर तथाकथित बौध्धिक लेखको,अभिनेताओं और नेताओं को आये दिन देश विरोधी बकवास करते हम देख रहे हे । वर्तमान समय में अभिव्यक्ति की आज़ादी के नाम पर कुछ भी बोलना मानो एक फेशन सी हो गई हे और तथाकथित बौध्धिको का एक खास वर्ग अनुच्छेद १९(१) की आड़ में उनके समर्थन के लिए निकल पड़ते हे । सोशियल मिडिया के अधिक प्रभाव के कारन भी इसका दुरपयोग बढ़ गया हे । फ्रीडम ऑफ़ स्पीच के नाम पर किसी भी धर्म का अपमान करना,देश के सर्वोच्च पद पर बैठे महानुभावो की खिल्ली उड़ानी,अपमान करना,देश का सोहार्दपूर्ण वातावरण ख़राब करना,देश विरोधी तत्वों को प्रोत्साहन देना,अपने देश को निचा दिखाना ऐसी घटनाएँ पिछले चार वर्षो में काफी बढ़ी हे ।

असहमति का साहस और विवेकपूर्ण सहमती ही लोकतंत्र की नीव हे । लोकशाही शासन व्यवस्था में सबको अपना मत रखने का अधिकार हे किन्तु आजकल तो मोदी विरोध में कांग्रेस का नेतागण इतनीं निम्नकक्षा पर पहुँच गया हे की वो देश विरोधी निवेदनबाजी करने में जराभी संकोच या शर्म मेहसूस नहीं करते । किसी एक धर्म विशेष के लोगों को खुश करने और अपनी वोटबेंक को बचाने के लिए कांग्रेस के नेताओं ने संविधान की सभी मर्यादाओ को पार कर दिया हे । हैरानी तो तब होती हे, जब राहुल गाँधी जे.एन.यु.में जाकर देश विरोधी नारेबाजी करनेवाले और आतंकी अफज़ल गुरु की बरसी मनानेवालो को खुल्लेआम समर्थन देते हुए कहतें हे की हम आपके साथ हे ! यही अफज़ल गुरु को कांग्रेस के प्रवक्ता प्रेस कान्फरंस में ‘अफज़ल गुरूजी’ कहेके संबोधित करते हे । शशी थरूर देश विरोधी नारेबाजी करनेवाले कन्हैया कुमार की तुलना शहीद भगतसिंह के साथ करते हे । दिग्विजयसिंह ओसामा बिन लादेन को ‘ओसमाजी’ कहेकर नवाजते हे । कांग्रेस के पूर्व केन्द्रीय मंत्री सैफुद्दीन सोज़ पाकिस्तान के परेवज मुशरफ के निवेदन को समर्थन देते हुए कहेते हे की कश्मीर को आजाद कर देना चाहिए । गुलामनबी आज़ाद ने भी कहा था की कश्मीरियो को आतंकियो से ज्यादा खतरा देश के सैनिको से हे ।

यह तो सिर्फ कुछ उदाहरण मात्र हे बड़े दुःख की बात तो यह हे की आज कांग्रेसियो के निवेदनो को ‘लश्कर ए तोयबा’ का समर्थन मिल रहा हे । यह नए प्रकार की कांग्रेस हे जो देश को तोड़नेवाली ताकतों को अपनी भाषण विला से मदद कर रही हे । क्या अभिव्यक्ति की आजादी के नाम पर देश विरोधी बकवास उचित हे ? तंदुरस्त स्पर्धा,वैचारिक मतभेद,सतापक्ष की खामिओं को उजागर करना,प्रजा के प्रश्नों के लिए मुहीम चलाना,प्रजाकिय योजनाओं को ओर बहेतर बनाने के लिए सुजाव देना,संसद के अंदर रचनात्मक चर्चाएँ करना, ये सारी चीजे तंदुरस्त लोकशाही के हित में आवकार्य हे, किन्तु  वाणी स्वतंत्रता के नाम पर देश की सुरक्षा खतरे में आये,देश विरोधी तत्वों को बल मिले इस प्रकार के निवेदन करना भी राष्ट्रद्रोह से कम नहीं हे । कांग्रेसियो और उनसे मिले हुए कुछ लेखकगण सराजाहिर देश विरोधी निवेदनबाजी कर रहे हे फिर भी उनका बाल भी बांका न हो, यह तो सिर्फ हिन्दुस्तान में ही संभव हे, क्यूंकि हमारा देश सही मायने में एक सहिष्णु देश हे, मगर ये हैरानी की बात हे की कुछ अभिनेताओं और नेताओं को इस देश में रहेने में फिरभी खतरा नज़र आता हे ।

अभिव्यक्ति की आज़ादी संविधान द्वारा प्रजा को मिली एक अनमोल भेंट हे । सबको अपना मत रखने का अधिकार हे किन्तु सता प्राप्ति की लालसा में देश विरोधी तत्वों को भूलसे भी बढ़ावा न मिले और इस देश का सार्वभौमत्व अमर रहे, इस बात का ध्यान रखने की जिम्मेवारी सभी राजनैतिक दलों की हे । लघुमति और बहुमति,सवर्ण और पिछडो,अमीर और गरीब इन सब राजकीय दावपेच में हमारी लोकशाही कहीं जंगलराज में परिवर्तित न हो जाये यह ध्यान रखने की जिम्मेवारी हम सब जागृत नागरिकों की हे ।

जहां स्वशासन न हो वहां सुशासन कभी संभव नहीं हे । देश के संविधान और उसने दिए स्वतंत्रता के अधिकारों का जतन करके देश विरोधी और संविधान विरोधी मानसिकता रखनेवाले लोगों को सही दिशा बताने का कम हम सबको करना होगा । आइए हम सब भी संविधान में दी गए हमारे फर्ज प्रामाणिकता से अदा करे । ज्ञाति-जाती,धर्म-संप्रदायों के और पक्षा-पक्षी के राजकारण से बहार आकर ‘देश प्रथम’ की भावना के साथ देशहित में कार्यरत सभी शक्तिओं को साथ देकर ‘नए भारत’ के निर्माण में सहभागी बनें यहीं आकांक्षा के साथ ‘वंदेमातरम्’ ।

કોણ મોટું ? અભિવ્યક્તિની આઝાદી કે દેશની સુરક્ષા.

અભિવ્યક્તિની સ્વતંત્રતાને નામે દેશવિરોધી બકવાસ કેટલો યોગ્ય ?
ભારત દેશ એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ છે.લોકશાહીમાં લોકોને વિચાર અને વાણીનું  સ્વાતંત્ર્ય હોય છે. અભિવ્યક્તિની આઝાદી હોય છે. બંધારણના આર્ટીકલ ૧૯(૧) મુજબ દરેક વ્યક્તિને પોતાનો વિચાર,પોતાનો મત રજુ કરવાનો સંપૂર્ણ અધિકાર છે,તો બંધારણના આર્ટીકલ ૧૯(૨)માં દેશની અખંડીતતા અને ભાઈચારાને નુકશાન ના પહોચાડવું તથા દેશની સુરક્ષા જોખમાય તેવું કોઈ કૃત્ય ના કરવું તે પણ જણાવવામાં આવ્યું છે. બંધારણમાં દેશની કોઈપણ વ્યક્તિને એવો કોઈ અબાધિત અધિકાર નથી મળ્યો કે તે એવું બોલી શકે કે જેથી દેશની સુરક્ષા જોખમાય,કોઈનું દિલ દુભાય કે કારમો વર્ગવિગ્રહ ઉભો થાય કે કોમી સંવાદિતા જોખમાય.વાણી સ્વતંત્રતા અને વાણી સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. વાણી સ્વતંત્રતાને નામે કેટલાંક કહેવાતા બુદ્ધિજીવી લેખકો,અભિનેતાઓ તથા નેતાઓ અવારનવાર દેશ વિરોધી બકવાસ ઠાલવતા રહે છે.વર્તમાન સમયમાં અભિવ્યક્તિની આઝાદીના નામે કંઈપણ બોલવું એ ફેશન થઇ ગઈ છે.કહેવાતા બુદ્ધિજીવીઓનો એક ખાસ વર્ગ આર્ટીકલ ૧૯(૧) ની આડ લઇ તેના સમર્થનમાં નીકળી પડે છે.સોશિયલ મીડિયાના ફેલાવાને લીધે તેનો દુરપયોગ પણ વધતો જાય છે. અભિવ્યક્તિની આઝાદીના નામે કોઈપણ ધર્મનું અપમાન કરવું,દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન લોકોની મજાક ઉડાડવી,દેશનું વાતાવરણ બગડે તેવાં નિવેદનો કરવા,દેશવિરોધી તત્વોને પ્રોત્સાહિત કરવા વગેરે જેવી ઘટનાઓ છેલ્લાં ચાર વર્ષમાં ખુબ વધી છે.

અસહમતીનું સાહસ અને વિવેકપૂર્ણ સહમતી એ લોકતંત્રનો પાયો છે.લોકશાહી શાસન વ્યવસ્થામાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે.પરંતુ આજકાલ તો મોદી વિરોધમાં કોંગ્રેસના નેતાઓ એટલી હલ્કી કક્ષાએ પહોંચી ગયા છે કે દેશ વિરોધી નિવેદનો આપતા પણ ખચકાતા નથી.કોઈ એક વર્ગ કે ધર્મના લોકોને ખુશ કરવા કે પોતાની વોટબેંક સાચવવા માટે કોંગ્રેસના નેતાઓ બંધારણની તમામ મર્યાદાઓ ઓળંગી રહ્યાં છે.રાહુલ ગાંધી જે.એન.યુ.માં જઈ દેશ વિરોધી નારા લગાવનારા અને સંસદ પર હુમલો કરનારા અને જેને ફાંસી આપવામાં આવેલી છે તેવા આતંકવાદી અફઝલ ગુરુની વરસી ઉજવનારા લોકોને ખુલ્લેઆમ ટેકો આપી નિવેદન કરે કે અમે તમારી સાથે છીએ. આ જ અફઝલ ગુરુને કોંગ્રેસના પ્રવક્તા પ્રેસ કોન્ફરન્સમાં ‘અફઝલ ગુરુજી’ કહીને સંબોધે,તો શશી થરૂર દેશ વિરોધી નારા લગાવનારા કન્હૈયા કુમારને શહીદ ભગતસિંહ સાથે સરખાવે. તો દિગ્વિજયસિંહ ઓસામા બિન લાદેનને ‘ઓસામાજી’ કહીને સંબોધન કરે, કોંગ્રેસના પૂર્વ કેન્દ્રિય મંત્રી સૈફુદ્દીન સોઝ પાકિસ્તાનના પરવેઝ મુશરફના નિવેદનને સમર્થન આપી કહે કે કાશ્મીરને આઝાદી આપી દેવી જોઈએ.ગુલામનબી આઝાદે પણ કહ્યું હતું કે કાશ્મીરીઓને આતંકી કરતા વધુ ખતરો દેશના સૈનિકોથી છે.

આ તો થોડાં ઉદાહરણ માત્ર છે. દુખની વાત એ છે કે આજે કોંગ્રેસના નેતાઓના નિવેદનોને ‘લશ્કર એ તોયબા’ દ્વારા સમર્થન મળી રહ્યું છે.આ નવા પ્રકારની કોંગ્રેસ છે જે દેશને તોડવાવાળી તાકાતોને પોતાના વાણી વિલાસ દ્વારા મદદ કરી રહી છે. અભિવ્યક્તિની આઝાદીને નામે દેશ વિરોધી બકવાસ કેટલો યોગ્ય છે ? તંદુરસ્ત હરીફાઈ,વૈચારિક મતભેદ,સતાપક્ષની ખામીઓ શોધવી,પ્રજાના પ્રશ્નો માટે લડત આપવી,પ્રજાલક્ષી યોજનાઓને વધુ સુદ્રઢ બનાવવા યોગ્ય વિરોધ કરી સૂચનો આપવા,સંસદમાં રચનાત્મક ચર્ચાઓ કરવી આ બધું એક તંદુરસ્ત લોકશાહી માટે આવકાર્ય છે. પરંતુ વાણી સ્વતંત્રતાને નામે દેશની સુરક્ષા જોખમાય,દેશ વિરોધી તત્વોને બળ મળે તે પ્રકારના નિવેદનો કરવા એ દેશદ્રોહ જ ગણાય.કોંગ્રેસીઓ અને તેના મળતિયા અમુક લેખકો જે ખુલ્લેઆમ દેશ વિરોધી નિવેદનો કરી રહ્યાં છે છતાં તેનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે આવું તો ભારતમાંજ શક્ય બને, કારણકે આપણો દેશ ખરા અર્થમાં એક સહિષ્ણુ દેશ છે,તો પણ કેટલાંક અભિનેતાઓ અને નેતાઓને આ દેશમાં રહેવામાં ખતરો લાગે છે ! છે ને આશ્ચર્યની વાત ?

અભિવ્યક્તિની આઝાદી એ બંધારણે આપેલી પ્રજાને સૌથી મોટી ભેંટ છે. સૌને પોતપોતાના વિચારો રજુ કરવાની સ્વતંત્રતા છે પરંતુ સતા મેળવવાની લ્હાયમાં દેશ વિરોધી તત્વોને ભૂલથી પણ પ્રોત્સાહન ના મળે અને આ દેશનું સાર્વભૌમત્વ ના જોખમાય તેનું ધ્યાન રાખવાની ફરજ બધાંજ રાજકીય પક્ષોની છે.તો લઘુમતી અને બહુમતી,સવર્ણ અને પછાત,અમીર અને ગરીબ આ બધાં રાજકીય દાવપેચમાં આપણી લોકશાહી ક્યાંક ટોળાશાહીમાં પરિવર્તિત ના થઇ જાય તેનુ ધ્યાન રાખવાની ફરજ આપણાં જેવા સૌ જાગૃત નાગરિકોની પણ છે.

સ્વશાસન ના હોય ત્યાં સુશાસન ક્યારેય શક્ય બને નહીં.બંધારણ અને તેણે આપેલા સ્વતંત્રતાના અધિકારોનું જતન કરી દેશ વિરોધી કે બંધારણ વિરોધી વલણ ધરાવતા લોકોને સાચી દિશા બતાવવાનું કાર્ય પણ આપણે સૌએ કરવાનું છે. તો આવો આપણે સૌ બંધારણ માં આપેલી ફરજો નિભાવીએ.જ્ઞાતિ-જાતી,ધર્મ-સંપ્રદાય કે રાજકીય પક્ષા-પક્ષીના રાજકારણમાંથી બહાર આવી ‘દેશ પ્રથમ’ની ભાવના સાથે દેશહિત માટે કાર્યરત તમામ શક્તિઓને ટેકો આપી, ‘નવા ભારત’ ના નિર્માણમાં આપણે સૌ સહભાગી બનીએ તે જ અપેક્ષા સાથે ‘વંદે માતરમ’ – ભારત માતા કી જય.

મંગળવાર, 14 ઑગસ્ટ, 2018

સ્વરાજથી સુરાજ્ય તરફની યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રોત્સવની ઉજવણી કરીએ.

આજે દેશ માટે મરવાની નહીં પરંતુ દેશમાટે જીવવાની જરૂર છે.
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે ‘‘ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે દેશના યુવાનોએ ઇતિહાસનું અવલોકન કરી, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ના થાય તેના માટે સજાગ રહી દેશહિતમાં જીવન જીવવું જોઈએ’’. સેંકડો વીર યુવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનો બાદ આપણે હજારો વર્ષોની ગુલામીમાંથી ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે મુક્ત થયા.આજના આ દિવસે આપણે સૌએ વિચારવું રહ્યું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ ? આપણે ક્યાંક ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન તો નથી કરી રહ્યા ને ? આપણને સૌને ખ્યાલ છે કે આંતરિક એકતા અને રાષ્ટ્રપ્રેમના અભાવે વર્ષો સુધી આપણો દેશ ગુલામ રહ્યો. ‘ભાગલા પાડો ને રાજ કરો’ની નીતિ અપનાવી વર્ષો સુધી જુદી-જુદી વિદેશી પ્રજાઓએ આ દેશ પર શાસન કર્યું અને થઇ શકે તેટલું શોષણ પણ કર્યું.આઝાદી બાદ હવે દેશમાં લોકશાહી છે પરંતુ આપણા દેશની સૌથી મોટી કમનસીબી અને નબળાઈ એ છે કે સમગ્ર રાષ્ટ્ર કે પૂરા સમાજના હિતમાં પણ આપણે સૌ એકમત નથી.વર્ષો સુધી દેશમાં કોંગ્રેસનું શાસન રહ્યું.આપણી કમનસીબી કે આઝાદી પહેલાંની કોંગ્રેસ આઝાદી બાદ માત્ર એક પરિવારની પાર્ટી બની ગઈ અને દેશ જાણે પોતાની જાગીર હોય તે રીતે પેઢી દર પેઢી ઉતરોતર સતા ફક્ત એકજ પરિવાર પુરતી સીમિત બનાવી લોકશાહીને છુપી રાજાશાહીમાં પરિવર્તિત કરી દીધી. યેનકેન પ્રકારે પોતાના પરિવાર પાસે સતા કાયમી કઈ રીતે ટકી રહે તે જ મુખ્ય લક્ષ્ય બની ગયું. સતામોહમાં કોંગ્રેસ દેશવિરોધી તત્વોને સાથ આપતા પણ અચકાઈ નહિ. તેના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ કે માનવતા જેવું કશું બચ્યું જ નહિ. ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસ માટે સેવા નહિ પરંતુ સતા જ સર્વોપરી બની ગઈ. પરિણામે દેશના ગરીબોના,ખેડૂતોના,પીડિતોના,વંચિતોના,દલિતોના કે મધ્યમ વર્ગના જે સપનાઓ હતા તે ચકનાચૂર થઇ ગયા અને કોંગ્રેસના આ કાલખંડમાં આઝાદી વખતે કંડારેલી સ્વરાજથી સુરાજ્યની કલ્પના અધુરી રહી ગઈ.દેશને સ્વરાજ તો પ્રાપ્ત થયું પરંતુ આઝાદીના લડવૈયાઓનાં સપનાનું ભારત પ્રાપ્ત ના થઇ શક્યું.
આઝાદ ભારતને સમર્થ ભારત – સક્ષમ ભારત અને સમૃદ્ધ ભારત બનાવવા માટે આપણે આજે દેશ માટે મરવાની નહીં પરંતુ દેશમાટે જીવવાની જરૂર છે.એક તરફ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી જ્ઞાતિ-જાતી કે ધર્મ-સંપ્રદાયોનો સહેજપણ ભેદભાવ રાખ્યા વગર તમામ સમાજ-વર્ગોના સર્વાંગી ઉત્કર્ષ માટે તથા ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવા માટે રાત-દિવસ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણીકતાથી કામ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ અને વિરોધપક્ષો માત્રને માત્ર મોદીને હરાવવા માટે એક થઇ મહેનત કરી રહ્યા છે ત્યારે એક સાચા દેશભક્ત અને ભારતીય તરીકે આપણે નક્કી કરવાનું છે કે આપણે દેશને કઈ દિશામાં લઇ જવો છે ? શું આપણે દેશને ફરી એક વખત ગુલામીની ગર્તામાં ધકેલવો છે ? એક તરફ  દુનિયાનાં બીજા દેશોના યુવાનો નવીનતમ શોધો કરી પોતાના દેશનું ગૌરવ વધારી રહ્યા છે તો બીજી તરફ અમુક લોકો આપણને હજુ જ્ઞાતિવાદ-જાતીવાદના ઝઘડાઓમાં વ્યસ્ત રાખવા માંગે છે.બીજા દેશના યુવાનો ઈન્ટરનેટ અને ટેકનોલોજીના માધ્યમથી વિશ્વને જોડી રહ્યા છે.વિશ્વ સાથે વ્યાપાર કરી પોતાના દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે તો હજુ અમુક સતાલાલચુ લોકો પોતાની સતા ભૂખ સંતોષવા માટે દેશમાં ધર્મ અને સંપ્રદાયના નામે ભાગલાઓ પડાવી અંદરો અંદર લડાઈ કરાવી દેશને ફરીથી અધોગતિ તરફ ધકેલવાના હીન પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં અને ભારતીયોના જુસ્સામાં આવેલાં હકારાત્મક બદલાવને લઈને અમેરિકા સહીત વિશ્વના તમામ દેશો ભારત તરફ સન્માનની દ્રષ્ટિથી જોતા થયા છે.ભારત સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપવા સક્ષમ બની રહ્યું છે ત્યારે દેશની જ કેટલીક રાજકીય પાર્ટીઓ વિઘટનકારી તત્વો સાથે મળી દેશમાં અફવાઓ ફેલાવી અંધાધૂંધીનો માહોલ બનાવી દેશની વૈશ્વિક છબી બગડવાના દુષ્કૃત્યો કરી રહ્યા છે.
આજે જયારે આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે કયો ભારતીય એવો હશે કે જે ભારતને બદલવા નહીં માંગતો હોય ? કયો ભારતીય એવો હશે જે દેશના વિકાસમાં ભાગીદાર બનવા નહીં ઈચ્છતો હોય ? વિકાસ,પ્રગતિ અને પરિવર્તનની ઈચ્છા દરેક દેશવાસીઓની હોય જ પરંતુ સૌ પ્રથમ તેના માટે જાગૃત બની દેશ માટે કયું નેતૃત્વ લાભદાયી છે ? કયું નેતૃત્વ પ્રમાણિક છે ? કયું નેતૃત્વ દેશ માટે સમર્પિત ભાવથી નિસ્વાર્થભાવે કાર્ય કરી રહ્યું છે ? તે ઓળખી લેવાની જરૂર છે.આવા પ્રમાણિક, નિસ્વાર્થ, સમર્પિત, સક્ષમ, વિચક્ષણ અને પ્રચંડ હકારાત્મક ઉર્જા સાથે કાર્યરત નેતૃત્વને સાથ આપવો,સમર્થન આપવું તે પણ એક પ્રકારે દેશ પ્રત્યેનું આપણું એક યોગદાન જ છે.  
સૌ દેશવાસીઓના મનની અંદર દેશની પ્રગતી માટેની એક આશા છે,એક ઉંમંગ છે,એક ઈચ્છા છે,એક સંકલ્પ છે.તો આવો આજના સ્વાતંત્ર્યદિને આપણે સૌ દેશવાસીઓ કઠોર પરિશ્રમ કરવા મંડી પડીએ.આપણે જ્યાં પણ હોઈએ,જે ક્ષેત્રમાં હોઈએ, દરેક ક્ષણે દેશનો વિચાર કરીએ,આપણાં દરેક કાર્યમાં  રાષ્ટ્રપ્રથમનો ભાવ જોડીએ,રાષ્ટ્રને તોડવાવાળી ટોળીઓને ઓળખીએ.આ સમય આરામ લેવાનો નથી.આપણા કાર્ય અને સાચી સમજણ પર જ ભારતના ભવિષ્યનો આધાર છે.આજના શુભ દિવસે આપણે દેશને જ્ઞાતિવાદ-જાતીવાદથી આઝાદી અપાવીએ,ભ્રષ્ટાચાર,ગરીબી અને વંશવાદથી આઝાદી અપાવીએ,તુષ્ટિકરણની રાજનીતિથી આઝાદી અપાવીએ અને દેશનાં સર્વાંગી વિકાસ માટે મન,કર્મ અને વચનથી હકારાત્મકતા સાથે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાઈ ને દેશની સ્વરાજથી સુરાજ્ય તરફની યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રોત્સવની સાચી ઉજવણી કરીએ.
‘તેરી ગઠરીમેં લાગા ચોર,મુસાફિર જાગ જરા’

શુક્રવાર, 25 મે, 2018

ભારતીય બેન્કીંગ સીસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું: ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ

બેન્કોને બુચ મારનારાઓ હવે સીધાદોર, ૨૧૦૦ કંપનીઓએ આ કાયદાને લીધે તેના
બાકી લેણા પેટે કુલ ૮૩ હજાર કરોડ રૂપિયા બેન્કમાં ભર્યા.


ભારતીય રીઝર્વ બેન્ક અને નાણા મંત્રાલયે ભારતની બેન્કીંગ વ્યવસ્થાને મજબૂત
બનાવવા માટે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના ૧૦ વર્ષના શાસન દરમ્યાન કોંગ્રેસે તેના
તમામ નજીકના ઉદ્યોગપતિઓને નિયમો નેવે મુકીને બેન્કો દ્વારા લોન અપાવી.
જનતાની મહેનતના, બેન્કોમાં જમા પૈસાની ખુલ્લેઆમ લ્હાણી કરી અને એવું પ્લાનીંગ
કર્યુ કે બેન્કોની બેલેન્સ સીટમાં તે દેખાય પણ નહી. માર્ચ-૨૦૦૮માં બેન્કો દ્વારા
અપાયેલ કુલ એડવાન્સ ૧૮.૦૬ લાખ કરોડ રૂપિયા હતું જે કોંગ્રેસ શાસનના ત્યાર
પછીના ૬ વર્ષમાં ત્રણ ગણું વધીને માર્ચ-૨૦૧૪માં ૫૨.૧૫ લાખ કરોડ રૂપિયા પર
પહોચી ગયું અને ચાલાકીપૂર્વક આમાની ફક્ત ૩૬ ટકા ભારિત અસ્ક્યામતોને
એન.પી.એ. તરીકે દર્શાવી. કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે ઉંડી તપાસ કરાવવામાં
આવતા આ આંકડો ૮૨ ટકા પર પહોચી ગયો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દ્રઢ
ઇચ્છાશક્તિને લીધે હાલ ભારતીય અર્થતંત્રમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે
જેના ભાગરૂપે ભારતીય બેન્કીંગ સીસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે મોદી સરકાર
દ્વારા ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ લાવવામાં આવ્યું.

ભારતમાં વ્યક્તિગત નાદારી, નાદાર કંપનીઓ તથા લોન લઇ સમયસર હપ્તા ન
ભરનારાઓ સામે પગલા લેવા માટે અનેક પ્રકારના જુદા જુદા કાયદાઓ હતા અને તેનું
જુદુ જુદુ અર્થઘટન થતું હોવાથી આવા લોકો આવી છટકબારીઓનો લાભ લઇ છટકી
જવામાં સફળ થતા હતા અને તેને પરિણામે ભારતની ક્રેડિટ સીસ્ટમ પર બહુ મોટો
બોજો આવતો હતો તેમજ લોનની રિકવરી કરવી એ બેન્કો માટે માથાનો દુખાવો બની
ગયેલ. બેન્કોને મજબૂત બનાવવા તેમજ ભારતની ક્રેડિટ સીસ્ટમને ધારદાર બનાવવાના
હેતુથી મોદી સરકારે ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ નવેમ્બર-૨૦૧૫માં રજુ
કર્યું. પાર્લામેન્ટની જોઇન્ટ કમિટિ અને જાહેર જનતાના સલાહ-સૂચનો બાદ અંતે
૨૦૧૬માં આ બીલ પાર્લામેન્ટના બંને સદનમાં પસાર થયું.

ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ – ૨૦૧૬ એ ભારતના આર્થિક
સુધારાઓ માટેનું એક ઐતિહાસિક કદમ કહી શકાય. ભારતીય અર્થતંત્રને લાંબા ગાળાની
મજબૂતાઇ આપવા માટે આ બીલ નિર્ણાયક સાબિત થશે. તાજેતરમાં જ કેન્દ્રીય
મંત્રીમંડળે આ બીલમાં થયેલા નવા સુધારાને પણ મંજુરી આપી દીધી છે. આ બીલમાં
અત્યાર સુધીનો આ બીજો મોટો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ નાદાર થયેલી
કંપનીઓના પ્રમોટર્સ હવેથી તે કંપનીઓની મિલકતોની હરાજીમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ
રીતે ભાગ નહી લઇ શકે તેનો મતલબ એ થયો કે અત્યાર સુધી આ બુચ મારનારાઓ
પહેલા બેન્કમાં પ્રોપર્ટી ગિરવે મુકી બહુ મોટી રકમની લોન લઇ લેતા, ત્યારબાદ હપ્તા
ચૂકવવાનું બંધ કરી હાથ ઉંચો કરી દેતા હતા. બેન્કો દ્વારા તેમની મિલકતોની હરાજી
કરવામાં આવતી ત્યારે પણ બેન્ક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી પોતાની જ મિલકતો
હરાજીમાં ખૂબ નીચા ભાવે ખરીદી લેતા હતા. ભૂતકાળમાં આ પ્રકારના કૌભાંડો બહુ
મોટા પાયે થતા હતા અને પરિણામે ભારતની રાષ્ટ્રીયકૃત બેન્કો દિવસે ને દિવસે વધુ
નબળી પડતી જતી હતી. બેન્કોની ખોટ પુરવા માટે સરકારે વારંવાર બેન્કોને હજારો કરોડ
રૂપિયા આપવા પડતા હતા. આમ, રાજકારણીઓ બેન્કોના અધિકારીઓ અને
ઉદ્યોગપતિઓની મીલીભગતથી પ્રજાનો પૈસો બરબાદ કરવામાં આવતો હતો પરંતુ
ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલને લીધે હવેથી કોંગ્રેસથી મીલીભગતથી થયેલા
આવા કાળા કરતૂતો ભૂતકાળ બનશે. તાજેતરમાં જ મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ
દ્વારા અપાયેલી માહિતી મુજબ ભારતની ૨૧૦૦ જેટલી કંપનીઓએ તેના બેન્કના
બાકી લેણા કુલ ૮૩ હજાર કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે બેન્કોને ચૂકવી દીધા છે. તેથી
જ કહી શકાય કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં આપણો દેશ બદલાઇ
રહ્યો છે આગળ વધી રહ્યો છે.