ખેડૂતોની સમૃદ્ધિ,ગરીબોની ઉન્નતી,યુવાનોની પ્રગતિ
તેમજ વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓના શશક્તિકરણને પ્રાધાન્યતા આપતું સમતોલ બજેટ.
કૃષિપ્રધાન દેશને પ્રથમ વખત સાચા અર્થમાં ખેડૂત
હિતકારી બજેટ મળ્યું.
ભારતીય અર્થતંત્રને વિશ્વનું સૌથી સમૃદ્ધ
અર્થતંત્ર બનાવવા માટેનું નક્કર આયોજન એટલે બજેટ ૨૦૧૮-૧૯.
ભારતના નાણાપ્રધાન શ્રી અરુણ જેટલી દ્વારા ૧લી
ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ રજુ કરવામાં આવેલું દેશનું વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ એ કેન્દ્રની
ભાજપા સરકારનું આ ટર્મનું અંતિમ પૂર્ણ બજેટ હતું.નોટબંધી પછીનું બીજું બજેટ અને
જીએસટી લાગુ કર્યા પછીનું આ પ્રથમ બજેટ નાણામંત્રી માટે અનેક રીતે પડકારરૂપ હતું.એક
તરફ વૈશ્વિક બજારમાં ક્રૂડતેલનાં ભાવોમાં સતત વધારો તો બીજી તરફ વૈશ્વિક ચલણ સામે
રૂપિયાને સ્થિર રાખવો,વધતી મોંઘવારીને કાબુમાં રાખવી,વિદેશી રોકાણ પ્રવાહ
વધારવો,નિકાસને વેગ આપવો,બેન્કોની એનપીએમાં સુધારો કરવો,વ્યાજદર ઘટાડવા તેમજ
ખેડૂતોને કૃષિ પેદાશોનો પોષણક્ષમ ભાવ આપવો અને ગરીબોની સ્થિતિમાં સુધાર લાવવો આમ,આવા
અનેક પડકારો અને જનતાની અસંખ્ય આશા-અપેક્ષાઓ વચ્ચે આ બજેટ નાણામંત્રીની અગ્નિ
પરીક્ષારૂપ હતું.પરંતુ બજેટનો અભ્યાસ કર્યા પછી ચોક્કસ કહી શકાય કે નાણામંત્રી આ
પરીક્ષામાં અવ્વલ નંબરે ઉતીર્ણ થયા છે.
૨૦૨૨ સુધીમાં તમામને ઘરનું ઘર,ખેડૂતોની આવક
બમણી,૨૦૧૯ના અંત સુધીમાં ભારતના તમામ ગામડાઓમાં ૨૪ કલાક વીજળી,ભારતનો વિકાસદર ડબલ
ડીજીટમાં પહોચાડવો વગેરે જેવી બાબતો માટેનો ક્લીયરકટ રોડમેપ આ બજેટમાં છે.’મેક ઇન
ઇન્ડિયા’ ને પ્રોત્સાહન આપવા માટે અનેક ચીજ વસ્તુઓની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો
કરવાની સાથે સાથે આરોગ્ય સુરક્ષા,શિક્ષણ,ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રકચર,યુવા વિકાસ તેમજ
કૃષિક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી શકાય તે માટેની અભૂતપૂર્વ યોજનાઓનો સમાવેશ આ
બજેટમાં છે.જેથી કહી શકાય કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ન્યુ ઇન્ડિયા’ના
સંકલ્પને સિદ્ધ કરવાની કટીબધ્ધતા ધરાવતું આ એક પ્રોગ્રેસીવ બજેટ છે.
આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ભારત એક
કૃષિપ્રધાન દેશ છે.પરંતુ સવાલ એ થાય કે આઝાદીના ૭૦-૭૦ વર્ષ પછી પણ ભારતનો ખેડૂત
દુ:ખી શા માટે ? વર્ષોથી દેશમાં ખેડૂતોને નામે અનેક યોજનાઓ આવી,અબજો રૂપિયાના જંગી
બજેટની ફાળવણીઓ પણ થઇ પરંતુ વાસ્તવમાં ખેડૂતોને તેનો લાભ મળ્યો નહિ.કોંગ્રસના
ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ તો જાહેરમાં આ વાત સ્વીકારી હતી કે તેના
રાજમાં દિલ્હી થી નીકળેલો ૧ રૂપિયો ગામડા સુધી પહોંચતાં પહોંચતાં ૧૫ પૈસા થઇ જાય
છે.પરંતુ આજે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને લીધે ટેકનોલોજીની મદદ થી હવે આ સ્થતિ બદલી
ગઈ છે.આજે વર્ષો પછી ભારતને એક પ્રમાણિક અને ઈમાનદાર સરકાર મળી છે.જેના માટે દેશની
જનતાનું હિત સર્વોપરી છે.
૨૦૧૮-૧૯ના બજેટમાં કૃષિ અને ગ્રામીણ ક્ષેત્ર માટે
ઐતિહાસિક યોજનાઓની જાહેરાત દ્વ્રારા મોદી સરકારે ફરી એક વખત સાબીત કરી દીધું કે
તેમની સરકાર માટે ગાંવ,ગરીબ અને ખેડૂતોની પ્રગતિ અગ્રક્રમે છે.ખેડૂતોને તેમની ખેત
પેદાશોના યોગ્ય ભાવ મળવા જોઈએ તે માટે વર્ષોથી વાતો ખુબ થઇ પરંતુ નક્કર આયોજનનો
અભાવ હતો જયારે આ બજેટમાં કેન્દ્ર સરકારે કૃષિ પેદાશોના પડતર ભાવથી દોઢગણું સમર્થન
મુલ્ય નક્કી કરવાનો અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે.સાથે સાથે કૃષિ પેદાશોની નિકાસને
પ્રોત્સાહન,એગ્રો પ્રોડક્ટ પ્રોડ્યુસરોને આવકવેરામાંથી મુક્તિ,કાંદા,બટેટા અને ટામેટા
ઉગાડતા ખેડૂતો માટે ‘ઓપરેશન ગ્રીન’,ગ્રામીણ હાટ – કૃષિ બજાર વગેરે જેવી યોજનાઓ
બનવવામાં આવી છે જેનો બહુ મોટો લાભ ખેડૂતોને મળવાનો છે.
નમો કેર – નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ
ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ગરીબો માટે
વિશ્વની સૌથી મોટી હેલ્થ યોજના જાહેર કરવામાં આવી છે.નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ
અંતર્ગત 10 કરોડ જેટલા ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો આપવામાં
આવશે.મતલબ કે એક વર્ષમાં પાંચ લાખ રૂપિયા સુધીની મેડિકલ સારવાર મફત મળશે.લગભગ 50
કરોડ લોકોને તેનો લાભ મળશે.
આમ, ખેડૂતોની
સમૃદ્ધિ,ગરીબોની ઉન્નતી,યુવાનોની પ્રગતિ તેમજ વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓના
શશક્તિકરણને પ્રાધાન્યતા આપતું આ એક સમતોલ બજેટ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો