શનિવાર, 31 જાન્યુઆરી, 2009

NRI દ્વારાં ભારતમાં રહેણાંક/બીન રહેણાંક મિલ્કતોની ખરીદી તેમજ વેંચાણ

NRI દ્વારાં ભારતમાં રહેણાંક/બીન રહેણાંક મિલ્કતોની ખરીદી તેમજ વેંચાણ
ઘણાંબધાં NRI - બીન નિવાસી ભારતીયો તેમજ PIO- ભારતીય મુળનાં વ્યક્તિઓ રોકાણનાં હેતુથી તેમજ મીલ્કત ભાડે આપી નિશ્ચિત આવક મેળવવાનાં હેતુથી ભારતમાં રહેણાંક તેમજ બીન રહેણાંક મીલ્કતો વસાવવા માટે રસ ધરાવે છે.આ લેખ આ પ્રકારની ખરીદી/વેચાણ માટેનાં નિયમો અને મર્યાદાઓ તેમજ ટેક્ષનાં કાયદાઓ વિશે સમજ આપવાનો નમ્ર પ્રયાસ છે.
છેલ્લાં થોડાંક વર્ષોથી NRI દ્વારાં ભારતમાં મીલ્કતની ખરીદી-વેચાણ તેમજ તેને ભાડાપટ્ટૅ આપવાનાં નિયમો માં ઘણી છુટછાટ આપવામાં આવી છે.
મીલ્કત ની ખરીદીઃ RBI - રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ની કોઈપણ જાતની મંજુરી લીધાં વગર NRI ભારતમાં રહેણાંક તેમજ બીન રહેણાંક મીલ્કતો વસાવી શકે છે.પરંતુ NRI ભારતમાં જમીન-મકાન ક્ષેત્રમાં ધંધાકીય હેતુથી જોડાઈ શકતાં નથી.તેમજ NRI ને ભારતમાં ખેતી માટેની જમીન લેવા માટે ની મંજુરી મળી શકતી નથી.
NRI ભારતમાં ગમે તેટલી મીલ્કતો વસાવી શકે છે,તેમજ મીલ્કતોની કીંમત બાબતે પણ કોઈ મર્યાદા નક્કી થયેલ નથી.
નાણાંની ચુકવણીઃ મીલ્કતોની ખરીદીનાં નાણાંની ચુકવણી NRI તેનાં NRE/FCNR કે NRO એકાઉન્ટ દ્વારાં આસાનીથી કરી શકે છે.તેમજ તેમની મીલ્કત નાણાંકીય સંસ્થાઓ કે બેંક પાસે ગીરો મુકી તેનાં પર લોન પણ લઈ શકે છે.

સ્ટેમ્પડ્યુટી/રજીસ્ટ્રેશન ફીઃ સ્ટેમ્પડ્યુટી કે રજીસ્ટ્રેશન ફી માં NRI ને કોઈપણ પ્રકારની માફીની સવલત નથી.હાલનાં વર્તમાન દર તેણે ફી ભરવાની રહેશે.
PAN: NRI ને ભારતમાં મીલ્ક્તોની ખરીદી કરવા માટે PAN- પરમેનન્ટ એકાઉન્ટ નંબર લેવો ફરજીયાત નથી.
NRI તેની મીલ્કત વારસામાં પણ આપી શકે છે.
સોદો કેન્સલ થવોઃ કોઈપણ સંજોગોમાં મીલ્ક્તની ખરીદીનો સોદો જો કેન્સલ થાય તો તેવાં કિસ્સામાં એડવાન્સ પેટે આપેલ રકમ તેનાં NRE કે FCNR એકાઉન્ટમાં પરત લઈ શકે છે.

મીલ્કત ભાડાપટ્ટે આપવીઃ NRI તેની ભારતમાંની રહેણાંક કે બીન રહેણાંક મીલ્કતો કોઈપણ જાતની મંજુરી વગર ભાડાપટ્ટે પણ આપી શકે છે.
ઈન્કમ ટેક્ષઃ NRI દ્વારા ભારતમાં રહેલ તેમની મીલ્કતો પરની ભાડાની આવક પર ઈન્કમ ટેક્ષ લાગુ પડે છે.તેમાં કોઈ આવકવેરાની મુકતીની જોગવાઈ નથી.NRI એ ભારતમાં થી મેળવેલ તેની કુલ આવક સાથે તેને જોડી દેવામાં આવે છે અને લાગુ પડતાં આવકવેરાનાં સ્લેબ મુજબ તેણે ઈન્કમ ટેક્ષ ભરવો પડે છે.
આવક માફીઃ ભાડાપટ્ટાની આવકમાંથી નીચે મુજબની રકમ બાદ મળે છે બાકીની રકમ પર આવકવેરો ચુકવવાનો રહે છે.
,ભાડાની આવકનાં ૨૫% રકમમાંથી મ્યુનીસીપલ ટેક્ષ બાદ કરી બાકી ની રકમ નેટ એન્યુઅલ વેલ્યુ તરીકે ગણવામાં આવે છે.
,મીલ્કતની ખરીદી માટે જો કોઈ લોન લેવામાં આવી હોય તો તેનાં પર ચુકવામાં આવતુ વ્યાજ આવકવેરામાંથી બાદ મળે છે.

,જો મીલ્કતનો વિમો લીધેલ હોય તો તેનું પ્રીમીયમ આવકમાંથી બાદ મળે છે.
૪, રાજ્ય સરકારને જો કોઈ કરવેરો ભર્યો હોય તો તે પણ આવકમાંથી બાદ મળે છે.
ભાડાની આવક પરત લઈ જવીઃ NRI તેમની મીલ્કત પરનાં ભાડાંની આવક તેનાં NRO એકાઉન્ટમાં જમા લઈ શકે છે.તેમજ તે બેંક અથવાતો માન્ય ડિલરો દ્વારાં પણ તે આવક તેનાં એકાઉન્ટમાં જમા લઈ શકે છે તેનાં માટે તેણે ભારતનો ઈન્કમ ટેક્ષ પુરે પુરો ચુકવી દીધેલ છે તે પ્રકારનું CA નું સર્ટીફીકેટ રજુ કરવાનૂ રહે છે.

TDS : ભાડુઆત તેણે ચુકવેલાં ભાડાંમાંથી TDS -ટેક્ષ ડીડકટે એટ સોર્સ- કપાત કરી ભાડુ ચુકવતો હોય છે.તેવાં સંજોગોમાં NRI તેનાં ઈન્કમ ટેક્ષ રીર્ટનમાં તે TDS ની રકમ દર્શાવી તેટલી રકમ ટેક્ષની ચુકવણીમાંથી બાદ મેળવી શકે છે.
NRI દ્વારાં મીલ્કતનું વેચાણઃ પહેલાંનાં નીયમ મુજબ NRI મીલ્કતની ખરીદીનાં ૩ વર્ષ સુધી તે મીલ્કત વેંચી શકતાં નહીં.પરંતુ હવે આવી કોઈ મર્યાદા લાગુ પડતી નથી.મીલ્કતની ખરીદી પછી ગમે ત્યારે તેઓ તેમની મીલ્કત વેંચી શકે છે.
મીલ્કતનાં વેંચાણ પર આવકવેરોઃ NRI દ્વારાં મીલ્કતનાં વેચાંણ દ્વારાં મેળવેલી આવક પર કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.જો મીલ્કતનું વેચાણ ખરીદી પછી ૩ વર્ષ (૩૬ મહિનાં)કરતાં ઓછાં સમયમાં કરવામાં આવ્યું હોય તો તેનાં પર શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.તે NRI ની ભારતમાંની બીજી આવક સાથે જોડી ને જે તે સ્લેબ મુજબ તેનાં પર ટેક્ષ ભરવાનૉ રહે છે.

જો મીલ્કતનું વેચાણ ખરીદી પછી નાં ૩ વર્ષ(૩૬ મહિનાં)પછી કરવામાં આવ્યું હોય તો તેનાં પર લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.તેનો દર ૨૦% છે વતા સરચાર્જ અને સેસ ઉમેરતાં તે ૨૨.૫% થાય છે.
વેચાણની આવક પરત લઈ જવા માટેઃ જો મીલ્કતની ખરીદી વખતનું પેમેન્ટ NRO એકાઉન્ટ દ્વારા કરવામાં આવ્યું હોય તો તે મીલ્કત ઓછામાં ઓછી ૧૦ વર્ષ જુની હોય તો જ તે રુપીયા તે તેનાં દેશમાં પરત લઈ જઈ શકે છે.પરંતુ ખરીદી વખતે પેમેન્ટ NRE/FCNR એકાઉન્ટ દ્વારા ચુકવેલ હોય તો આ નિયમ લાગુ પડતો નથી તે ૧૦ વર્ષ પહેલાં પણ રુપીયા પરત લઈ શકે છે.
NRI એક વર્ષની અંદર ૨ થી વધારે રહેણાંક મીલ્કતનું વેચાણ કરી તે રુપીયા પરત લઈ જઈ શકતાં નથી પરંતુ બીન રહેણાંક મીલ્કતમાં આ મર્યાદા લાગુ પડતી નથી.તેમજ ફક્ત મુળ રોકાણ એટલે કે મીલ્કતની ખરીદ કીંમત જેટલાં રુપીયાજ તે પરત લઈ જઈ શકે છે.મીલ્કત વેચાણનાં નફાની રકમ તે પરત લઈ જઈ શકતાં નથી.મીલ્ક્ત વેચાંણ દ્વારા મેળવેલ નફો તે તમામ ટેક્ષની ચુકવણી બાદ તેનાં NRO એકાઉન્ટમાં જમા મેળવી શકે છે.

2 ટિપ્પણીઓ:

Unknown કહ્યું...

I wanted to buy a property in Gujarat state, bu tbuilder told that I had to pay 60% of sum in own money(Black). and only 40 &% while money ,being NRI I had no a single rupee in black, and i was not in mood to creat a black by withdrawing from my NRE acc. and just hand over to builider, thus I avoided to buy property.

અજ્ઞાત કહ્યું...

Amiable fill someone in on and this enter helped me alot in my college assignement. Thank you for your information.