આજે જ્યારે દેશભરમાં વિદેશની બેંકોમાં જમા ભારતીય કાળાનાંણાંની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે તમને જાણીને આનંદ થશે કે ફક્ત ભ્રષ્ટ રાજકારણીઓ,ભ્રષ્ટ અધીકારીઓ કે પછી માલેતુજાર લોકો જ ફક્ત વિદેશ ની બેંકોમાં તેમનાં એકાઉન્ટ ખોલાવી શકે તેવું નથી પરંતુ દેશનાં એક સામાન્ય નાગરીક તરીકે કાયદાકીય નીતિ નીયમોનું પાલન કરીને આપણે બધાં પણ અમુક શરતો ને આધીન રહીને વિદેશની બેંકો માં આપણું બેંક એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ.
જો તમે બીજાં કોઈ દેશમાં પૈસાનું રોકાણ કરવા ઈચ્છતા હો કે પછી બીજાં દેશમાં મિલ્કત ખરીદવાનું આયોજન હોય અથવા તો ખરીદેલી મિલ્કત ભાડે આપી હોય અને તેનું ભાડું ત્યાંની બેંકમાં જમા લેવું હોય અથવા તો તમારાં ધંધાર્થે વારંવાર વિદેશ જવાનું થતું હોય તો આવા સંજોગોમાં વિદેશની બેંકમાં ખોલાવેલું એકાઉન્ટ તમને ઉપયોગી થઈ શકે છે.
એકાઉન્ટનાં પ્રકારઃ
તમે લીબરલાઈઝડ રેમીટેન્સ સ્કીમ (એલ આર એસ)હેઠળ વિદેશમાં ફોરેન (લોકલ) કરન્સી એકાઉન્ટ ખોલાવી શકૉ છો.એક નાંણાંકીય વર્ષમાં તમે તેમાં બે લાખ ડોલર (૯૦ લાખ રુપીયા)સુધીની રકમ જમા કરાવી શકૉ છો.તમારી જરુરીયાત મુજબ તમે સેવીંગ્સ એકાઉન્ટ,કરન્ટ એકાઉન્ટ કે પછી ટર્મ ડિપોઝીટ એકાઉન્ટ ખોલાવી શકો છો.
# આંતરરાષ્ટ્રીય બેંકોમાં ઓફશોર એકાઉન્ટઃ
ડચ બેંક,એચ.એસ.બી.સી બેંક,સીટી બેંક વગેરે જેવી આંતરરાષ્ટ્રીય બેંકોમાં તમે આ પ્રકારનું એકાઉન્ટ ખોલાવી શકૉ છો.તમારે તેમાં ફક્ત સૌથી છેલ્લે ભરેલાં ઈન્કમ ટેક્સ રીર્ટનની કોપી આપવાની રહે છે.વળી આ આંતરરાષ્ટ્રીય એકાઉન્ટ દેશમાં રહેલાં એકાઉન્ટ સાથે જોડાણ ધરાવતું નથી.
# ભારતીય બેંકોમાં ચેકીંગ એકાઉન્ટઃ
ભારતની મોટાભાગની મોટી બેંકો અમેરીકા,સીગાપુર,દુબઈ,બ્રીટન,હોંગકોંગ વગેરે જેવાં દેશોમાં પોતાની શાખાઓ ધરાવે છે.આમાંથી મોટાભાગની બેંકોમાં તમે ચેકીંગ એકાઉન્ટ ખોલાવી શકો છો.જેનાં દ્વારાં તમે વિદેશમાં પેમેન્ટ કરી શકો છો.ચેકીંગ એકાઉન્ટ એક પ્રકારનું કરન્ટ એકાઉન્ટ જ છે જેમાં બેંક તમને ચેક તથા એટીએમ કાર્ડ દ્વારાં પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવાની સુવિધા આપે છે.આ એકાઉન્ટમાં નાંણાં ઉપાડવા કે જમા કરાવવાની કોઈ નિશ્ચીત મર્યાદા હોતી નથી.
# ઈન્ટરનેટ ઓન્લી બેંકઃ
આ પ્રકારની બેંકો સામાન્ય રીતે વધુ વ્યાજ આપતી હોય છે.કારણકે આ પ્રકારની બેંકો ને માળખાગત સુવિધાઓ પર ખર્ચ કરવાનો હોતો નથી.તમે આ પ્રકારની બેંકોમાં પણ ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી શકો છો.પરંતુ સલામતી ખાતર આ પ્રકારની બેંકોમાં એકાઉન્ટ ખોલાવતાં પહેલાં તેનાં વિષે પુરેપુરી જાણકારી મેળવ્યા બાદ જ તેમાં એકાઉન્ટ ખોલાવવું હિતાવહ છે.જો આ પ્રકારની અમેરીકન બેંક હોય તો નીચે બતવેલ વેબસાઈટ પરથી તમે તારણ કાઢી શકો છો કે કઈ બેંકંમાં એકાઉન્ટ ખોલાવવું સલામત છે.આ વેબસાઈટ પર આ પ્રકારની બેંકોને રેટીંગ આપવામાં આવે છે.
http://www.bankrate.com/rates/safe-sound/ratings-structure.aspx
# વિદેશમાં લોકલ બેંકઃ
તમે જે દેશમાં રોકાણ કરવાનું ઈચ્છતા હો તે દેશની લોકલ બેંકમાં પણ તમે એકાઉન્ટ ખોલાવી શકો છો.તેનો કાયદો એ છે કે તમારા પૈસા ત્યાંની લોકલ કરન્સીમાં જ રહે છે અને તમારે તાત્કાલીક પૈસાની જરુરીયાત ના હોય તો તમે ફોરેન એક્સ્ચેંજ રેટ ને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે પૈસા ઉપાડી શકો છો.તેમજ આ બેંક તે દેશનાં કાયદા અને નિયમો થી વધારે પરિચીત હોય છે તેથી યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે છે.
અગત્યની નોંધઃ વિદેશમાં એકાઉન્ટ ખોલાવવા માટે તમારે ત્યાં રુબરુ જવાની જરુર રહેતી નથી.તમારી ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધારે હોવી જરુરી છે.વિદેશી ખાતામાં જમા રકમ તમારે ત્યાંની લોકલ કરન્સી અથવા ડોલર,પાઉન્ડ કે યુરોમાં રાખવી જરુરી છે.જમા રહેલી રકમ બીજી કરન્સીમાં હોવાથી જ્યારે તમે તે રકમ ભારતમાં પરત લાવશો ત્યારે તે કરન્સીનાં એક્સ્ચેંજ રેટની અસર પણ તમારે ધ્યનમાં રખવી જરુરી છે.
એકાઉન્ટ ખોલવા માટેની પ્રક્રીયાઃ
(૧)સંપર્ક કરોઃ બેંકનાં ઓવરસીઝ બુકીંગ સેન્ટરનો સંપર્ક કરો તેનાં રિલેશનશીપ મેનેજર આપની સહાયતા કરશે.
(૨)જરુરી પુરાવાઓઃ એકાઉન્ટ ખોલાવવા માટે તમારે અમુક અગત્યનાં પુરાવાઓ રજુ કરવાનાં રહેશે જેમકે રહેઠાણનો પુરાવો,છેલ્લું આઈ.ટી.રીટર્ન,ઓળખનો પુરાવો તેમજ તમે જે રકમ જમા કરાવો છો તે રકમ તમારી કાયદેસરની આવક છે તેનો આધાર તેમજ અમુક બેંકો તમારી અંહીયાની લોકલ બેંકનો લેટર ઓફ રેફરન્સ પણ પુરવા તરીકે માંગી શકે છે.
(૩) રકમ જમા કરાવવીઃવિદેશી બેંકની ઓવરસીઝ બ્રાંચમાં તમારા પોર્ટફોલીયોની અને તમારાં પુરાવાઓની યોગ્ય તપાસ પુરી કરી તમને તમારાં એકાઉન્ટમાં રકમ જમા કરાવવા માટેની સુચના આપશે.દરેક બેંકની લઘુતમ રકમ જમા કરાવવાની મર્યાદા જુદી જુદી હોય છે.જેમકે એચએસબીસી ઈન્ડીયામાં તમારે મીનીમમ ત્રણ લાખ રુપીયા જમા કરાવવા પડે છે.આ રકમ માં તમારું રોકાણ તેમજ સેવીંગ્સ એકાઉન્ટની બેલેન્સ એમ બંને વસ્તુઓ સામેલ હોય છે.આ રકમ જમા પહોંચ ભરીને જમા કરાવવાથી તમારું એકાઉન્ટ ચાલુ થઈ જાય છે..ત્યાર બાદ તમારાં ઈન્ટરનેશનલ એકાઉન્ટમાં આ પૈસા તમારા દેશી એકાઉન્ટ દ્વારાં ટ્રાન્સફર થઈ શકે છે.જેમાં ઈન્ટરનેશનલ બેંક એકાઉન્ટ તેમજ રોકાણ માટે પણ એક મીનીમમ બેલેન્સની રકમ જમા રાખવી પડતી હોય છે.જે એચએસબીસી ઈન્ટરનેશનલનાં કીસ્સામાં મીનીમમ ૨૫ હજાર પાઉન્ડ (અંદાજે ૧૮.૮૬ લાખ રુપીયા) જેટલી રકમ જમા કરાવવી પડતી હોય છે.
રોકાણ માટેનું માર્ગદર્શનઃ તમે જો વિદ્શમાં રોકાણ કરવા ઈચ્છતા હો તો બેંક આપની મદદ કરે છે.તમે ધારો કે વિદેશમાં મિલ્કત ખરીદવા માંગતા હો તો બેંક તેની સાથે જોડાયેલાં વિશ્વસનીય બ્રોકર્સ સાથે તમારી મુલાકાત કરાવી આપે છે.તેમજ એ સિવાયનાં રોકાણ સાધનો માટે પણ બેંક માર્ગદર્શન આપે છે.
સેવાનાં દર અને સુવિધાઓઃ
(૧) ફોન અને ઈન્ટરનેટ બેંકીંગઃફોન અને ઈન્ટરનેટ દ્વારાં તમને ૨૪ કલાક ફંડ ટ્રાન્સફર,એકાઉન્ટ બેલેન્સ,બેંક સ્ટેટમેંન્ટ વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ રહે છે.દરેક બેંકનાં આ સેવાઓ માટેનાં દર જુદાં જુદાં હોય છે.
(૨)રોજીદી સેવાઓઃતમે દુનીયાનાં કોઈપણ દેશમાંથી તે બેંકનાં એટીએમ દ્વારાં પૈસા ઉપાડી શકો છો જેનાં પર કોઈ પ્રકારનો ટ્રાન્ઝેકશન ચાર્જ લાગતો નથી.પરંતુ તમે જો બીજી કરન્સીમાં ઉપાડ કરો છો કે જે તમારાં એકાઉન્ટની કરન્સી નથી તો જે તે સમયનાં ફોરેન એક્સચેંજ નાં રેટ મુજબ તે રકમ ની ગણતરી કરવામાં આવશે અને તેનાં પર ૨.૫ ટકા કન્વર્ઝન ફી પણ આપવાની રહેશે.
(૩) સેવાનાં દરઃ તમારું એકાઉન્ટ જે બેંકમાં અને જે દેશમાં હોય તે મુજબ અલગ અલગ બેંકોનો સેવાનો દર અલગ અલગ હોય છે.એચએસબીસી ઈન્ટરનેશનલનાં એડવાન્સ એકાઉન્ટનો સેવાનો દર નીચે મુજબ છે.
# ૧૫ પાઉન્ડ (૧૧૩૧ રુપીયા)- માસીક ફી.
# ૧૦ પાઉન્ડ (૭૫૫ રુપીયા) - મીનીમમ બેલેન્સ ચાર્જ,જે મહીને તમારું બેલેન્સ ૨૫૦૦૦ પાઉન્ડ (૧૮.૮૬ લાખ)થી ઓછું થાય ત્યારે.
# ૧ પાઉન્ડ - સ્ટૅટમેંટ ચાર્જ,વર્ષમાં એકવારથી વધારે વખત સ્ટેટમેંટ કઢાવવું હોય તો દરેક વખતે આ ચાર્જ ભરવાનો રહે છે.