ગુરુવાર, 23 નવેમ્બર, 2017

નોટબંધી – દેશહિતનો ઉતમ નિર્ણય

નોટબંધી – દેશહિતનો ઉતમ નિર્ણય

1.      નોટબંધી એ કાળાનાંણા અને ભ્રષ્ટાચાર સામેની લડાઈનો એક ભાગ છે.

2.      ભાજપા ૮ નવેમ્બરને ‘એન્ટી બ્લેક્મની દિવસ ‘તરીકે મનાવશે જયારે કોંગ્રેસ આ દિવસને બ્લેક ડે તરીકે મનાવવાની જાહેરાત કરી છે.ભાજપા અને કોંગ્રેસ વચ્ચે આ જ તફાવત છે.કાળાનાંણા અને ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કોંગ્રેસ સિવાય આખો દેશ ભાજપા સાથે છે.


3.      સંસદના સેન્ટ્રલ હોલમાં ભાજપા સંસદીય પક્ષની બેઠકને સંબોધન કરતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધી એ કાળાનાંણા સામેની અમારી સતત લડાઈનો અંત નહિ પણ શરૂઆત છે.આ નિર્ણય દેશહિત માટે લેવાયો છે.

4.      કાળાનાંણાના જોરે ચાલતી આતંકવાદી પ્રવૃતીઓ,ડ્રગ્સ અને નકલી નાંણાના કારોબાર તેમજ બેનામી મિલકતો ,સોનું,ચાંદી,જર-ઝવેરાત અને જમીનમાં થતાં રોકડાના વ્યવહારો સાથે જ કાળાનાંણાનાં સમાંતર અર્થતંત્રને નેસ્તનાબુદ કરવા માટે ભાજપા સરકાર કટિબદ્ધ છે.


5.      રીયલ એસ્ટેટ ક્ષેત્ર કે જે ભારતના જીડીપીમાં ૭ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.આ ક્ષેત્રે રોકડના વ્યવહારો બંધ થતાં કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તેમજ બેંકીગ સીસ્ટમમાં કરોડોની રોકડ ઠલવાતા બેંક લોન પણ સસ્તી થઇ છે.તેથી દેશના નીચલા મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગનું ઘરના ઘરનું સપનું સાકાર થશે.




6.      જન જનકી બાત – મોદી એપના સર્વે મુજબ
·         ૯૮ ટકા લોકો માને છે કે દેશમાં બ્લેકમની છે.
·         ૯૯ ટકા લોકો માને છે કે ભ્રષ્ટાચાર અને કાળાનાંણાને નાબુદ કરવા જરૂરી
·         ૯૨ ટકા લોકોએ કહ્યું કે કાળાનાંણા,ભ્રષ્ટાચાર અને આતંકી પ્રવૃતીઓને ડામવા માટે નોટબંધી શ્રેષ્ઠ પગલું છે.

7.      બેંકિંગ સીસ્ટમમાં કરોડોની રોકડ આવતા બેન્કોની લોન આપવાની ક્ષમતા વધશે.

8.      ડીજીટલ ઇકોનોમીને વેગ મળતા લઘુતમ વેતન સુનિશ્ચિત કરી શકાશે.

9.      દેશમાં સફેદ વ્યવહારોનો નવો યુગ શરુ થશે.સમગ્ર ભારતમાં મૂડીરોકાણ વધશે,અર્થતંત્ર વધુ મજબુત બનશે.


10.  ૭મી નવેમ્બર સુધી વિપક્ષ પૂછતો હતો કે મોદીજી તમે કાળાનાંણા નાબુદી માટે શું પગલા લીધા ? હવે આજે તેઓ પૂછે છે કે તમે કાળાનાંણા નાબુદી માટે શા માટે પગલા લીધા ?કારણ કે તેમને તેમના બંગલાઓમાં છુપાવેલા બ્લેક્મની ની ચિંતા સતાવી રહી હતી.

11.  મોદી સરકારે કાર્યભાર સંભાળ્યા બાદ કાળાનાંણા અને ભ્રષ્ટાચાર નાબુદી માટે અનેક પગલાઓ લીધા છે.જેમકે,
·         કાળાધનની તપાસ માટે સુપ્રીમકોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં SIT ની રચના કરી.
·         વિદેશમાં જમા કાળાધનની તપાસ માટે ૨૦૧૫માં કડક કાયદો બનાવ્યો.
·         કાળાધનને વિદેશમાંથી પરત લાવવા માટે જુદા જુદા દેશો સાથે ટેક્સ સમજુતીમાં ફેરફારો કર્યા તેમજ નવી સમજૂતીઓ કરી.
·         અમેરિકા સહીત વિભિન્ન દેશો સાથે સલાહ સૂચનનું આદાન પ્રદાન તથા ઇન્ફોર્મેશન એક્સચેન્જનું આયોજન કર્યું.
·         ભ્રષ્ટાચારીઓની બેનામી સંપતિ પર રોક લગાવવા ઓગષ્ટ ૨૦૧૬માં એક સખત કાયદો ઘડ્યો.આ કાયદા હેઠળ મોટા ટેક્સ ચોરોને જેલ હવાલે કર્યા.
·         જાહેર નહિ કરાયેલી આવકને દંડની રકમ સાથે જાહેર કરવાની યોજના IDS 2016 થી મોટી માત્રામાં છુપાયેલી સંપતિ જાહેર થઇ.

12.  વર્ષ ૨૦૧૬-૧૬માં દેશની ૧૨૫ કરોડથી પણ વધારે જનસંખ્યામાંથી ફક્ત ૩.૭ કરોડ લોકોએ જ ઇન્કમટેક્સ રીટર્ન ફાઈલ કર્યા.તેમાંના ૯૯ લોકોએ પોતાની આવક ૨.૫ લાખ રૂપિયાથી ઓછી હોવાનો દાવો કર્યો અને એક પણ રૂપિયો ટેક્સ ન ભર્યો.૧.૯૫ કરોડ કરદાતાઓએ ૫ લાખ રૂપિયાથી ઓછી આવક બતાવી.બાવન લાખ લોકોએ પોતાની આવક ૫ થી ૧૦ લાખ રૂપિયાની વચ્ચે બતાવી અને ફક્ત ૨૪ લાખ કરદાતા જ એવા હતા જેમણે પોતાની આવક ૧૦ લાખ રૂપિયાથી વધુ બતાવી.આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને ટેક્સ બાબતે મોટી સંખ્યામાં લોકો ટેક્સ ના કાયદાનું પાલન કરતા નથી.તેના લીધે ગરીબી નિવારણ,રાષ્ટ્રીય સુરક્ષા અને દેશના આર્થિક વિકાસ માટે જરૂરી ખર્ચમાં સમાધાન કરવું પડે છે.

13.  દશકાઓથી ભારતમાં મોટાભાગની લેવડ-દેવડ રોકડાથી તથા થોડી ચેકથી થતી આવી છે.પાક્કું બીલ અને કાચું બીલ વેપારની ભાષાનો હિસ્સો બની ગયો હતો.ટેક્સચોરીને અનૈતિક નહિ માનીને વ્યવહારોનો એક ભાગ માની લેવામાં આવ્યો હતો.દેશની સરકારોએ પણ આ વાતને સામાન્ય માની ને ચાલવા દીધું.પરંતુ હકીકતમાં દેશના તમામ લોકોને અપ્રત્યક્ષ રીતે બહુ મોટું નુકશાન થઇ રહ્યું હતું.દેશનો ગરીબ વધારે ગરીબ અને અમીર વધુ અમીર બની રહ્યો હતો.કાળાનાંણાને લીધે મોંઘવારી વધી રહી હતી.આ પરીસ્થિતિને કાબુમાં લાવવા માટે નોટબંધી એક માત્ર ઉપાય હતો.


14.  નોટબંધીથી ઈમાનદારોને લાભ અને બેઈમાનોને સજા મળશે.

15.  રીઝર્વ બેંકના રીપોર્ટ મુજબ ૫૦૦ અને ૧૦૦૦ ની કુલ ૯૯ ટકા નોટો બેંકમાં પરત જમા થઇ છે.તેનો મતલબ એ નથી કે બેંકમાં જમા થઇ એટલે બ્લેકના વ્હાઈટ થઇ ગયા.ઉલટાનો એક ફાયદો થયો કે બ્લેકમનીનું પાક્કું સરનામું સરકારને મળી ગયું.એટલેકે જે ખાતાઓનો બ્લેકમની માટે દુરુપયોગ થયો હશે તે તમામ ખાતાઓની અને ખાતાધારકોની તપાસ ચાલુ છે.શંકાસ્પદ એવા ૧૮ લાખ ખાતા અને ૨.૮૯ લાખ કરોડની કેશ ડીપોઝીટની તપાસ ચાલુ છે.એડવાન્સ ડેટા એનાલિસિસમાં ૫.૫૬ લાખ નવા શંકાસ્પદ કેસો મળી આવ્યા છે.૨૯,૨૧૩ કરોડની અઘોષિત આવક પકડાઈ છે.અને ૧૬,૦૦૦ કરોડનું કાળુંનાણું નોટબંધી બાદ પાછુ ફર્યું નથી.

16.  તાજેતરમાંજ ભારત સરકારે ૨.૧૦ લાખ બેનામી કંપનીઓના રજીસ્ટ્રેશન રદ કર્યા છે અને તેનાં તમામ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત આવી બેનામી કંપનીઓના ૩ લાખ ડીરેક્ટરો ને પણ બ્લેકલિસ્ટેડ કરવામાં આવ્યા છે.તેમજ સેબી દ્વારા આવી ૩૩૧ બેનામી કંપનીઓના શેરબજારના ટ્રેડીંગ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


17.   નોટબંધીને લીધે ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં બહુ મોટો વધારો થયો છે.અર્થતંત્રમાંથી ૨૦ ટકા કેશ ઓછી થઇ છે.એટલેકે કેશના વહેવારોમાં ઘટાડો થયો છે.ગુજરાતમાં પણ ઘણા ગામડાઓ પણ સંપૂર્ણ ડીજીટલ થયા છે.

18.  નોટબંધી બાદ કરદાતાઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે.નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૧.૨૬ કરોડ જેટલા નવા કરદાતાઓએ ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કર્યા છે.૨૦૧૬-૧૭માં કુલ ૫.૪૩ કરોડ જેટલા રીટર્ન ફાઈલ થયા છે જે ૨૦૧૫-૧૬ ના વર્ષ કરતા ૧૭.૩ ટકાનો વધારો સૂચવે છે.


19.  નોટબંધી પહેલાં અંદાજે ૩૦૦ કરોડની નકલી કરન્સી બજારમાં હતી.જેનો ઉપયોગ મોટાભાગે આતંકવાદ અને ડ્રગના કારોબારમાં થતો હતો.નોટબંધીને લીધે નકલી કરન્સી નાબુદ કરવામાં મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.

20.   નોટબંધીના નિર્ણયને દેશની જનતાએ આવકાર્યો છે.નોટબંધી બાદ તુરંતજ ઉતરપ્રદેશ,ઉતરાખંડ અને ગોવા વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.ઉપરાંત મહારાષ્ટ્ર,ઓડીશા,ચંડીગઢ અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થયો છે.

21.  ફુગાવો-મોંઘવારી અટકાવવા,અમીર-ગરીબ વચ્ચેની અસમાનતા ઘટાડવા,દેશ વિરોધી પ્રવૃતીઓ અટકાવવા,ગરીબોના શશક્તિકરણ તેમજ દેશનાં અર્થતંત્રને વધુ મજબુત બનાવવા માટે નોટબંધી અનિવાર્ય હતી.


22.  તાજેતરમાંજ ગત ૧૫ ઓક્ટોબરે યુકે સરકાર દ્વારા ૧ પાઉન્ડના સિક્કાને બંધ કરી દેવામાં આવ્યો,પરંતુ ત્યાં કોઈ પ્રકારની નકારાત્મકતા ફેલાઈ નથી.

23.  દેશહિત માટે આવા નિર્ણયો જરૂરી હોય છે અને આવા આકરા નિર્ણયો તો ૫૬ની છાતી ધરવતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જ લઇ શકે. 


રવિવાર, 16 જુલાઈ, 2017

નોટબંધી બાદ વધુ મજબુતીથી આગળ વધતું ભારતીય અર્થતંત્ર

નોટબંધી બાદ વધુ મજબુતીથી આગળ વધતું ભારતીય અર્થતંત્ર

શેરબજાર ઓલટાઇમ હાઈ , નિકાસમાં વૃદ્ધિ,
ફુગાવામાં ઘટાડો , જીડીપીમાં વધારો

૮ નવેમ્બર ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય અર્થતંત્રની લાંબાગાળાની મજબૂતાઈ માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો.તે નિર્ણય મુજબ રુ.૫૦૦ અને રુ.૧૦૦૦ ની નોટ ને કાયમી માટે ચલણમાંથી રદ કરવામાં આવી.જેને આપણે બીજા શબ્દોમાં વિમુદ્રીકરણ કહીએ છીએ.વડાપ્રધાનશ્રીના આ નિર્ણય બાદ વિરોધપક્ષોએ દેશભરમાં નોટબંધી નો વિરોધ કરી, કાગારોળ મચાવી  હતી તેમજ કોંગ્રેસ પ્રેરિત અનેક અર્થશાસ્ત્રીઓએ પણ વિમુદ્રીકરણને લીધે ભારતીય અર્થતંત્રમાં મંદી આવશે,મોંઘવારી વધશે,કારોબાર ઠપ્પ થઇ જશે વિગેરે જેવી આગાહીઓ કરી હતી.ટી.વી.ચેનલ્સમાં પણ નોટબંધીની તકલીફોને લઇ ખુબ ચર્ચાઓ ચાલી.પરંતુ વિમુદ્રીકરણનાં ૭ મહિના પછી આજે આપણે તેની અસરો અંગે તાજેતરની આંકડાકીય માહિતીઓ સાથે સમીક્ષા કરીએ તો સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે વિમુદ્રીકરણ બાદ ભારતીય અર્થતંત્ર વધુ ને વધુ મજબુતીથી આગળ વધી રહ્યું છે.શ્રી નરેન્દ્ર મોદીનાં શાશનમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતે તમામ આર્થીક સુચકાંકોમાં સુધારો કર્યો છે.જેનાં લીધે રાજકોષીય ખાધ,ચુકવણીનાં સંતુલનની ખાધ અને મોંઘવારીમાં ઘટાડો થયો છે.સાથે સાથે જીડીપી વૃદ્ધીદર,વિદેશી હુંડીયામણ અને વિદેશી મૂડી રોકાણમાં વધારો થયો છે અને ભારતે વિકાસમાં હરણફાળ ભરી છે.

શેરબજાર અને મ્યુચલ ફંડ :
  • ભારતીય શેરબજાર નાં મુખ્ય સુચકાંકો તેના અગાઉના તમામ વિક્રમો તોડી ૧૪ જુલાઈ શુક્રવારના રોજ તેની ઓલટાઈમ હાઈની સપાટી પર પહોચ્યા હતા.સેન્સેક્સ ૩૨૧૦૯ અને નિફ્ટી ૯૯૧૩ ની વિક્રમી સપાટી પર પહોંચ્યા હતા.ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રારંભથી એટલે કે ગત એપ્રીલ માસથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં ૨૪૨૦ પોઈન્ટ એટલેકે કુલ ૮ ટકાનો વધારો નોંધાયો છે તેમજ ચાલુ કેલેન્ડર વર્ષનાં પ્રારંભથી અત્યાર સુધીમાં ૧૯ ટકાનો વધારો નોંધાયો છે.
  • એનએસડીએલ નાં ઉપલબ્ધ ડેટા મુજબ ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રારંભથી અત્યાર સુધીનાં સમયગાળા દરમીયાન એફઆઈઆઈ દ્વારા ભારતમાં અંદાજે ૨.૨ અબજ ડોલરનું એટલેકે ૧૪,૬૨૫ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
  • આ સમયગાળા દરમીયાન મ્યુચલ ફંડ્સ દ્વારા ૫.૧ અબજ એટલેકે ૩૩,૧૯૬ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
  • ૨૦૧૭નાં પ્રથમ ૬ મહિનામાં ફંડ હાઉસોએ ૨૮ એનએફઓ દ્વારા કુલ રૂપિયા ૭૪૬૯ કરોડ ઉભા કર્યા છે જે દેશનાં નાનાં રોકાણકારોનું ૨૦૦૮ બાદનું સૌથી મોટું મૂડી રોકાણ છે.
  • જુન માસ દરમીયાન મ્યુચલ ફંડમાં નવાં ૧૦ લાખ રોકાણકારોનો ઉમેરો થતાં મ્યુચલ ફંડ્સનો પોર્ટફોલિયો વધીને ૫૭.૮૨ મીલીયનની ઓલટાઇમ હાઈની સપાટીએ પહોચ્યો છે.સેબી પાસેથી ઉપલબ્ધ માહિતી મુજબ કુલ ફોલીયોની સંખ્યા ૩.૪૨ કરોડથી પણ ઉપર પહોંચી ગઈ છે.
  • આગામી પાંચ વર્ષમાં નિફ્ટી ૩૦,૦૦૦ પર પહોંચશે : મોર્ગન સ્ટેન્લી
  • નિફ્ટી ચાલુ વર્ષે ૧૦,૦૦૦ વટાવશે , બે વર્ષમાં ૧૨,૦૦૦ થશે : CLSA
ફુગાવો
  • જથ્થાબંધ ભાવ આધારિત જુન મહિનાનો ફુગાવો ઘટીને ૦.૯૦ ટકા સાથે ૧૪ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે.મે મહિનામાં આ આંક ૨.૧૭ ટકા હતો.
  • રીટેલ ફુગાવો જે મે મહિનામાં ૨.૨૦ ટકા હતો તે જુન મહિનામાં ઘટીને ૧.૫૪ ટકા રહ્યો છે.રીટેલ ફુગાવો જે જુન ૨૦૧૩માં ૯.૯ ટકા,જુન ૨૦૧૪મ ૭.૪૬ ટકા, જુન ૨૦૧૫માં ૫.૪ ટકા, જુન ૨૦૧૬માં ૫.૭૭ ટકા હતો તે જુન ૨૦૧૭ માં ઘટીને ૧.૫૪ ટકા પર પહોંચી ગયો છે જે મોદી સરકારની મોંઘવારી સામેની લડાઈમાં બહુ મોટી સિદ્ધી કહી શકાય
  • જુન મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૨.૨૭ ટકા રહ્યો છે. જે મે મહિનામાં ૨.૫૧ ટકાના સ્તરે હતો.
  • શાકભાજીનો ફુગાવો જુન મહિનામાં માઈનસ ૨૧.૧૬ ટકા નોંધવામાં આવ્યો છે.બટાકાના ભાવમાં સૌથી વધુ ૪૭.૩૨ ટકાનો ઘટાડો થયો છે.કઠોળ અને દાળનાં ભાવમાં ૨૫.૪૭ ટકાનો ઘટાડો તેમજ ડુંગળીનાં ભાવમાં ૯.૪૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
  • ૧લી જુલાઈથી લાગુ થયેલા જીએસટીની અસર પણ ફુગાવા પર સામાન્ય રહેવાની શક્યતાને જોતા જે.પી.મોર્ગને કેલેન્ડર વર્ષ ૨૦૧૮નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં રીટેલ ફુગાવો ૪ ટકા આસપાસ રહેવાની ધારણા કરી છે.જે રીઝર્વ બેંક નાં ટારગેટ કરતાં પણ ઓછો છે.
આયાત - નિકાસ
  • જુન મહિનામાં ભારતની નિકાસ ૪.૩૯ ટકા વધીને ૨૩.૫૬ બિલિયન ડોલર રહી હતી.રસાયણ,એન્જીનીયરીંગ અને મરીન પેદાશોની નિકાસમાં વધારો જોવા મળ્યો છે.
  • એન્જીનીયરીંગ પ્રોડક્ટ્સ ની નિકાસમાં ૧૪.૭૮ ટકા ,પેટ્રોલીયમ પ્રોડક્ટ્સની નિકાસમાં ૩.૬ ટકા , કેમિકલ્સની નિકાસમાં ૧૩.૨ ટકા , ચોખાની નિકાસમાં ૨૭.૨૯ ટકા તેમજ મરીન પેદાશોની નિકાસમાં ૨૪.૨૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
  • જુન મહિનામાં આયાતમાં પણ ૧૯ ટકાનો વધારો જોવા મળ્યો છે.જુનમાં ૩૬.૫૨ બિલિયન ડોલરની આયાત કરવામાં આવી હતી.
FDI - સીધું વિદેશી રોકાણ (Foregin Direct Investment).

  •  છેલ્લાં ત્રણ વર્ષમાં જુદાજુદા ૨૧ સેક્ટર્સ માટેનાં સીધાં વિદેશી રોકાણોના નીતિ નિયમોમાં ૮૭ જેટલાં સુધારાઓ કરી તેમાં સરળતા લાવવામાં આવી છે. તેમજ અમુક ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા ૧૦૦ ટકા કરવામાં આવી છે.જેને લીધે વૈશ્વિક રોકાણકારો તેમજ કોર્પોરેટ્સ જગત માટે આજે ભારત રોકાણ માટેનું વિશ્વનું સૌથી આકર્ષક કેન્દ્ર બન્યું છે.ભારતમાં સીધું વિદેશી રોકાણ ૨૦૧૬-૧૭માં તેની રેકોર્ડ સપાટી ૬૧.૭૨ બિલિયન યુ.એસ.ડોલર પર પહોચ્યું છે.જે માર્ચ ૨૦૧૬ માં ૫૫.૬ બિલિયન ડોલર હતું અને ૨૦૧૩ માં ફક્ત ૩૪.૪૮ બિલિયન ડોલર હતું.
જીડીપી - કુલ ઘરેલું ઉત્પાદન (Gross Domestic Production)
  • ભારતનો જીડીપી ૨૦૧૪-૧૫ માં ૬.૫૦ હતો તે ૨૦૧૬-૧૭માં વધીને ૭.૨ પર પહોચ્યો છે.જે ૨૦૧૭-૧૮ માં ૮ ટકા રહેવાની ધારણા છે.
  • જીએસટી લાગુ પડ્યા બાદ દોઢ થી બે વર્ષમાંજ ભારતનાં જીડીપી માં ૪.૫ ટકાનો વધારો થશે : ફેડરલ રીઝર્વ બેંક
આમ,ઉપરનાં આંકડાઓ જોતા ખ્યાલ આવે છે કે નોટબંધીના કડક નિર્ણય અને અમલ બાદ પણ ભારતીય અર્થતંત્ર વધારે મજબુતીથી અને મક્કમતાથી આગળ વધી રહ્યું છે.તેના પરથી એક વાત સાબિત થાય છે કે અર્થતંત્રમાં આમૂલ પરિવર્તન લાવવું હોય તો ક્યારેક કડક નિર્ણયો લેવા જ પડે.શરૂઆતમાં લોકો ટીકા કરે પરંતુ  નિર્ણય પ્રમાણિક હોય,ઈરાદો સાફ હોય અને દેશહિત જ સર્વોપરી હોય તો અંતે સફળતા મળે જ છે.

રવિવાર, 18 જૂન, 2017

GST - વન નેશન - વન ટેક્સ - ભારતીય કરમાળખામાં આઝાદી પછીનો સૌથી મોટો સુધારો

GST - વન નેશન - વન ટેક્સ

ભારતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ટી.વી.,મીડિયા,સમાચારપત્રો તેમજ રાજકીય પાર્ટીઓના વચનોમાં પણ વારંવાર જીએસટી નો ઉલ્લેખ થતો આવ્યો છે.ઉદ્યોગકારો અને વેપારી વર્ગ પણ જીએસટી ક્યારે લાગુ થશે ? તેનાંથી ફાયદો થશે કે નુકશાન ? જીએસટી ની અમલવારી કરવી રોજીંદા વહેવારમાં સહેલી હશે કે કેમ ? વગેરે જેવા અનેક પ્રશ્નોને લઈને ચિંતિત હતો.પરંતુ હવે બધાના વર્ષોનાં ઇંતેજારનો અંત નજીક આવી ગયો છે.ભારતમાં જીએસટી લાગુ થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જીએસટી ને સરળતાથી સમજાવવાનો આ લેખમાં નમ્ર પ્રયાસ કર્યો છે.

જીએસટી નું પુરુંનામ ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ છે.ગુજરાતીમાં તેને માલ અને સેવાઓ પરનો કર કહી શકાય.સમગ્ર દેશમાં ૧લી જુલાઈ ૨૦૧૭ થી જીએસટી લાગુ કરવા માટે હાલ સરકાર મક્કમ છે.જીએસટી નો થોડો ઈતિહાસ જોઈએ તો વિશ્વ સમક્ષ સૌ પ્રથમ વખત જીએસટી નો વિચાર ફ્રેંચ ટેક્સ ઓફિસરે ૧૯૫૦ માં રજુ કર્યો અને ફ્રાન્સે દુનિયામાં સૌ પ્રથમ વખત ૧૯૫૪ માં જીએસટી ની શરૂઆત કરી.આજે દુનિયાનાં લગભગ ૧૪૦ જેટલાં દેશોમાં જીએસટી અમલમાં છે.ભારતમાં સૌ પ્રથમ વખત ૨૦૦૦ ની સાલમાં વાજપેયી સરકારે જીએસટી માટે હિલચાલ શરૂ કરતા પશ્ચિમ બંગાળના તત્કાલીન નાણા પ્રધાન અસીમ દાસ ગુપ્તાના નેતૃત્વમાં જીએસટીની રૂપરેખા તૈયાર કરવા માટે સમિતી બનાવી હતી.ત્યારબાદ તેનો ઔપચારિક પ્રસ્તાવ તત્કાલીન નાણા પ્રધાન ચિદમ્બરમે ૨૦૦૬ ની બજેટ સ્પીચમાં રજુ કર્યો હતો.૨૦૦૭-૦૮ માં તત્કાલીન નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ બજેટ રજુ કરતા ૧ લી એપ્રીલ ૨૦૧૦ થી જીએસટી નો અમલ શરૂ થશે તેવી જાહેરાત કરી હતી.ત્યારબાદ જીએસટી બંધારણીય સુધારા ખરડો પણ પહેલી વખત ૨૦૧૧માં તેમણે જ દાખલ કર્યો હતો.૨૦૧૪માં મોદી સરકારે ભૂતકાળમાં કોંગ્રેસે રજુ કરેલા ખરડાને સુધારા સાથે રજુ કર્યો.આમ,જીએસટી માટે છેલ્લાં ૧૭ વર્ષોમાં અનેક સમિતિઓ બની,સુધારાઓ થયા,વિવાદો થયા,વિરોધો થયા અને અંતે ૨૦૧૬માં સંસદનાં બંને સદનમાં સર્વાનુમતે જીએસટી ખરડો પસાર થયો.

જીએસટી એટલે શું ?

નામ મુજબ - માલ અને સેવા પર લાગતો વેરો એવું સદી રીતે સમજી શકાય.જીએસટી નાં લાગુ થવાથી માલ અને સેવા પર જે આડકતરા અથવા તો પરોક્ષ વેરા લદાય છે તે નાબુદ થશે.આ વ્યવસ્થામાં માલ અને સેવાઓની ખરીદી ઉપર ચુકવવામાં આવેલ જીએસટી ને તેની આગળની સપ્લાય સમયે ચુકવવામાં આવનાર જીએસટી સામે એડજસ્ટ કરી દેવામાં આવે છે.વેટ અને વેચાણવેરામાં ખરીદ અને વેચાણનાં વ્યવહાર પર વેરો લાગે છે અને ઉત્પાદન પર એક્સાઈઝ ડ્યુટી લાગે છે.જ્યારે જીએસટી માં માલ અને સેવાઓના સપ્લાય પર વેરો લાગે છે.વેટ કે વેચાણવેરામાં વેચાણ અને ખરીદના વ્યવહાર ગણવાની અગત્યની શરતોમાં બે પક્ષકારો તેમજ માલની માલિકી વેચનાર પાસેથી ખરીદનારને તબદીલ થાય છે અને તેની સામે ખરીદનાર દ્વારા ચૂકવવાનો કિંમતી અવેજ અગત્યનો છે.જયારે જીએસટી માં સપ્લાય પર વેરો લાગે અને સપ્લાયની વ્યાખ્યા મુજબ તેમાં તમામ પ્રકારના સપ્લાયનો સમાવેશ થાય.જેમકે વેચાણ,ટ્રાન્સફર,બાર્ટર,એક્સચેન્જ,લીઝ,લાઇસન્સ,ભાડે આપવું કે કોઈપણ રીતે માલ કે સેવાઓનો અવેજનાં બદલામાં ધંધા દરમિયાન કે ધંધાના વિકાસ માટે નિકાલ કરવો.આમ,અહીં સપ્લાય માટે બે પક્ષકારનું હોવું કે માલિકીનું તબદીલ થવું જરૂરી નથી અને છતાં સપ્લાય ગણાશે અને તેના પર વેરો લાગશે.જીએસટી કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાના સપ્લાયના વ્યવહારમાં જો બંને પક્ષકારો એકબીજાના સબંધિત નાં હોય અને કિંમત જ સપ્લાય માટેનું અવેજ હોય ત્યારે વ્યવહાર માટે ચૂકવેલ કે ચુકવવાપાત્ર કિંમત સપ્લાયની કિંમત ગણાશે જેનાં પર વેરો ભરવાની જવાબદારી ઉપસ્થિત થશે.સામાન્ય ભાષામાં એવું કહી શકાય કે સીધી કે આડકતરી રીતે જે કોઈ કિંમતની ચુકવણી થાય તે સપ્લાય કિંમત ગણાશે.સપ્લાયના વ્યવહાર સાથે સંકળાયેલ કોઈપણ કાર્યવાહી પેટે માલ કે સેવા પ્રાપ્ત કરનાર દ્વારા અથવા તો તે આપનાર દ્વારા જે કોઈ રકમ ચુકવાય કે મેળવાય તેનો સપ્લાયની કિંમતમાં સમાવેશ થશે.જો માલ કે સેવા મેળવનારે કોઈ માલ કે સેવા બીજાને પૂરી પડી હોય તો તેની કિંમત કે પછી તેને ચૂકવેલ રોયલ્ટી કે લાઈસન્સ ફી ની રકમનો પણ કિંમતમાં સમાવેશ થશે.સપ્લાયને લગતા આનુસાંગિક ખર્ચા પેટે ઉઘરાવેલ રકમ પછી તે સીધી હોય કે આડકતરી,તેનો પણ સમાવેશ સપ્લાયની કિંમતમાં થશે.જીએસટી સિવાયના અન્ય વેરા હોય તો તેનો પણ સમાવેશ કિંમતમાં થશે.ધંધાની સામાન્ય પ્રણાલી મુજબ ડિસ્કાઉન્ટ બિલમાં જઅપાયું હશે કે પછી વ્યવહાર વખતે જાણકારી હોય અને પછીથી બિલનાં સંદર્ભમાં અપાયું હશે,જેમ કે,ટર્નઓવર ડિસ્કાઉન્ટ,તો તે બાદ મળશે.પાછળથી કિંમતમાં ફેરફાર થતાં અપાતા ડિસ્કાઉન્ટની કપાત મળશે નહી.ટૂંકમાં એમ કહી શકાય કે સીધી કે આડકતરી રીતે મળવાપાત્ર તમામ રકમ પર વેરો ભરવાની જવાબદારી ઉપસ્થિત થશે.તેમજ હાલ એક્સાઈઝ ઉમેર્યા પછીની કિંમત પર વેટ લાગે છે પરંતુ જીએસટી માં એસજીએસટી અને સીજીએસટી બંને સમાન કિંમત પર લાગશે.આમ,વેરા પર વેરો લાગશે નહી.

જીએસટી નાં અમલ બાદ ત્રણ પ્રકારના ટેક્સ રહેશે.

1,CGST એટલે કે સેન્ટ્રલ જીએસટી જેને કેન્દ્ર સરકાર વસુલશે.
2,SGST એટલે કે સ્ટેટ જીએસટી જેને રાજ્ય સરકાર વસુલશે.
3,IGST એટલેકે ઇન્ટીગ્રેટેડ સર્વીસ ટેક્સ જે બે રાજ્યો વચ્ચેનાં વેપારને લાગુ પડશે.

જીએસટી લાગુ થવાથી કયા કયા વેરાઓ નાબુદ થશે ?

૧, સેન્ટ્રલ એક્સાઈઝ
૨, એક્સાઈઝ અને કસ્ટમ પર લાગતી વધારાની ડ્યુટી
૩, કસ્ટમ પર લાગતી ખાસ વધારાની ડ્યુટી - એસએડી
૪, સર્વીસ ટેક્સ
૫, ગુડ્સ અને સર્વીસ ટેક્સ પર લાગતા સેસ અને સરચાર્જ
૬, વેટ
૭, સેન્ટ્રલ સેલ્સટેક્સ
૮, પરચેઝ ટેક્સ
૯, લક્ઝરી ટેક્સ
૧૦, એન્ટ્રી ટેક્સ
૧૧, મનોરંજન કર
૧૨, જાહેરાતો,લોટરી,જુગાર તથા બેટિંગ પર લાગતા ટેક્સ
૧૩, રાજ્યના સેસ અને સરચાર્જ

જીએસટી થી દેશને શું ફાયદો ?

જીએસટી લાગુ થવાથી ભારતનાં બિઝનેશ માળખામાં આમૂલ પરિવર્તન આવશે.અર્થતંત્રમાં તેજીનો સંચાર થશે જેનાંથી ભારતનાં જીડીપી માં દોઢ થી બે ટકાનો વધારો તાત્કાલિક જોવા મળશે તેમજ ભારતનું બે ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર 'એક કોમન બજાર' માં ફેરવાશે.ભારતની આંતરરાષ્ટ્રીય શાખ વધુ મજબુત થશે.ભારતમાં બિઝનેશ કરવો વધુ સરળ બનશે.ભારતીય ઉત્પાદનો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ સ્પર્ધાત્મક બનશે.વેપારનાં વોલ્યુમમાં વધારો થાય.એક્સપોર્ટ માર્કેટમાં ભારતીય કંપનીઓની પ્રતિસ્પર્ધાની ક્ષમતા વધશે તેથી વિદેશી હુંડીયામણમાં વધારો થશે.સમગ્ર દેશમાં સમાન કરમાળખું હોવાથી વિદેશી રોકાણકારો,વિદેશી કંપનીઓ ભારતમાં તેનું રોકાણ વધારશે.જીએસટી નાં અમલથી સરકારની આવકોમાં પણ વધારો થશે જેથી દેશનાં વિકાસ કાર્યોમાં પણ ગતિ આવશે.આમ,લાંબાગાળે જીએસટીને લીધે ભારતીય અર્થતંત્ર વધુ મજબુત બનશે અને વિશ્વનાં અન્ય મોટાં અર્થતંત્રોને હંફાવશે.

જીએસટી થી ગ્રાહકોને શું ફાયદો ?

જીએસટી લાગુ થવાથી કેન્દ્ર અને રાજ્યનાં જુદાજુદા ૧૩ પ્રકારના વેરા લાગવાના બંધ થશે.હાલમાં અલગ - અલગ વસ્તુઓ અને સેવાઓ પર આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ૩૦ થી ૩૫ ટકા જેટલો કર ચૂકવીએ છીએ.જયારે જીએસટી વ્યવસ્થા હેઠળ આ દર જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર ૦ ટકાથી લઇને અન્ય ચીજ વસ્તુઓ અને સેવાઓ પર ૫% , ૧૨% , ૧૮%  અને લક્ઝરી ચીજ વસ્તુઓ તેમજ સેવાઓ પર ૨૮% જેટલો રહેશે.તેમજ જીએસટી અંતર્ગત ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ પણ ઘટશે તેથી ક્રમશઃ કિંમતોમાં પણ ઘટાડો જોવા મળશે.એકંદરે મોંઘવારી ઘટશે અને ગ્રાહકોને ફાયદો થશે.

જીએસટી બીલના મુખ્ય મુદ્દાઓ :

૧, ઉદ્યોગકાર તેમજ વેપારીઓને વેરાની ચુકવણી માટે ડીજીટલ પેમેન્ટની સુવિધા.
૨, નોંધણી,રીટર્ન,પેમેન્ટ માટે કોમન પોર્ટલ,જીએસટી નેટવર્કની સુવિધા.
૩, SGST, CGST અને IGST એમ ત્રણેય ટેક્સ માટે કોમન એપ્લીકેશન અને કોમન રજીસ્ટ્રેશન ફક્ત ત્રણ જ       દિવસમાં મળી શકશે.
૪, કરદાતાએ ફક્ત વેચાણ એટલેકે સપ્લાયની જ વિગતો સીસ્ટમ પર અપલોડ કરવાની રહેશે,બાકીના              પત્રકોનાં ભાગ સીસ્ટમ દ્વારા આપો આપ અપલોડ થશે.
૫, જીએસટી સુવિધા પ્રોવાઇડર તથા જીએસટી રીટર્ન પ્રીપેરર કાયદાનું પાલન કરવામાં અને ઈ-સર્વિસમાં          પણ મદદરૂપ થશે.
૬, ક્રોસ એમ્પાવરમેન્ટ હેઠળ દોઢ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પૈકી ૯૦ ટકા વેપારીઓની          તમામ કામગીરી રાજ્ય હસ્તક રહેશે.
૭, વેટ માટે નોંધાયેલ વેપારીઓ આપોઆપ જીએસટી માટે નોંધાયેલા ગણાશે.
૮, છેલ્લાં દિવસે કલોઝિંગ સ્ટોકની વેરાશાખ જીએસટી હેઠળ મળવાપાત્ર છે.
૯, ૨૦ લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવનાર માટે નોંધણી ફરજીયાત.
૧૦,પોતાને માટે ખેતી કરતાં ખેડૂતોને નોંધણીમાં મુક્તિ.
૧૧,આંતરરાજ્ય ખરીદીની વેરાશાખ મળવાપાત્ર
૧૨, નાના વેપારીઓ માટે ઉચ્ચકવેરો ભરવાની સુવિધા.
૧૩,નિકાસ અને એસઈઝેડ નાં વ્યવહારોમાં વેરા મુક્તિ.







શુક્રવાર, 28 એપ્રિલ, 2017

મોદી સરકારના નેતૃત્વમાં ભારતમાં 'પોલીટીકસ ઓફ પરફોમન્સ'ના નવા યુગની સોનેરી શરૂઆત

દેશ બદલ રહા હૈ, વિપક્ષો કંઇ ઉકાળી શકવા સક્ષમ નથી,ઓમર અબ્દુલાએ પણ ર૦ર૪ ની તૈયારી કરવા સુચવ્યુ, 
નેતાગીરીની નિષ્ક્રિયતા અને અમલદારોની જડતાને મોદીએ ગાયબ કરી કાળાનાણા-ભ્રષ્ટાચાર સામે અભિયાન છેડયું: દેશભરમાં જનસુખાકારીના પગલાને જબર સમર્થન

તાજેતરમાં જ દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવ્યા આ ચૂંટણીના પરિણામો બાદ કાશ્મીરના પૂર્વમુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટવીટ કરીને જણાવ્યું કે ''દેશના તમામ વિપક્ષોએ હવે ર૦ર૪ ની તૈયારી કરવી જોઇએર૦૧૯માં વિપક્ષો ખાસ કંઇ કરી શકે તેમ નથી'' ઓમર અબ્દુલ્લાએ દેશની જનતાનો  મુડ અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિનો સ્વીકાર આ ટવીટ દ્વારા કર્યો છે.
   ઓમર અબ્દુલ્લાની આ વાત દેશનો વિરોધ પક્ષ મનમાં તો સમજે જ છે પરંતુ જાહેરમાં સ્વીકારતા મુંજાય રહ્યો છે. જે બહુ સ્વાભાવિક છે. ર૦ર૪ તો હજુ દુર છે પરંતુ ર૦૧૯ માટે તો ચોકકસ કહી શકાય કે ર૦૧૪ અને ર૦૧૭ કરતા પણ વધારે ભવ્ય જીત સાથે મોદી લહેર વિપક્ષોના સુપડા સાફ કરી નાખશે. નરેન્દ્રભાઇના કે ભાજપના વિરોધીઓ-આલોચકો પણ એ વાતથી ઇન્કાર ના કરી શકે કે મોદી સરકારે અમલદારશાહિ તેમજ સમગ્ર શાસન વ્યવસ્થામાં આમુલ પરીવર્તનો કર્યા છે સત્તા સંભાળ્યા બાદ શ્રી મોદીજીએ અનુભવ્યું કે સતા પર બેઠેલા નેતાઓની નિષ્ક્રીયતા અને અમલદારશાહીની જડતા આ બંને વસ્તુ દેશના વિકાસ માટે અવરોધક છે. ત્યારબાદ વડાપ્રધાને નિશ્ચિત લક્ષ્ય સાથેની યોજનાઓનો આરંભ કર્યો તેમજ મંત્રીમંડળને પણ કામોના ટારગેટ આપ્યા અને તમામ મંત્રીઓએ નિયમિત સમયાવિધ પર તેમના કાર્યોનું રીપોર્ટકાર્ડ ફરજીયાત રજુ કરવુ તેવી પ્રથા ચાલુ કરી સરકારી અમલદારોની પણ દરેક યોજનાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરી અને તેમને સોંપેલા કાર્યોનું નિયમિત રીતે મુલ્યાંકન કરવાની વ્યવસ્થા બનાવી રાજયો સાથે પણ દર મહિને નિયમિત સમીક્ષા બેઠકો મળે અને કેન્દ્ર સરકાર અને રાજય સરકારોની યોજનાઓની વાસ્તવિક સ્થિતિ જાણવાનું શરૂ કર્યું મોદીની આ પ્રકારની કાર્યશૈલીને લીધે તેઓને દેશની વાસ્તવિક સ્થિતિનો ઝડપથી અંદાજો આવ્યો અને તેના ઉપાય રૂપે પ્રધાન મંત્રીએ ફકત અઢિ પોણાત્રણ વર્ષના ગાળામાં નવીનતમ પાયાની જરૂરીયાતોનો ઉકેલ લાવતી સંખ્યાબંધ યોજનાઓ શરૂ કરી અને તેના સુચારૂ અમલીકરણ દ્વારા દેશમાં હકારાત્મક પરિવર્તનો મળવાના ચાલુ થઇ ગયા.
   ર૦૧૪ ની સાલ સુધી કેન્દ્ર સરકારનો ભ્રષ્ટાચાર એ દેશમાં બહુ મોટો મુદ્દદો હતો ત્યારબાદ મોદી સરકારના શાસનમાં વિપક્ષોએ અનેક કુટિલ પ્રયાસો કર્યા છતા તેઓ મોદી સરકાર સામે ભ્રષ્ટાચારના કોઇ ઠોસ મુદ્દદાઓ શોધી શકયા નહિ વડાપ્રધાનશ્રીના નોટબંધીના નિર્ણય સામે પણ કોંગ્રેસમમતામાયાવતીકેજરીવાલ વગેરેએ દેશભરમાં કાગરોળ મચાવી પરંતુ તેઓ નોટબંધીના વિરોધ માટેનું કોઇ પ્રબળ કારણ શોધી શકયા નહિ કે જનતાનું સમર્થન પણ મેળવી શકયા નહિ. ઉલ્ટાનું ઉતરપ્રદેશ સહિત તમામ ચૂંટણીઓના પરિણામોએ તો નોટબંધી પર જનતાના સમર્થનની મહોર લગાવી દીધી. જનતાએ નોટબંધીને કાળાનાણા અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધના મહાઅભિયાન તરીકે સ્વીકારી હતી. લોકો અસુવિધા ભોગવીને બેંકોની લાઇનમાં ઉભા રહેતા હોવા છતા આખા દેશમાં નોટબંધી વિરૂધ્ધ કોઇ મોટુ આંદોલન કે વિરોધ પ્રદર્શન થયુ નહિ તેનાથી એક વાત તો સ્પષ્ટ હતી કે જનતા કાળાનાણા અને ભ્રષ્ટાચારની વિરૂધ્ધની લડાઇમાં મોદી સરકાર સાથે છે પરંતુ વિપક્ષો આટલુ પણ સમજી શકયા નહિ. કોંગ્રેસના છેલ્લા દસ વર્ષના શાસનમાં દેશની જનતાને સરકાર પરથી ભરોસો ઉઠી ગયો હતો અને આજે તે જ જનતા વડાપ્રધાનશ્રીના એકજ આહવાનથી પોતાની ગેસ સબસીડી સ્વેચ્છાએ છોડી રહી છે. પહેલા સરકાર પાસેથી વધુ લાભો મેળવવા કાગારોળ કરતી જનતા આજે દેશ માટે પોતાને મળતા લાભો પણ સ્વેચ્છાએ છોડવા તૈયાર થઇ જાય છે. ભારતીય લોકતંત્રની આ એક બહુ મહત્વની ઘટનાઓમાંની એક ઘટના કહી શકાય. દેશની જનતાના સરકાર પ્રત્યેના વિશ્વાસને પુનઃ સ્થાપિત કરવાનુ ભગીરથ કાર્ય મોદી સરકારે બહુજ ટુંકા ગાળામાં કર્યુ જે કોઇપણ લોકતંત્રની સમૃધ્ધિ અને વિકાસ માટે બહુ આવશ્યક છે.
   પ્રધાનમંત્રીએ દેશના ગરીબ અને નીમ્ન મધ્યમવર્ગનો દેશના આર્થિક માળખામાં સમાવેશ થાય તેવા શુભહેતુથી જનધન યોજના દ્વારા તેઓના બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું અને જોતજોતામાં જનધન યોજના હેઠળ અંદાજે રપ કરોડ જેટલા બેંક એકાઉન્ટ ખુલ્યા અને તેમાં હજારો કરોડ રૂપિયા બચત રૂપે જમા પણ થયા હવેગરીબોના આ તમામ બેંક ખાતાઓને આધારકાર્ડ સાથે જોડી સરકાર દ્વારા ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (ડીબીટ) યોજના શરૂ કરવામાં આવી જે અંતર્ગત સરકાર તરફથી વિવિધ યોજનાઓમાં મળતી સહાયની રકમ સીધી જ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જ જમા થશે.જેથી 'વચેટીયા વેરોએક જ ઝાટકે સંપૂર્ણ નાબુદ થઇ ગયો. આજે મનરેગા જેવી લગભગ ૭૪ યોજનાઓમાં હજારો કરોડની રકમ ગરબીના બેંક એકાઉન્ટમાં સીધીજ જમા થઇ રહી છે આ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર યોજનાને ર૦૧૭ ના અંત સુધીમાં બીજી ૧૪૪ જેટલી યોજનાઓમાં લાગુ કરવાનું  લક્ષ્ય છે. સરકાર માટે ગાંવગરીબકીસાનમજુરયુવા તેમજ મહિલા એ પ્રાથમિકતા છે જે મોદી સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ વિષયક બાબતોમાં ઝડપી પરીવર્તન તેમજ ત્વરિત નિર્ણયો પરથી સ્પષ્ટ જણાય આવે છે.
    પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના કુદરતી આપતીઓ સામે ખેડૂતોને ખાતરી પૂર્વકનું સંરક્ષણ આપે છે. આઝાદી પછીનાં આટલા  વર્ષોમાં ખુબ જ ઓછાં પ્રીમીયમમાં સૌથી વધુ વળતર આપતી ખેડૂતો માટેની આ પ્રથમ સરાહનીય યોજના છે. દેશનાં ઓછામાં ઓછા પ૦ ટકા ખેડૂતો સુધી આ યોજનાનો લાભ આવતા બે વર્ષમાં પહોંચે તેવું સરકારનું લક્ષ્ય છે. આઝાદી પછીનાં આટલાં વર્ષેા બાદ પણ દેશનાં ૧૮૦૦૦ ગામડાઓમાં વિજળી પહોંચી નહોતી. આજે મોદી સરકારનાં  ફકત પોણા ત્રણ વર્ષનાં શાસનમાં ૧૮૦૦૦ માંથી ૧૩૦૦૦ ગામડાઓમાં વિજળી પહોંચાડી દેવામાં આવી છે અને આવતાં એક વર્ષમાં બાકીનાં બધા ગામડાઓમાં વિજળી પહોંચાડવાનું લક્ષ્ય છે. ઉદય યોજનાને પણ દેશનાં મોટાભાગનાં રાજયોએ સ્વીકારી છે જેનાથી આગામી દિવસોમાં સસ્તી વિજળીનો લાભ મળશે. તેવી જ રીતેઉજાલા યોજના દ્વારા મોદી સરકારે દેશભરમાં રર કરોડ જેટલાં સસ્તા એલઇડી બલ્બનું વિતરણ કર્યુ જેનાથી દર વર્ષે લગભગ ૧૧પ૩ર કરોડ રૂપિયાની બચત વિજળી ખર્ચમાં થશે. નીમ કોટેડ યુરિયા નીતિનો લાભ પણ દેશભરનાં ખેડૂતોને મળ્યો છે. યુવાનોને સ્વરોજગાર માટે સરકાર દ્વારા મુદ્રા યોજના જાહેર કરવામાં આવી જેના દ્વારા અંદાજે એક કરોડથી વધુ યુવાનોને રોજગારી ઉપલબ્ધ થઇ. દેશનાં ગરીબોને સસ્તા ભાવે દવા મળી રહે તે માટે દેશભરમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં સરકારે 'સ્વાસ્થ્ય નીતિજાહેર કરી જેનાં અંતર્ગત લોકોને નિઃશુલ્ક અથવા સસ્તા દરે ચીકિત્સા તથા સારવાર ઉપલબ્ધ થશે.
   આમમોદી સરકાર દ્વારા એક પછી એક યોજનાઓ સફળતા પૂર્વક  તેનાં લક્ષ્ય તરફ આગળ વધી રહી છે જેનાં લીધે લોકોને મોદી સરકારની લોક કલ્યાણજન સુખાકારી અને સુસાશન આપવા માટેની કટીબધ્ધતાનાં દર્શન થાય છે અને જનતાનો વિશ્વાસ મોદી સરકાર પ્રત્યે વધુને વધુ પ્રબળ બનતો જાય છે. બીજી બાજૂ કમજોર અને મુદદાહિન વિપક્ષો પાસે મોદીનાં વિજય રથને રોકવા માટેનો કોઇ ઉપાય નથી. રાજનૈતિક પંડીતો તથા વિશ્લેષકો ભલે આ વાતનો સ્વીકાર નાં કરે પરંતુ જમીની હકિકત એ છે કે સરકાર તેનાં પરફોરમન્સનાં આધારે ર૦૧૯ માં ર૦૧૪ કરતાં પણ મોટો જનાધાર મેળવશે.

સોમવાર, 20 ફેબ્રુઆરી, 2017

કેન્દ્રીય બજેટ ૨૦૧૭-૧૮ : સર્વ સમાવેશક,સંતુલિત વિકાસલક્ષી,લક્ષ્યવેધી બજેટ

કેન્દ્રીય બજેટ ૨૦૧૭-૧૮ : સર્વ સમાવેશક,સંતુલિત વિકાસલક્ષી,લક્ષ્યવેધી બજેટ

ભારતના નાંણાપ્રધાન શ્રી અરુણ જેટલી દ્વારા ગત ૧લી ફેબ્રુઆરીના રજુ કરવામાં આવેલ દેશનું ૨૦૧૭-૧૮ નાં વર્ષ માટેનું સામાન્ય બજેટ વાસ્તવમાં અસામાન્ય બજેટ સાબિત થયું એમ કહીએ તો ખોટું નહી.કારણકે નાણામંત્રી સામે આ વખતે અસંખ્ય ઘરેલું અને વૈશ્વિક પડકારો હતા જેમકે ડીમોનીટાઈઝેશન પછીનું પ્રથમ બજેટ,બ્રીટનનું યુરોપિયન યુનિયનમાંથી છુટા પડવાની ઘટના – બ્રેક્ઝીટ,ક્રુડ ઓઈલનાં વધતા ભાવ,અમેરિકામાં નવી સરકાર,વૈશ્વિક માંગમાં ઘટાડો વગેરે જેવા પડકારો વચ્ચે નાણાંપ્રધાન દેશનાં અર્થતંત્રને ઉની આંચ પણ નાં આવે અને ભારતનો આર્થીક વિકાસ તેજ ગતિએ આગળ વધે તે પ્રકારનું સર્વ સમાવેશક,સંતુલિત વિકાસલક્ષી,લક્ષ્યવેધી બજેટ આપવામાં સફળ રહ્યાં છે.આમપણ, આ વખતનું બજેટ ઐતિહાસિક બજેટ કહેવાશે કારણકે દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લાં દિવસે રજુ થતું બજેટ આ વખતે સૌ પ્રથમ વખત પહેલી ફેબ્રુઆરીએ રજુ થયું છે.જેથી માર્ચની આખર સુધીમાં નાણા ખરડાને મંજુરી મળી જાય અને નવાં નાણાંકીય વર્ષથી તમામ વિકાસ યોજનાઓનો સુપેરે અમલ શરુ થઇ શકે તેમજ ફાળવાયેલી રકમ પણ પુરા એક વર્ષ વાપરી શકાય.સાથે સાથે અલગ રેલ્વે બજેટનો પણ આ વખતથી અંત આવ્યો છે.સામાન્ય બજેટની સાથેજ રેલ્વે બજેટ રજુ થતાં ભાડાં વધારો અને ફક્ત રાજકીય લાભ ખાતર થતી નવી ટ્રેનોની લોભામણી જાહેરાતોનો પણ અંત આવ્યો છે.બજેટમાં મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત,રીયલ એસ્ટેટ અને એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્ર માટે રાહતો,ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ખર્ચ,માર્ગ અને સસ્તાં મકાનોના નિર્માણ,લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગોને ઇન્કમટેક્ષ માં રાહત તેમજ ખેતીક્ષેત્ર,ગ્રામ્ય યોજનાઓ અને સામાજીક ક્ષેત્રો ને વધુ ફાળવણી જેવા પગલાઓને લીધે લોકોની ખરીદશક્તિ વધશે અને અર્થતંત્રમાં નવાં પ્રાણ ફૂંકાશે.સરકાર વહીવટી ખર્ચાઓમાં કાપ મૂકી રાજકોષીય ખાધના ૩ ટકાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કટિબદ્ધ છે જેની બોન્ડ માર્કેટ પર સારી અસર થશે તેમજ વૈશ્વિક મૂડી રોકાણો વધુ આકર્ષી શકાશે.

બજેટ ઉડતી નજરે
  • ·         ૨.૫ લાખથી ૫ લાખ સુધીની આવક પર ૧૦ ટકાને બદલે ૫ ટકા ઇન્કમટેક્ષ લાગશે.
  • ·         ૫૦ લાખથી એક કરોડ રૂપિયાની વાર્ષિક આવક પર ૧૦ ટકા સરચાર્જ.
  • ·         એક સાથે રૂપિયા ત્રણ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ.
  • ·         ૫૦ કરોડ સુધીનું વાર્ષિક ટનઓવર ધરાવતી કંપનીઓએ ૩૦ ટકાને બદલે હવે ૨૫ ટકા જ કોર્પોરેટ ટેક્ષ ચૂકવવો પડશે.દેશની ૯૦ ટકા કંપનીઓને સીધો ફાયદો.
  • ·         એલ.એન.જી. પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૨.૫ ટકા કરાઈ.
  • ·         રાજકીય પક્ષો રોકડેથી ૨૦૦૦ રૂપિયાથી વધુનું ફંડ નહી લઇ શકે.
  • ·         એફ.આઈ.પી.બી. ને રદ કરવામાં આવશે અને એફ.ડી.આઈ. પોલિસી વધુ અનુકુળ બનાવવામાં આવશે.
  • ·         વેપારીઓને કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વાળવા માટે પ્રોત્સાહક યોજનાઓ.
  • ·         આધાર કાર્ડથી પેમેન્ટ કરવા માટે નવાં ૨૦ લાખ મશીનો મુકાશે.
  • ·         ધાર્મિક યાત્રાઓ માટે નવી ટ્રેનો.
  • ·         વરિષ્ઠ નાગરિકો માટે ૮ ટકાનાં ગેરેન્ટેડ વ્યાજ સાથે એલ.આઈ.સી. દ્વ્રારા નવી યોજના.
  • ·         રેલ્વેનાં વિકાસ માટે ૧.૩૨ લાખ કરોડની ફાળવણી.
  • ·         ૩૫૦૦ કી.મી. ની નવી રેલ્વે લાઈનો નાંખવામાં આવશે.
  • ·         રેલ્વેની ઈ ટીકીટ પર સર્વીસ ચાર્જ નહી.
  • ·         મેડીકલ પીજી નાં કોર્સમાં ૫૦૦૦ બેઠકોનો વધારો.
  • ·         સ્કીલ ઇન્ડિયા માટે ૧૦૦૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રો.
  • ·         પાકવીમા માટે ૯ હજાર કરોડની ફાળવણી.
  • ·         પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૧૯ સુધીમાં એક કરોડ નવાં મકાનોનું નિર્માણ.
  • ·         દેશનાં દરેક ગામડાનું ૧ લી મે ૨૦૧૯ સુધીમાં ૧૦૦ ટકા વીજળીકરણ.
  • ·         ૨૦૧૭-૧૮ માં ૪.૧ ટકાનો કૃષિ વિકાસદર હાંસલ કરવાનું લક્ષ્ય.
  • ·         ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય.