ભારતનું અર્થતંત્ર - ઊગતો સુર્ય :
દુનિયા ના બધા દેશોનુ ધ્યાન આજે ભારત પર છે.પુરા વિશ્વમા જ્યા જુઓ ત્યા ભારત ની જ વાતો થાય છે,વાહ વાહ થાય છે.ભારત ના આકૅષક આર્થિક પ્રદર્શને આખા વિશ્વની નજર ખેચી છે.ભારત ની આર્થિક વૃદ્ધિ ઔધોગિક સમુહો ના વિકાસ,સહ્સિક્તા અને વૈશ્વિકિકરણ ને આભારી છે.વિશ્વ બેન્ક ની છેલ્લિ મહિતી પ્રમાણે કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના સન્દર્ભ મા ભારત વિશ્વ મા દસ્મા ક્રમાંક નુ ઊભરતુ અર્થતન્ત્ર છે.૧૯૯૯ થી ભારત બારમા ક્રમાંક પર હતું અને હવે સાઊથ કોરિઆ અને મેક્સિકો ને પાછળ રાખી ભારત નું અર્થતંત્ર વિશ્વનાં સૌથી મોટા દસ અર્થતંત્રો માં સામેલ થઈ ગયું છે.એક ભારતીય નાગરીક તરીકે આપણાં બધાં માટે આ એક ગર્વ લેવા જેવી વાત છે.પણ સાથે સાથે ખરી કસોટીની શરુઆત પણ હવે જ છે.દસમાં ક્રમાંકથી ઊપર આવવા માટૅ ભારતનાં વીકસતા અર્થતંત્રે વિશ્વનાં ખુબજ વિક્સીત અર્થતંત્રો સાથે હરીફાઈ કરવાની છે.
કુલ ઘરેલું ઉત્પાદનનાં આંક્ડાઑ(જીડીપી)
૧,અમેરીકા---------------૧૧,૬૬૭.૫૨
૨,જાપાન---------------- ૪,૬૨૩.૪૦
૩,જર્મની---------------- ૨,૭૧૪.૪૨
૪,યુ.કે.---------------- ૨,૧૪૦.૯૦
૫,ફ્રાન્સ----------------- ૨,૦૦૨.૫૮
૬,ઇટાલી-----------------૧,૬૭૨.૩૦
૭,ચીન----------------- ૧,૬૪૯.૩૩
૮,સ્પેન----------------- ૯૯૧.૪૪
૯,કેનેડા---------------- ૯૭૯.૭૬
૧૦,ભારત--------------- ૬૯૧.૮૮
જીડીપી નાં સંદૅભમાં જોઈએ તો ભારત ચીન કરતાં બે સ્થાન જ નીચે છે અને એ સ્થાન પર પહોંચવા માટૅ ભારતે કેનેડા અને સ્પેનનાં અર્થતંત્રથી આગળ નીકળવું પડશે.
બીજી થોડીક સરખામણીઓ કરીએ તો ખરીદશક્તિનાં સંદૅભમાં અમેરીકા,ચીન અને જાપાન પછી ભારત વીશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવે છે.વિકાસનાં સંદૅભમાં જૉઈઍ તો અત્યારે ભારત એ ચીન પછી વિશ્વમાં બીજા નંબરનું સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર છે.સીઆઈએ વળ્ડૅ ફેક્ટ્બુક મુજબ ભારત વિશ્વમાં છટ્ટા ક્રમાંક નું સૌથી વધારે વિદેશી હુંડીયામણ ધરાવતું અર્થતંત્ર છે.
વિકાસ ની આગેકુચમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો =
ભારતનાં આર્થિક વિકાસમાં સેવાક્ષેત્રનો ખુબજ મોટો ફાળો છે.આપણો દેશ આમતો ખેતી પ્રધાન દેશ છે પરંતુ ખેતીક્ષેત્રે નબળાં વિકસની ખામીને સેવાક્ષેત્રનાં વિકાસે ઢાંકી દીધી એમ કહી શકાય.ખેતીક્ષેત્રનો ફાળો દેશનાં કુલ ઘરેલું ઉત્પાદન માં ૨૬.૨% થી ઘટીને ૨૧.૨% થયો છે.ભારતનાં મોટા ભાગ નાં લોકોની રોજીરોટી સીધી કે આડકતરી રીતે ખેતી સાથે સંકળાયેલી છે ત્યારે આ બાબત ચિંતાનો વિષય છે.ફક્ત ખેતી ઉપરજ નભતાં વધાંરાનાં ખેત મજુરોને અર્થતંત્રના બીજા ક્ષેત્રોમાં સમાવી લેવા ખુબજ જરુરી બને છે.તંત્ર પણ હવે ખેતી પ્રત્યે ખુબજ સજાગ બન્યું છે જે અત્યંત આવશ્યક હતું.ખેત આધારીત ઉધોગોને પ્રોત્સાહન,ઓછાં વ્યાજે ખેતીવિષયક ધિરાણ,ખેતીમાં આધુનીક્તા લાવવા માટે સરકારી મદદ,ગ્રામિણ ક્ષેત્રે માળખાકીય સવલતોનો વધારો,સિંચાઈની સવલત,ખેતીને લગતા કાયદાઓમાં સુધારાઓ,ખેતીવિષયક સંશોધનો વગેરે પ્રોત્સાહક પગલાંઓ થી આવતાં વષો માં ભારતનાં કુલ ઘરેલું ઉત્પાદનમાં ખેતીક્ષેત્રનો ફાળો વધારે હશે.
દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં ઔધોગીક ક્ષેત્રનાં ફાળા માં થોડો વધારો દેખાય છે.જીડીપી નાં સંદર્ભમાં ઔધોગીક વિકાસ દર ૨૫.૯% થી વધીને ૨૭% જેટલો થયો છે.દેશનાં જીડીપી માં સેવાક્ષેત્ર પછી જો કોઇ ક્ષેત્રનો મહત્વનો ફાળો હોય તો તે ઉત્પાદન ક્ષેત્રનો છે.આ ક્ષેત્રનાં વિકાસ માટે સરકાર દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ખુબ જ મહત્વનાં પગલાંઓ લેવામાં આવ્યા છે.કાયદાકીય મર્યાદા ઓ ઘટાડવી,સીધાં વિદેશી રોકાણ માટે વધારે ક્ષેત્રો ખુલ્લાં મુકવા,માળખાકીય સવલતો માં વધારો,કરવેરા નાં માળખા માં યોગ્ય સુધારાઓ વગેરે પગલાંઑ ને લીધે ઉત્પાદન ક્ષેત્રે નોંધનીય પ્રગતી થઇ રહી છે.છેલ્લાં કેટલાંક સમયથી વિદેશી કંપનીઓ ભારતમાં પોતાનાં ઉત્પાદન એકમો સ્થાપવા આકર્ષાઈ છે તેમજ ભારત નાં ઉધોગ સમુહો એ પણ વિદેશની કંપની ઑ હસ્તગત કરી છે અથવા તો જોડાણ કાર્યો કર્યા છે.આ બધા ને કારણે દેશનાં જીડીપી માં ઊત્પાદનક્ષેત્ર નો ફાળો હજુ વધવાનો છે.આ સીવાય માળખાકીય સવલતો,વીજળી,બંદરો વગેરે ક્ષેત્રો માં પણ હવે વિકાસ સાધવા માટૅ સરકાર કટીબદ્ધ હોય તેવું લાગે છે જે ભારત નાં કુલ ઘરેલું ઊત્પાદનનાં વધારા માં મહત્વનો ભાગ ભજવશે.
નબળાઈઓ ને તાકાતમાં ફેરવવાનો અવસરઃ-
વસ્તીની દ્રશ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે,પરંતુ ભારત માટે લાભદાયક વાત એ છે કે દેશની કુલ વસ્તીમાં યુવાનોની ટકાવારી ખુબજ વધારે છે.આ ભણેલ ગણેલ યુવાનો જ દેશની તાકાત બની ગયા છે અને આ બુદ્ધીધન ને લીધે જ દેશ દરેક ક્ષેત્રો એ પ્રગતી કરે છે.બીજી અગત્યની વાત,ભારતમાં અંગ્રેજી બૉલી શકે તેવા લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી વધારે છે જેને પરીણામે વિદેશી કંપનીઓને ભારતમાં કામ કરવું સહેલુ થઈ ગયું છે અને ભારતનાં ઉધોગ સમુહોને વિદેશમાં વેપાર કરવામાં પણ ખુબ જ સરળતા થાય છે.
તાજેતર માં જ ગોલ્ડમેન સચ દ્વારા એક રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેનું ટાઈટલ છે 'ધ પથ ૨૦૫૦',એ મુજબ ૨૦૫૦ માં ભારત એ ચીન અને અમેરીકા પછીનું વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર હશે.૨૦૩૨ માં ભારતનું અર્થતંત્ર જાપાનને ઓવરટેક કરશે.આવતાં પચાસ વર્ષ સુધી આપણું અર્થતંત્ર ૫% નાં વ્રુદ્ધી દરે ખુબ જ ઝડપથી પ્રગતી કરશે.
તેમ છતાં ,ભારતે વિશ્વનાં સૌથી શક્તિશાળી અર્થતંત્રો નાં સમુહમાં સામેલ થવાં માટે હજુ ઘણું કરવાનું બાકી છે.ગ્રામીણ તથા શહેરી માળખાકીય સવલતો,વીજળી,સિંચાઈ,રસ્તાઓ,પરીવહન,શીક્ષણ,આરોગ્ય જેવાં ક્ષેત્રો માં ખુબજ ઝડપથી વિકાસ સાધવો જરુરી છે.સંયુક્ત રાષ્ટ્રોનાં માનવ વિકાસ આંક મુજબ ભારત શીક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે હજુ વિશ્વમાં છેક ૧૨૭ મો નંબર ધરાવે છે.આ બધાં ક્ષેત્રોનાં વિકાસ માટે હજુ વધારે મુડી રોકાણની જરુરીયાત છે.ભારતનાં કાયદા, આર્થીકનીતિઓ,કરવેરાનાં માળખા વગેરે હજુ ખુબજ સરળ બનાવવાની આવશ્યક્તા છે જેથી વધારે ને વધારે વિદેશી તેમજ ખાનગી મુડી રોકાણ આકર્ષી શકાય.
આમ,દરેક બાબતોનાં અભ્યાસ કર્યા પછી એક વાત નક્કી છે કે ભારતનો કુલ ઘરેલું ઉત્પાદનનો દર ૭% થી વધીને બે આંકડાઓ પર પહોંચશે અને તેનો સીધો ફાયદો શેર બજારને થશે તેમાં કોઈ બે મત નથી.