જો વીમા કંપનીઓ તમારી ફરીયાદને દાદ ના આપતી હોય તો હવે તમે સીધા જ 'ઈરડા' નો સંપર્ક સાધી શક્શો.
ભારતીય વીમા નિયમનકાર 'ઈરડા' - 'ઈન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી' એ તાજેતરમાં જ વીમાપોલીસીઑ ને લગતી ફરીયાદો નાં ઝડપી નિવારણ માટે એક રુપરેખા ઘડી કાઢી છે.અત્યાર સુધીની પરિસ્થિતી મુજબ ગ્રાહકોને વીમા પોલીસીઓ માં રહેલી નાની એવી ભુલ સુધારવા માટે તેમજ ફરીયાદ નાં નિરાકરણ માટે મહીનાઓ સુધી વીમા કંપનીઓની ઓફીસમાં ચક્કર લગાવવા પડતા હતા.અને વીમા કંપનીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવતો હતો.વીમા પોલીસીઓનાં ગ્રાહકો માટે હવે આનંદનાં સમાચાર એ છે કે જો હવે તમારી વારંવાર ફરીયાદ ને અંતે પણ વીમા કંપની દ્વારા તેનું યોગ્ય નિરાકરણ ના આવતું હોય તો હવે તમે ટોલ ફ્રી નંબર પર ફોન દ્વારા તેમજ ઈ-મેઈલ દ્વારા સીધો જ'ઈરડા'નો સંપર્ક સાધી શકો છો.
ટોલ ફ્રી નંબર ૧૫૫૨૫૫ ઈ-મેઈલઃ complaints@irda.gov.in
ફરીયાદ નિવારણ માટે ની રુપરેખાઃ
'ઈરડા' એ વીમા ને લગતી ફરીયાદો નાં ઝડપી નિકાલ માટે વીમા કંપનીઓ માટે એક રુપરેખાઘડી કાઢેલ છે.જે મુજબ ગ્રાહકો ને જો તેની વીમા પોલીસી બાબતે કોઈપણ ફરીયાદ હોય તો તેણે સૌથી પહેલા તે ફરીયાદ જે તે વીમા કંપની ને કરવાની રહેશે પરંતુ જો વીમા કંપની દ્વારાં તેનો યોગ્ય નિકાલ કરવામાં ના આવે તો ગ્રાહક 'ઈરડા' નો સીધો જ સંપર્ક સાધી શકે છે.નવી માર્ગદર્શીકા મુજબ દરેક વીમ કંપની એ 'ગ્રીવાન્સ સેલ'ની રચના કરવાની રહેશે જેનાં મુખ્ય અધીકારી તરીકે તે કંપની નાં સીઈઓ અથવા તો કંપની નાં કોઈ કાયદાકીય અધીકારી રહેશે.તેમજ ગ્રાહકો વીમા કંપની ની વેબસાઈટ ઉપર પણ ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકે,ફોન દ્વારા પણ ફરીયાદ નોંધાવી શકે અથવા તો ટપાલ દ્વારા પણ ફરીયાદ નોંધાવી શકે તે પ્રકારની વ્યવસ્થા દરેક વીમા કંપનીઍ કરવાની રહેશે.વીમા કંપનીઓ એ આ નવી વ્યવસ્થા ની જાણકારી દરેક નવા તેમજ જુના તમામ ગ્રાહકો ને આપવાની રહેશે જેથી ગ્રાહકો ને ખ્યાલ રહે કે ફરીયાદ બાબતે સૌથી પહેલાં કોનો સંપર્ક કરવો.ફરીયાદોનાં ઝડપી નીકાલ માટે 'ઈરડા' એ ગ્રાહકો ને પડતી અમુક સામાન્ય તકલીફોનું લીસ્ટ બનાવ્યું છે તેમજ આ તકલીફો નાં ઝડપી નિવારણ માટે વીમા કંપનીઓ માટે અમુક સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. એ મુજબ એટલાં જ દિવસ માં વીમા કંપનીઓએ ફરજીયાત પણે તેનો ઉકેલ લાવવો પડશે.ઉદાહરણ તરીકે, જો વીમા કંપની દ્વારાં ગ્રાહકને ખોટું સમજાવીને વીમા પોલીસી વેંચવામાં આવેલી હોય તો તે બાબત ની ગ્રાહકની ફરીયાદનો નિકાલ વીમા કંપનીઓ એ ૧૦ દિવસની અંદર જ કરવાનો રહેશે.તેમજ મ્રુત્યું નાં ક્લેઈમની ચુકવણી ગ્રાહક દ્વારાં તમામ દસ્તાવેજો રજુ કર્યાં પછીનાં વધુ માં વધુ ૩૦ દિવસની અંદર કરવાની રહેશે.પાકતી મુદતનો ક્લેઈમ ૧૫ દિવસની અંદર ચુકવવાનો રહેશે.પોલીસી બોન્ડ ૧૦ દિવસ ની અંદર ગ્રાહક ને મળી જવું જોઈએ.આ મુજબનું આખું લીસ્ટ www.irdaindia.org/grievance/clssifications_final.xls પર જોવાં મળશે.
ઉપર મુજબનાં નિશ્ચીત સમયગાળા દરમીયાન જો ગ્રાહકને નિયમ મુજબની જે મળવી જોઈએ તેવી સેવાઓ વીમા કંપનીઓ દ્વારાં ગ્રાહક ને ના આપવામાં આવે તો ગ્રાહકે સૌ પ્રથમ ફરીયાદ જે તે વીમા કંપની નાં ગ્રીવાન્સ સેલ માં કરવાની રહેશે અને વીમા કંપની એ તેનો જવાબ ગ્રાહક ને વધુ માં વધુ ૧૪ દિવસ સુધી માં ગ્રાહક ને આપવાનો રહેશે.વીમા કંપની નાં જવાબથી જો તમે પુરે પુરા સંતુષ્ઠ ના હો તો જવાબ મળ્યાં નાં આઠ અઠવાડીયા સુધીમાં જો વીમા કંપની ને ફરીથી રજુઆત નહીં કરો તો વીમાકંપની એવું માની લેશે કે તમને ચુકાદો મંજુર છે.ગ્રાહકો દ્વારાં વીમા કંપની ને કરવામાં આવેલી તમામ ફરીયાદો ની જાણકારી હવેથી 'ઈરડા' દ્વારાં રાખવામાં આવશે.વીમા કંપની દ્વારાં જો તમારી ફરીયાદનું યોગ્ય નિરાકરણ લાવવામાં ના આવે તો તમે સીધાં જ 'ઈરડા'નો સંપર્ક કરી શકો છો.તેમાં તમારે વીમા કંપની સાથે અગાઉ થયેલાં તમામ પત્ર વ્યવહાર તેમજ ફરીયાદ નંબર સાથે ની વીગતો જોડવાની રહેશે.આટ્લું કર્યાં પછી પણ જો તમારી ફરીયાદનું યોગ્ય નિરાકરણ નથી આવ્યું તેવું લાગતું હોય તો તમે 'ઈન્શ્યુરન્સ ઓમ્બડઝ્મેન'નો સંપર્ક કરી શકો છો.દરેક રાજ્યમાં એક ઓમ્બડ્ઝ્મેન ની નીમણુંક કરવામાં આવી છે.જો તમારી પોલીસી રુ.૨૦ લાખ થી અંદર હોય તો જ તમેઓમ્બડ્ઝ્મેન ને ફરીયાદ કરી શકો છો.ઓમ્બડ્ઝ્મેને વધુ માં વધુ ૩ મહીનાની અંદર તમારી ફરીયાદનું ફરજીયાત નિરાકરણ લાવવું પડશે.આમ,છતાં પણ હજુ તમને જો એવું લાગતું હોય કે તમને અન્યાય થયો છે તો તમે આ કેસ કન્ઝયુમર ફોરમ અથવા તો કોર્ટ માં લઈ જઈ શકો છે.