ગુરુવાર, 4 ઑગસ્ટ, 2016

જીએસટી બીલ પાસ : કરમાળખામાં આઝાદી પછીનો સૌથી મોટો સુધારો

જીએસટી બીલ પાસ : કરમાળખામાં આઝાદી પછીનો સૌથી મોટો સુધારો

મોદી સરકારનું કુશળ ફ્લોર મેનેજમેન્ટ

આર્થિક વિકાસની તેજ રફતાર,અભિનંદન મોદી સરકાર

છેલ્લાં દસ વર્ષથી જેની આપણે સૌ કાગડોળે રાહ જોઈ રહ્યાં હતા તે જીએસટી બંધારણીય સુધારણા ખરડાને ગઈકાલે રાજ્યસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.રાજ્યસભામાં ૨૦૫ વિરુદ્ધ શૂન્ય મતથી ખરડો પસાર થયો હતો.જે ભારતીય કરમાળખાનો આઝાદી પછીનો સૌથી મોટો સુધારો છે.જીએસટી નો વિચાર સૌથી પહેલા એનડીએ સરકારનાં વડપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજીએ મુક્યો હતો.જેનો ઔપચારિક પ્રસ્તાવ તત્કાલીન નાણાંપ્રધાન ચિદમ્બરમે ૨૦૦૬ની બજેટ સ્પીચમાં રજુ કર્યો હતો.જીએસટી બંધારણીય સુધારા ખરડો પહેલી વખત ૨૦૧૧માં તત્કાલીન નાણાંપ્રધાન પ્રણવ મુખરજીએ દાખલ કર્યો હતો ત્યારબાદ મોદી સરકારે ૨૦૧૪માં ખરડાને ફરી સંસદમાં રજુ કર્યો હતો.પરંતુ આપણી કમનસીબીએ ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા જ રજુ કરાયેલા ખરડાને ભાજપ સરકારે સુધારા સાથે ૨૦૧૪માં રજુ કર્યો પણ મોદી સરકાર જશ ખાટી નાં જાય તેવી મેલી મુરાદે દેશહિતને બાજુએ રાખીને કોંગ્રેસે રાજ્યસભામાં સતત જીએસટી ખરડાનો વિરોધ કર્યો પરિણામે  બે વર્ષ જેટલો સમય બરબાદ થયો અને હવે હજુ તેની અમલવારીમાં પણ એક વર્ષ જેટલો સમય લાગશે આમ,કોંગ્રેસે પરોક્ષરીતે ભારતીય અર્થતંત્રની વૃદ્ધીને રોકવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.જીએસટીનાં અમલ માટે હજુ ત્રણ ખરડા મંજુર કરવાનાં થશે જેમાં કેન્દ્રીય જીએસટી બીલ,રાજ્યોનું જીએસટી બીલ અને આંતરરાજ્ય જીએસટી ખરડો પસાર કરવાનો થશે તેમજ રાજ્યસભામાં કરાયેલા ફેરફારને ફરી લોકસભામાં પણ પસાર કરાવવાનો થશે.ખરડાને રાષ્ટ્રપતિની મંજુરી મળ્યા પછી ૫૦ ટકા રાજ્યોની વિધાનસભામાં બે તૃતિયાંશ બહુમતીથી જીએસટી ખરડો પસાર કરવાનો રહેશે.આમ,જીએસટી અમલમાં આવતા આવતા હજુ એકાદ વર્ષ જેટલો સમય લાગશે.

જીએસટીનાં લાગુ થવાથી ભારતનાં બિઝનેશ માળખામાં આમૂલ પરિવર્તન આવશે,અર્થતંત્રમાં તેજીનો સંચાર થશે જેનાથી ભારતનાં જીડીપીમાં ૧.૫ થી ૨ ટકાનો વધારો તાત્કાલિક જોવા મળશે તેમજ ભારતનું બે ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર ‘એક કોમન બજાર’ માં ફેરવાશે.ભારતમાં બિઝનેશ કરવો વધુ સરળ બનશે.જીએસટી ખરડાને મંજુરી એ મોદી સરકાર માટે ફક્ત આર્થિક નીતિના સંદર્ભમાં જ નહીં પણ રાજકીય રીતે પણ ઘણી મોટી સફળતા કહી શકાય.મોદી સરકારે પુરવાર કરી બતાવ્યું છે કે દેશનાં હિત માટે તે નાનાં-મોટાં તમામ વિપક્ષો સાથે વાટાઘાટો દ્વારા જોડાઈ ને દેશહિતમાં ઉકેલ લાવવા હકારાત્મક અભિગમ ધરાવે છે.જીએસટી બીલ રાજ્યસભામાં સફળતાપૂર્વક પસાર કરાવવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી,નાણામંત્રી શ્રી અરુણ જેટલી તેમજ ટીમ બીજેપી ને લાખ લાખ અભિનંદન.

ટિપ્પણીઓ નથી: