રીયલ એસ્ટેટ મ્યુચલ ફંડ ,રોકાણ માટેનો વધુ એક વિકલ્પ
ઘણાં સમયથી દેશનાં રોકાણકારો જેની રાહ જોઇ રહ્યાં હતાં તે રીયલ એસ્ટેટ મ્યુચલ ફંડ ની રુપરેખાને સીક્યુરીટીઝ એક્ષ્ચેંજ બોર્ડ ઓફ ઇન્ડીયા (સેબી)દ્વારા હમણાં થોડાં વખત પહેલાં જ મંજુરી આપવામાં આવી છે.ઘણીબધી મ્યુ.ફંડ કંપનીઓ પણ આ મંજુરીની આતુરતા પુર્વક રાહ જોઇ રહી હતી.આ કંપનીઓએ રીયલ એસ્ટેટ મ્યુ.ફંડ રજુ કરવા માટેની પુર્વ તૈયારીઓ પણ કયારની શરુ કરી દીધેલ હતી.ભારતનાં નાનાં રોકાણકારો પણ હવે આ પ્રકારનાં ફંડમાં રોકાણ દ્વારા ભારતની રીયલ એસ્ટૅટની તેજીનો લાભ લઈ શકશે.નિષ્ણાંતો નાં મત મુજબ રીયલ એસ્ટેટ ક્ષેત્રે ભારતમાં દર વર્ષે ૩૦% નાં વૃદ્ધી દરે વધારો થઈ શકે તેમ છે અને એક અંદાજ મુજબ આવતાં ૧૦ વર્ષોમાં ૯૦ બીલીયન ડોલરથી પણ વધારે કારોબાર આ ક્ષેત્રે થવાનો છે.ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી જમીન તથા મિલ્કતો નાં ભાવો રોકેટ ગતીથી વધે છે તેવાં સમયે નીચલાં વર્ગ અને મધ્યમ વર્ગ નાં લોકો માટે મિલ્કત ખરીદવી ખુબ જ મુશ્કેલ બની ગયું છે.જ્યારે સતત વધતાં ભાવોને લીધે રોકાણકારો માટે આ ક્ષેત્ર રોકાણ માટેનું મનપસંદ ક્ષેત્ર બની ગયું છે.અત્યાર સુધી માત્ર સંસ્થાકીય રોકાણકારો જ વેન્ચર કેપીટલનાં માધ્યમ દ્વારાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરી શકતાં હતાં પરંતુ હવે રીયલ એસ્ટેટ મ્યુ.ફંડનાં આગમન થી ભારતનાં નાનાં રોકાણકારો પણ પોતાની શક્તિ મુજબ આવાં ફંડમાં રોકાણ કરી આ ક્ષેત્રની તેજીનો લાભ લઈ શક્શે.
ભારતનાં અર્થતંત્રનો વિકાસ,આકર્ષક વિદેશ રોકાણ નીતિ,સંતુલીત લોકશાહી તથા સાનુકુળ ભૌગોલીક સંજોગો વગેરેને લીધે છેલ્લાં કેટલાંક સમયથી ભારતનું રીયલ એસ્ટેટ ક્ષેત્ર જોરદાર તેજી અનુભવી રહ્યું છે.ભરતમાં મુંબઈ,દીલ્હી અને બેંગ્લોર જેવાં શહેરોમાં અમુક ચોક્કસ વિસ્તારોમાં મિલ્કતો તથા જમીન નાં ભાવોમાં છેલ્લાં એકજ વર્ષમાં ૧૦૦% નો ભાવ વધારો જોવા મળ્યો છે.ભારતમાં બાંધકામ ક્ષેત્રે ડીએલફ,ઓમેક્સ,યુનીટેક,સહારા,વિપુલ,ઈરોઝ,ઝી,પાશ્ર્વનાથ,બાલાજી વગેરે મુખ્ય કંપનીઓ કાર્યરત છે.આ કંપનીઓ દ્વારા બાંધકામનાં વિશાળ પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવ્યાં છે જેમકે મેગા શોપીંગ મોલ,આઈ.ટી.પાર્કસ,ઓફીસ બીલ્ડીંગ,લકઝરીયસ હાઈરાઈઝ બીલ્ડીંગ,સ્પેશીયલ ઈકોનોમીક ઝોન તથા ટાઉનશીપ વગેરે આવાં અદ્યતન બાંધકામો દ્વારા પણ રીયલ એસ્ટેટ ક્ષેત્રની તેજીને વેગ મળે છે.છેલ્લાં થોડાં સમયમાં ભારતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી રકમનાં સોદાઓ થયાં છે,જેમકે યુનીટેક દ્વારા નોઈડા ડેવલોપમેન્ટ ઓથોરીટી પાસેથી ૩૪૦ એકર જમીન ૧૫૮૩ કરોડ રુપીયામાં ખરીદવામાં આવી.ગુજરાતનાં અદાણી ગૃપ દ્વારા થોડાં સમય પહેલાંજ મુંબઈનાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ એરીયામાં રુ ૨૨ બિલિયન નો સોદો કરવામાં આવ્યો.રીલાયન્સ દ્વારાં પણ ૭.૫ હેકટર નો પ્લોટ રુ. ૧૧૦૪ કરોડમાં બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ-મુંબઈ ખાતે ખરીદવામાં આવ્યો છે.
ફેબ્રુઆરી ૨૦૦૬ થી ભારત સરકાર દ્વારા બાંધકામ ક્ષેત્રે ૧૦૦% સીધાં વિદેશી રોકાણની છુટ આપવામાં આવી હોવાથી આ ક્ષેત્ર ની ઘણીબધી વૈશ્વિક કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરવા માટે આતુર છે.લગભગ ૫૦૦ મિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ ભારતનાં બાંધકામ ક્ષેત્રે થશે એવી ધારણાં છે.ઘણીબધી વૈશ્વિક કંપનીઓએ ભારતમાં બાંધકામ અને જમીન ક્ષેત્રે પોતાનાં કામકાજ આરંભી દીધા છે,જેમકે દુબઈ સ્થિત ઈમાર પ્રોપર્ટીઝ,યુ.એસ.સ્થિત ટીશમન સ્પીયર પ્રોપર્ટીઝ,સીંગાપુર સ્થિત કેપીટલ એન્ડ કેપલલેન્ડ વગેરે, ઘણાબધાં વેન્ચર કેપીટલ ફંડસ જેમકે કોટક,એચડીએફસી,આઈએલ એન્ડ એફ એસ,આઈસીઆઈસીઆઈ વેન્ચર્સ વગેરે પણ બાંધકામ ક્ષેત્રની આ તેજીનો લાભ લેવા માટે સજ્જ છે.આમ,ભારતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીનો દોર હજી ચાલુ રહેવાનો તેમાં કોઈ બેમત નથી.રીયલ એસ્ટેટ મ્યુ.ફંડ એ નાનાં રોકાણકારો માટે ભારતમાં પ્રવર્તમાન રીયલ એસ્ટેટ ક્ષેત્રની તેજીનો લાભ લેવા માટેનું એક ઉતમ રોકાણ સાધન છે.રીયલ એસ્ટેટ મ્યુ.ફંડ નાનાં રોકાણકારો પાસેથી મુડી એક્ત્ર કરશે અને તે મુડીનું જમીન તથા બાંધકામ ક્ષેત્રે સીધું અથવાતો આડકતરું રોકાણ કરશે અને આ રોકાણ સેબીની માર્ગદર્શીકા પ્રમાણેનું રહેશે.સેબીની માર્ગદર્શીકા મુજબ આ પ્રકારનાં ફંડ ફ્ક્ત ભારતમાં જ રીયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરી શક્શે.આ ફંડ રીયલ એસ્ટેટ ક્ષેત્રે સીધું રોકાણ તેમજ રીયલ એસ્ટેટ નાં ધંધા સાથે સંકળાયેલી કંપનીઓ નાં બોન્ડ,શેર તથા ડિબેન્ચર્સમાં પણ રોકાણ કરી શક્શે તેમજ રીયલ એસ્ટેટ મ્યુ.ફંડ કંપની પોતે પણ બાંધકામનાં પ્રોજેક્ટ્સ હાથ ધરી શક્શે.આ ફંડ શરુઆતમાં ક્લોઝ એન્ડેડ રહેશે એટલે કે રોકાણકારે રોકાણ કર્યા પછી અમુક નિશ્ચીત સમયગાળા સુધી રોકાણ ઉપાડી શક્શે નહી.સેબીની માર્ગદર્શીકા પ્રમાણે આ ફંડનાં યુનીટ ફરજીયાત પણે સ્ટોક એકસ્ચેંજ માં લીસ્ટેડ કરવામાં આવશે તેમજ આ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV) પણ દરરોજ પ્રસીધ્ધ કરવાની રહેશે.બીજાં એક નીયમ મુજબ રીયલ એસ્ટેટ મ્યુ.ફંડ કંપનીઓએ ફરજીયાત પણે માન્ય કસ્ટોડીયન ની નિમણુંક કરવાની રહેશે આ કસ્ટોડીયનનું કામ ફંડ પાસેની તમામ મિલ્કતોનાં દ્સ્તાવેજો પોતાની પાસે જાળવીને રાખવાનાં રહેશે.આમ, આ પ્રકારનાં ફંડમાં રોકાણ કરીને રોકાણકારો જમીન મિલ્કતોમાં રોકાણ કરી શક્શે પરંતુ તેનાં ટાઈટલ-દસ્તાવેજો વગેરેની જવાબદારીમાંથી મુક્ત રહી શક્શે.રીયલ એસ્ટેટ મ્યુ.ફંડ રોકાણ્કારોને તેનાં રોકાણ પોર્ટ્ફોલીયો વૈવિધ્યકરણ ની ઉતમ તક પુરી પાડે છે.તેમજ રોકાણ માટેનું એક નવું સાધન બની રહેશે.
રીયલ એસ્ટેટ મ્યુ.ફંડનું ભવિષ્ય ઘણું ઉજળું છે પરંતુ સાથે સાથે અમુક મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખવી જરુરી છે.જેમકે,ભારતમાં જમીન-મિલ્કતોનાં ભાવો પર સરકારી નિયંત્રણનો અભાવ,બીજા પ્રકારનાં મ્યુ.ફંડની સરખામણીમાં આ ફંડનો સમયગાળો ઘણો લાંબો,તેમજ રીયલ એસ્ટેટ ક્ષેત્ર પણ્ તેજી-મંદીનાં પ્રવા સાથે જોડાયેલું છે તેથી વળતરની કોઈ ચોક્કસ ખાત્રી આપી શકાતી નથી.રીયલ એસ્ટેટ મ્યુ.ફંડ માટેનાં સેબીનાં નીયમો માં પણ હજું ઘણાં સુધારાંઓ અપેક્ષીત છે.સમય જતાં રીયલ એસ્ટેટ મ્યુ.ફંડ જેમ જેમ પરીપક્વતા પ્રાપ્ત કરશે તેમ તેમ રોકાણકારો નાં હીતનું રક્ષણ વધતું જશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો